Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 317
________________ ૨૯૮ ઢાળ-૮ : ગાથા-૨૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ આલોચ આપ સરખા કેટલાક બાલ બોધવાનો જ દીસઈ છો, પણિ સર્વાર્થ નિર્ણયનો આલોચ નથી દીસતો. શુદ્ધનયાર્થ તે શ્વેતાંબર સંપ્રદાય શુદ્ધનયગ્રંથનાં અભ્યાસઈ જ જણાઇ, એ ભાવાર્થ. ૮-૨૪ ઈમ બહુવિધ નયભંગ મ્યું રે, એક ત્રિવિધ પયત્ય | પરખો હરખો હિયડલાં રે, સુજસ લહી પરમત્ય રે | પ્રાણી છે ૮-૨પી. ટબો : એ પ્રક્રિયામાંહિ પણિ જે યુક્તિસિદ્ધ અર્થ છઈ, તે અશુદ્ધ ટાલીનાં સમાધાન : ગ્રન્થકારે, “ નિશ્ચયનયના ત્રણ ભેદ છે.” વગેરે પ્રરૂપણા કરી નથી.. ગ્રન્થકારે ટબામાં આવું જ કહ્યું છે કે “એહવા નિશ્ચયનય વ્યવહારનયના ઘણા અર્થ નિરાકરી કહેતાં ટાળી....” એનાથી જણાય છે કે શ્રી દેવસેનાચાર્ય નિશ્ચય-વ્યવહારના જે જે અર્થો ટાળ્યા છે એમાંના કેટલાક અર્થો દર્શાવવાનો જ ગ્રન્થકારનો અભિપ્રાય છે. એટલે બધા અર્થો દર્શાવવાનો અધિકાર જ નથી. ને તેથી “ગ્રન્થકારે ત્રણ જ અર્થો કહ્યા છે' એવું કહી શકાતું નથી. બીજી એ વાત જાણવા જેવી છે કે આ નિશ્ચય-વ્યવહાર અંગેની શ્રી દેવસેનાચાર્યની પ્રરૂપણામાં ગ્રન્થકારે કોઈ દોષ દર્શાવ્યો નથીએટલે જણાય છે કે દેવસેનાચાર્ય દર્શાવેલા બધા પ્રકારો તો ગ્રન્થકારને માન્ય જ છે, પણ ઉક્ત ત્રણ-ત્રણ પ્રકાર અને એના જેવા અન્ય પ્રકારો નયચક્રમાં જે કહ્યા નથી એ ન્યૂનતા જ ક્ષતિરૂપ છે એવું જણાવવાનો ગ્રન્થકારનો અભિપ્રાય છે. ગ્રન્થકારે શ્વેતાંબર સંપ્રદાયના ગ્રન્થોની ભલામણ કરી છે તે ગ્રન્થો તરીકે શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, સમ્મતિતર્કપ્રકરણ, અનુયોગદ્વાર, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા વગેરે ગ્રન્થો તથા ગ્રન્થકારના પોતાના નયોપદેશ, નયરહસ્ય, અનેકાન્તવ્યવસ્થા પ્રકરણ વગેરે ગ્રન્થો જાણવા. |૧૩ર ગાથાર્થ ઃ આમ બહુવિધ નયભંગો થાય છેએના દ્વારા તે તે એક પદાર્થ દ્રવ્ય-ગુણપર્યાય એમ ત્રિવિધ છે એ તમે પરખો... એ પરખવા દ્વારા પરમાર્થ-જ્ઞાન મેળવ્યાનો યશ પામીને હૈયામાં હરખો. . ૮-૨૫ | વિવેચન : હવે આ ઢાળનો ઉપસંહાર કરીને હિતશિક્ષા આપવા પ્રકારે આ છેલ્લી ગાથા રચી છે. એ પ્રક્રિયામાંહિ. શ્રી દેવસેનાચાર્યે દર્શાવેલી આ પ્રક્રિયામાં પણ જે યુક્તિસિદ્ધ= યુક્તિથી સિદ્ધ થનારા અર્થો છે, તેને સંગત કર્યા છે અને જે અશુદ્ધ અર્થો છે એને ટાળ્યા છે. શંકા : ગ્રન્થકારે એ અર્થોને સંગત ક્યાં કર્યા છે ? સમાધાન : તે તે નયમાન્ય અર્થોના દૃષ્ટાન્ત સહેતુક ગાથા અને ટબામાં જે વર્ણવ્યા છે, તેમાંથી દોષપ્રદર્શન દ્વારા જે અર્થો ટાળ્યા છે, તે સિવાયના અર્થોને સહેતુક દર્શાવ્યા એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320