Book Title: Dravya Sangrah Author(s): Nemichandra Siddhant Chakravarti Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિવેદન શ્રી નેમિચંદ્ર સિદ્ધાન્તિદેવ દ્વારા રચિત આ “દ્રવ્ય-સંગ્રહ' માં માત્ર પ૮ ગાથાઓમાં અનેક મહત્ત્વના વિષયોનું નિરૂપણ છે. પ્રથમ અધ્યાયમાં દ્રવ્ય અને પાચ અસ્તિકાયનું, બીજા અધ્યાયમાં નવ પદાર્થોનું અને ત્રીજા અધ્યાયમાં મોક્ષમાર્ગનું વર્ણન છે. તેથી તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે ઉપયોગી છે. તત્ત્વાર્થસૂત્ર (મોક્ષશાસ્ત્ર) ની જેમ આ દ્રવ્યસંગ્રહ પણ લગભગ દરેક દિગમ્બર જૈન પાઠશાળાઓમાં શીખવાય છે. વિદ્યાર્થીઓને તેમજ જિજ્ઞાસુઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી શૈલીથી આ નવું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં મૂળ ગાથા, સંસ્કૃત છાયા, અન્વયાર્થ અને ભાવાર્થ છે. ભાવાર્થમાં શાસ્ત્રોનાં આધાર સહિત સારભૂત વર્ણન લખીને આ સંસ્કરણને વિશેષ ઉપયોગી બનાવ્યું છે. આ શાસ્ત્રની વિશિષ્ટતા એ છે કે જે જે ગાથાઓમાં નયનું વર્ણન કર્યું છે ત્યાં નિશ્ચય અને વ્યવહાર બન્ને નયોનું વર્ણન એકીસાથે આપવામાં આવ્યું છે. આ દ્રવ્ય-સંગ્રહની સાથે જ શાસ્ત્રના કર્તા રચિત “લઘુ દ્રવ્યસંગ્રહ' અર્થસહિત આપવામાં આવ્યું છે. આ નવું સંસ્કરણ જરા વિસ્તારીને વધુ સરળ બનાવવામાં આવ્યું હોવાથી સર્વ જિજ્ઞાસુઓને અભ્યાસમાં ઉપયોગી નિવડશે એવી આશા છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 223