Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 306
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧ ૨૮૭ સમાધાન : હા, આમાં પ્રશ્ન શું છે ? જે કાર્ય કરી આપતું હોય એને તત્ત્વભૂત અર્થ નહીં કહેશો તો તત્ત્વભૂત અર્થ કહેશો કોને ? શંકા : એટલે શું આ સાધુવેશાદિ પ્રતિસમય અસંખ્યગુણનિર્જરારૂપ સ્વકાર્ય કરે છે ? સમાધાન : અરે ભલા ભાઈ ! આ અસંખ્યગુણ નિર્જરા એ જ શું સાધુતાનું એક માત્ર કાર્ય છે ? વંદનાદિ પ્રતિપત્તિ વગેરે શું એના કાર્યરૂપ નથી ? ને એ જો એ કરે છે તો એને તત્ત્વભૂત અર્થ કેમ ન કહેવાય ? શંકા : પણ એ અસંખ્યગુણ નિર્જરારૂપ સ્વકાર્ય તો નથી કરતો ને ? સમાધાન : એટલા માત્રથી એને જો તત્ત્વભૂત અર્થ ન કહેવાય, તો તો નિશ્ચયગ્રાહ્ય અર્થને પણ તત્ત્વભૂત નહીં કહી શકાય.... કારણ કે એ પણ વન્દનાદિ પ્રતિપત્તિરૂપ સાધુતાકાર્ય નથી કરતો.. શંકા : સાચા સાધુ તો નિસ્પૃહ હોય છે. એને વંદનાદિ થયા તો પણ શું ? ને ન થયા તો પણ શું ? કાંઈ ફેર પડતો નથી. સમાધાન : પદાર્થ સ્વકાર્ય કરે એમાં સ્પૃહા હોય કે ન હોય એને કશું લાગતું વળગતું નથી. અગ્નિને ક્યાં સ્પૃહા હોય છે ? ને છતાં એ અડનારને દઝાડવાનું કાર્ય કરે જ છે ને... સ્પૃહા નથી, માટે શું આ એનું કાર્ય ન કહેવાય ? નહીંતર તો અસંખ્યગુણ નિર્જરાને પણ કાર્યરૂપે નહીં કહી શકાય. કારણ કે ઉપરની ભૂમિકામાં સાધુને એની પણ સ્પૃહા હોતી નથી. કહ્યું જ છે ને કે મોક્ષે ભવે ૨ સર્વત્ર નિસ્પૃહો મુનસત્તામ: શંકા છતાં, અસંખ્યગુણ નિર્જરા એ મુખ્ય કાર્ય છે, વંદનાદિ પ્રતિપત્તિ એ ગણ છે. સમાધાન : ના, આમાં આવો કોઈ ગૌણ-મુખ્ય ભાવ છે નહીં. પોતપોતાનું કાર્ય કરવામાં બંનેની મુખ્યતા છે જ. ચામાં સાકર મીઠાશ લાવવાનું કામ કરે છે અને ચાની પત્તી અમુક ચોક્કસ પ્રકારનો સ્વાદ લાવવાનું કામ કરે છે. શું આ બેમાં ગૌણ-મુખ્યભાવ કહી શકાય ? એટલે જ શાસ્ત્રોમાં વવહારો વિ ટુ વનવું કહીને આ વાત અનેક દૃષ્ટાન્તો દ્વારા સુદઢ કરી છે. માટે પોતપોતાના સ્થાનમાં નિશ્ચય અને વ્યવહાર બને તુલ્યબળી છે. હીન-અધિક બળવાળા છે એવું નથી.. શંકા : પણ સાધુવેશ અસંખ્યગુણ નિર્જરા તો કરાવી શકે નહીં જ ને ? સમાધાન : એમાં આપણે શું કરી શકીએ ? દરેક પદાર્થ સ્વકાર્ય જ કરે છે, પરકાર્ય નહીં.. અગ્નિ દઝાડે જ છે ને પાણી ઠારે જ છે. અગ્નિ પણ ઠારતો હોત તો ? આવા વિકલ્પો કરવાનો શું કોઈ મતલબ છે ? શંકા : તમારી વાત તો સમજાય છે. પણ છતાં, નિશ્ચય જ બળવાનું છે એવું અમને લાગ્યા કરે છે.. સમાધાન : નિશ્ચયવાદીઓની ખૂબ ખૂબ એવી સૂફિયાણી વાતો સાંભળી હોવાથી એવી એક વાસના દિલમાં જે નિર્માણ થયેલી છે એનો એ પ્રભાવ છે, એમ જાણવું... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320