Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 307
________________ ૨૮૮ ઢાળ-૮ : ગાથા-૨૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શંકા : પણ લોકવ્યવહારને તો કોઈ ધારાધોરણ નથી. માત્ર વેશધારી લિંગીને પણ સાધુ કહે છે. સમાધાન : અરે, એની શું વાત કરવી.. ભાંડ સાધુવેશ ભજવતો હોય ત્યારે એને પણ લોકો સાધુ કહે છે. પણ એ પણ સ્વકાર્ય કરે છે. ઉદાયન મંત્રીનું આવા ભાંડે જ મોત સુધાર્યું હતું ને ! શંકા : અરે ! વ્યવહાર તો સાધુના ફોટાને પણ સાધુ કહે છે.. સમાધાન : શું વાંધો છે ? એ પણ દર્શકને શ્રદ્ધા-આદર-બહુમાન વગેરે જગાડે જ છે ને વંદનાદિ પ્રતિપત્તિ પણ થાય જ છે... શંકા : પણ બધા દર્શકોને શ્રદ્ધાદિ જાગે જ એવો નિયમ ક્યાં છે ? સમાધાન : પ્રતિબંધક હોય તો કાર્ય ન પણ થાય. વિષમ મહોદય એ પ્રતિબંધક છે. નહીંતર તો ફોટાની કે લિંગધારીની શી વાત ? ઉચ્ચ કક્ષાના મહાત્મા માટે પણ પ્રશ્ન આવશે... એમને જોઈને પણ શ્રદ્ધા વગેરેના બદલે અપશુકન માનીને તિરસ્કારાદિ કોઈકને થતા હોય છે. એટલે નિશ્ચિત થયું કે વ્યવહારમાન્ય અર્થ પણ સ્વકાર્યકારી હોવાથી તત્ત્વભૂત અર્થ છે. શંકા : છતાં સાધુવેશાદિ વ્યવહારગ્રાહ્ય અર્થ શ્રદ્ધાદિ જગાડવા દ્વારા બીજાને ઉપકારક બને છે.. પોતાને તો નહીં.. માટે એ દૃષ્ટિએ એ તત્ત્વભૂત નથી ને ? સમાધાન : આ વાત પણ બરાબર નથી.... પોતે આંતરિક પરિણતિ (છઠ્ઠું-સાતમું ગુણઠાણું) જે પામ્યો છે તે પણ પ્રથમ તો (અન્યના) સાધુવેશાદિ જોઈને શ્રદ્ધાદિ થયેલા એના પ્રભાવે જ, એ વિના નહીં. અરે તારક તીર્થંકરદેવોના જીવો પણ વ્યવહારમાન્ય અર્થ (અન્યના સાધુવેશાદિ) જોઈને શ્રદ્ધાદિ જાગવા દ્વારા જ આગળ વધ્યા હોય છે. માટે તો કહ્યું છે કે રિહંતા રિહંતપુબ્રિકા... આ રીતે આગળ વધવા માટે અન્યની પરિણતિરૂપ નિશ્ચયગ્રાહ્યઅર્થ નહીં, પણ આ વ્યવહારગ્રાહ્ય અર્થ જ મુખ્ય ભાગ ભજવે છે. ત્રણ અવંચકની અપેક્ષાએ કહીએ તો ફળાવંચકનો નંબર ત્રીજો છે. એ યોગાવંચક અને ક્રિયાવંચકના ક્રમે જ આવે છે. અને આ યોગાવંચક તથા ક્રિયાવંચક માટે મુખ્યતયા, જેમનો યોગ થયો છે એ સાધુભગવંતના વેશાદિ વ્યવહારમાન્ય અર્થ જ ઉપયોગી બને છે, આંતરિક પરિણતિરૂપ નિશ્ચયમાન્ય અર્થ નહીં. શંકા : આ તો અન્યના સાધુવેશાદિ પોતાને ઉપકારક બન્યા... પોતાના સાધુવેશાદિ તો પોતાને ઉપકારક બનતા નથી ને ? સમાધાન : ના, એવું પણ નથી. આંતરિક પરિણતિને પેદા કરવા, સ્થિર કરવા અને નિર્મળ કરવા માટે સાધુવેશાદિ ઉપકારક છે જ. એટલે જ કોઈકને સાધુવેશાદિ વિના પણ ક્યારેક આંતરિક પરિણતિમાત્રથી છઠું-સાતમું ગુણઠાણું આવી ગયું હોય તો એ અન્તર્મુહૂર્તથી વધુ ટકી શકતું નથી. પ્રસન્નચન્દ્રરાજર્ષિને સાધુવેશ ઉપકારક બન્યો હતો ને ! અંદરથી પરિણતિ ઢીલી પડી હોય ત્યારે, પોતાના વેશાદિ તથા બીજા અગ્રણીઓ વગેરે દ્વારા સાધુવેશ જોઈને થતાં વંદનાદિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320