Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 302
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૦ ૨૮૩ ઇમ ઈ કરતાં નયભેદનઈ જો ઉપનય કરી માનસ્યો તો “વપ૨વ્યવસાયિ જ્ઞા પ્રHIP” એ લક્ષણઈ લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણનો એકદેશ મતિજ્ઞાનાદિક અથવા તદેશ અવગ્રહાદિક, તેહનાં ઉપપ્રમાણ પણિ કાં નથી કહેતા ? તમ7 નય-ઉપનય એ બોટિકની પ્રક્રિયા શિષ્યબુદ્ધિ ધંધન માત્ર જાણવો. | ૮-૧૯ વ્યવહારઈ નિશ્ચય થકી રે, સ્યો ઉપચાર વિશેષ ?! મુખ્યવૃત્તિ જો એકની રે, તો ઉપચારી શેષ રે | પ્રાણી ૮-૨૦ . ટબો : વ્યવહારનાં વિષે ઉપચાર છઈ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ સ્યો વિશેષ? જિવારઈ-એકનયની મુખ્યવૃત્તિ લેઈઇ, તિવારઈ બીજા નયની ઉપચારવૃત્તિ આવો, અત એવ “દ્વિત્યેવ’ એ નયવાક્યઈ અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયઈ, અસ્તિત્વ ધર્મ મુખ્યવૃત્તિ લેતાં કાલાદિક ૮ ઈ અભેદ વૃજ્યપચારઈ અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેતાં જ, સકલાદેશરૂપ નયવાક્ય કહેવાય? તેથી બોટિકની નય-ઉપનય વિભાગ કરવાની આ પ્રક્રિયા શિષ્યની બુદ્ધિને ડહોળવા બરાબર છે, એ જાણવું. || ૧૨૭ | ગાથાર્થ : નિશ્ચય કરતાં વ્યવહારમાં ઉપચાર હોવો એ પણ શી વિશેષતા ? જો એકના અર્થને મુખ્ય વૃત્તિએ લેવામાં આવે તો એ વખતે શેષનયમાં ઉપચાર થાય જ. || ૮-૨૦ || વિવેચન : નય-ઉપનયના શ્રી દેવસેનાચાર્યના નિરૂપણ અંગે દૂષણો દર્શાવીને હવે ગ્રન્થકાર અધ્યાત્મનયના નિરૂપણ અંગે પણ દૂષણો દર્શાવે છે. વ્યવહારનઈ - જ્યાં ઉપચાર છે એ વ્યવહારનય અને જ્યાં ઉપચાર નથી એ નિશ્ચયનય... આવો પણ કયો વિશેષ છે = નિશ્ચયવ્યવહાર વચ્ચેનો કયો ભેદ છે ? કારણ કે ઉપચાર હોવો ને ન હોવો... આ બન્ને નય માટે સમાન છે. તે પણ એટલા માટે કે જ્યારે એકનયમાન્ય વિષયને મુખ્યવૃત્તિએ લેવામાં આવે ત્યારે અન્યનયમાન્ય વિષય ઉપચારવૃત્તિએ (ગૌણવૃત્તિએ = લક્ષણાથી) જ ઉપસ્થિત થાય છે. આ વિચારણા પૂર્વે પાંચમી ઢાળમાં આવી ગઈ છે. એટલે જ ક્લેિવ આવા નયવાક્યમાં અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયે અસ્તિત્વ ધર્મને મુખ્યવૃત્તિથી લેતાં (મુખ્યવૃત્તિથી શક્તિસંબંધથી ઉપસ્થિત થાય છે એમ માનતાં) કાલાદિ ૮ સાથેનો અભેદ વૃત્તિઉપચારે=લક્ષણાસંબંધથી ઉપસ્થિત થાય છે એમ માનવું પડે છે. (કાલાદિ ૮ નું સ્વરૂપ સ્યાદ્વાદમંજરી વગેરેમાં આપેલું છે. અલબત્ એનો રહસ્યાર્થ-સ્પષ્ટાર્થ શું છે ? એ વિચારણાનું પ્રયોજન શું છે ? વગેરે આજ સુધી મને સ્પષ્ટ થયેલું નથી કે એવું સ્પષ્ટીકરણ મને ક્યાંય જોવા મળ્યું નથી.) શંકા : શક્તિસંબંધથી અસ્તિત્વ ધર્મ ઉપસ્થિત થયો... હવે કાલાદિ ધર્મો ઉપસ્થિત કરવાની જરૂર શી છે ? જેથી એને ઉપચારે-લક્ષણાસંબંધથી ઉપસ્થિત કરવા પડે ? સમાધાન : જો એ ઉપસ્થિત ન થાય તો આ સકલાદેશરૂપ નયવાક્ય જ નહીં થાય. અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેવાના હોય તો જ સકલાદેશ થાય.... નહીંતર તો માત્ર અસ્તિત્વધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320