Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 301
________________ ૨૮૨ ઢાળ-૮ : ગાથા-૧૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઉપનય પણ અલગ નહીં રે, જે વ્યવહારે સમાઈ ! નહી તો ભેદ પ્રમાણનો રે, ઉપપ્રમાણ પણિ થાઈ રે ! પ્રાણી, ૮-૧૦ એહ જ દઢઈ છઇ-ઉપનય પણિ કહ્યા, તે નવ્યવહાર નૈગમાદિકથી અલગ નથી. ૩વર્ત ૨ તત્ત્વાર્થસૂત્ર - ૩પવાર વદુ વિસ્તૃતાર્થો વિપ્રાયો વ્યવહાર (૧-૩૫) રીતે “જીવસંયોગનિરપેક્ષ પુદ્ગલભાવના (નિરુપાધિક પુદ્ગલના) ગ્રાહકનયને અલગ દર્શાવવો જોઈએ એવી આપત્તિ કેમ ન આપી ? કારણ કે દસ ભેદમાંના જીવના સોપાધિકભેદ (ચોથા ભેદ) ની સામે જેમ જીવસંયોગસાપેક્ષ પુદ્ગલભાવ છે એમ જીવના કર્મોપાધિનિરપેક્ષ પ્રથમ ભેદની સામે પુદ્ગલનો પણ આવો ભેદ કહી શકાય છે ને ? સમાધાન : આનું કારણ આપણે પૂર્વે પાંચમી ઢાળમાં (પૃ. નં. ૧૯૫) વિચારી ગયા છીએ કે કપાથિનિરપેક્ષ બધા જીવોનું જેમ એક સરખું શુદ્ધ સ્વરૂપ હોય છે એવું પુલમાં હોતું નથી, વગેરે. છતાં, તર્ક દૃષ્ટિએ જ પદાર્થનું નિરૂપણ કરવાના પ્રસ્તાવમાં આ પણ વિચારણા આવશ્યક બને છે. ને તેથી આવી આપત્તિ પણ ઉપલક્ષણથી લઈ શકાય છે. ગાથાર્થ : વળી દેવસેને ઉપનય જે કહ્યા છે તે પણ અલગા નથી. કારણ કે એ બધા, નયના પ્રચલિત વ્યવહારમાં સમાઈ જાય છે. નહીંતર પ્રમાણનો ભેદ પણ ઉપપ્રમાણ થશે. | ૮-૧૯ | વિવેચન : એહ જ દઢઈ. આ જ વાતને દૃઢ કરે છે - ઉપનય જે કહ્યા છે તે પણ નિગમ-વ્યવહાર વગેરે નયથી અલગ નથી... અર્થાત્ સ્વ-વવિષયાનુસારે એ દરેક ઉપનયનો યથાસંભવ વ્યવહાર-નૈગમ વગેરે નયમાં સમાવેશ થઈ જાય છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ઉપચારની બહુલતાવાળો (= ડગલે ને પગલે જાતજાતના ઉપચાર કરનારો) અને તેથી જ વિસ્તૃત અર્થવાળો લૌકિકપ્રાયઃ = લગભગ લોકવ્યવહારને અનુસરનારો જે નય છે તે વ્યવહારનય છે. જે વાસ્તવિક પદાર્થ હોય છે એને તો વ્યવહારનય માટે જ છે. પણ એ સિવાયના પણ કેટલાય પદાર્થોને ઉપચાર દ્વારા તે તે પદાર્થરૂપે એ સ્વીકારે છે. માટે તે તે “પદાર્થ' તરીકે વધારે પદાર્થોનો સમાવેશ થઈ જતો હોવાથી એને અહીં વિસ્તૃતાર્થ તરીકે કહેલ છે, એ જાણવું. આમ, આ બધા ઉપનય વસ્તુતઃ વ્યવહારાદિ નયરૂપ જ છે. છતાં, નયના એકદેશરૂપ છે.. ઉપચારવાળા છે. માટે એને ઉપનય કહેવા....” આમ કહેશો તો સ્વ-પરવ્યવસાયિજ્ઞાન પ્રમાણ. સ્વ (= જ્ઞાન) અને પર (= જોય) નો નિશ્ચયાત્મક બોધ કરાવનાર જ્ઞાન એ પ્રમાણ છે. આવા લક્ષણથી લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણના એક-દેશભૂત મતિજ્ઞાન વગેરેને કે એના પણ દેશ (અંશ) રૂપ અવગ્રહ-ઈહા વગેરેને પણ ઉપપ્રમાણ કેમ નથી કહેતા. એટલે પ્રમાણાત્મક બધા જ્ઞાનોના એક દેશરૂપ એવા મતિજ્ઞાન વગેરે પણ ખુદ પણ પ્રમાણરૂપ જ છે. ને તેથી ઉપપ્રમાણ” નથી કહેવાતા તો એ રીતે ઉપનય પણ “નયરૂપ જ હોવાથી “ઉપનય' શી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320