Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 276
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-દ ટબો : નિશ્ચયનય અભેદ દેખાડઇ, વ્યવહારનય તે ભેદ દેખાડઇ છઇ. વ્યવહારનયના ૨ ભેદ કહ્યાં છઇ-એક-સદ્ભૂત વ્યવહાર, બીજો અસદ્ભૂત વ્યવહાર. તે એક વિષય કહતાં એકદ્રવ્યાશ્રિત તે સદ્ભૂત વ્યવહાર, પવિષય તે અસદ્ભૂત વ્યવહાર. ॥ ૮-૩ | = પહેલો જે સદ્ભૂતવ્યવહાર તે ૨ પ્રકાäિ છઇ - એક ઉપચરિત સદ્ભૂત વ્યવહાર, બીજો અનુપચિરત સદ્ભૂત વ્યવહાર. સોપાધિક ગુણ-ગુણિભેદ દેખાડિઇ, તિહાં પ્રથમભેદ જિમ “નીવસ્ય મતિજ્ઞાનમ્ ” ઉપાધિ તેહ જ ઇહાં ઉપચાર. ॥ ૮-૪ ॥ ૨૫૭ નિરુપાધિક ગુણ-ગુણિ ભેદઇ બીજો ભેદ. યથા “ઝીવસ્વ જૈવલજ્ઞાનમ્' ઇહાં ઉપાધિરહિતપણું તેહ જ નિરુપચારપણું જાણવું. ॥ ૮-૫ || અસદ્ભૂત વ્યવહારના જી, ઇમ જ ભેદ છઇ દોઇ । પ્રથમઅસંશ્લેષિતયોગઇ જી, દેવદત્ત ધન જોઈ રે ! પ્રાણી | ૮-૬ | = = વિવેચન : નિશ્ચયનય... ગુણ-ગુણી વચ્ચે ભેદ પણ હોય છે ને અભેદ પણ હોય છે. આ વાત આગળ આવી ગઈ છે... આમાંથી નિશ્ચયનય અભેદને જુએ છે અને દેખાડે છે કહે છે. વ્યવહારનય ભેદને જુએ છે અને દેખાડે છે વચનપ્રયોગ દ્વારા કહે છે. આ ભેદને કહેનાર વ્યવહારનયના વળી બે ભેદ છે... સદ્ભૂત વ્યવહારનય અને અસદ્ભૂત વ્યવહારનય. એમાં, એક વિષય એક દ્રવ્યાશ્રિત તે સદ્ભૂત વ્યવહારનય છે... અર્થાત્ ગુણવાનૢ જે દ્રવ્ય છે તે જ દ્રવ્યમાં આશ્રિત પદાર્થનો ભેદસંબંધ જોનાર-કહેનાર જે છે તે સદ્ભૂત વ્યવહારનય છે. જેમકે ઝીવસ્ય મતિજ્ઞાનમ્...નીવસ્ય જૈવલજ્ઞાનમ્... અહીં મતિજ્ઞાન કે કેવલજ્ઞાન જીવદ્રવ્યમાં જ આશ્રિત છે... માટે એના ભેદસંબંધને કહેનાર વ્યવહારનય એ સદ્ભૂત વ્યવહારનય છે. = પવિષય તે અસદ્ભૂત વ્યવહારનય છે... અર્થાત્ જીવ કરતાં ભિન્ન (= અજીવ) એ અહીં ‘પર' છે... તદ્વિષયક ભેદસંબંધ દર્શાવનાર વ્યવહારનય એ અસદ્ભૂત વ્યવહારનય છે... જેમકે ‘જીવનું શરીર’... ‘દેવદત્તનું ધન...' આમાં પહેલો જે સદ્ભૂત વ્યવહારનય છે એના પાછા બે પ્રકાર છે. (૧) ઉપચિરત સદ્ભૂત વ્યવહારનય : કર્મરૂપ ઉપાધિથી સહિત જે ગુણ (જેમકે મતિજ્ઞાન વગેરે), આવા સોપાધિક ગુણનો ગુણી સાથેનો ભેદ દર્શાવનાર નય એ ઉપચિરત સદ્ભૂત વ્યવહાર છે. જેમકે ઝીવસ્ય મતિજ્ઞાનમ્... અહીં ઉપાધિ એ જ ઉપચાર છે... (૨) અનુપચિરત સદ્ભૂત વ્યવહારનય ઃ કર્મરૂપ ઉપાધિથી રહિત એવા ગુણ-ગુણીનો ભેદ દર્શાવનાર નય એ અનુપચિરત સદ્ભૂત વ્યવહાર છે. જેમ કે ઝીવસ્ય વતજ્ઞાનમ્... અહીં ઉપાધિ રહિતપણું એ જ નિરુપચારપણું જાણવું. ॥ ૧૧૧-૧૧૨-૧૧૩ | ગાથાર્થ : અસદ્ભૂત વ્યવહારના પણ એ જ રીતે બે ભેદ છે. એમાં પ્રથમ અસંશ્લેષિતયોગે હોય છે... જેમકે ‘દેવદત્તનું ધન...' અને બીજો સંશ્લેષિતયોગે ભેદ જોનાર છે... જેમકે ‘આત્માનો દેહ.' નયચક્રગ્રન્થમાં આ નય, ઉપનય અને મૂળનય કહ્યા છે. || ૮-૬, ૭ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320