Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 294
________________ ૨૭૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૬ ઈમ કરતાં એ પામી રે, સર્વવિભક્ત વિભાગ | જીવાદિક પરિ કો નહીં રે, ઈહાં પ્રયોજન લાગ રે | પ્રાણી ૮-૧૬ ! ટબો : ઈમ કરતાં-૯ નય દેખાડતાં, વિભક્તનો વિભાગ થાઈ = વહિંચ્યાનું વહેંચવું થાઈ, તિવારઈ- “બવા: દિથા, સંસારિ: સિદ્ધ (), સંસા : પૃથિવીયલલિપન્મેલા સિદ્ધા: પલ મેલા” એ રીતે “નો દિયા, કવ્યfઈપfઈમેલન્ ા વ્યાર્થિવત્રિથી નૈમિતિએલત્ ઋગુસૂત્રાહિમે વાર્થો પર્યાયાર્થિવા: ” હમ કહિઉં જોઇએ, પણિ “નવ નથી.” ઇમ એકવાક્યતાઈ વિભાગ કીધો, તે સર્વથા મિથ્યા જાણવો. નહીં તો “નવા સંસારિ: સિદ્ધરઇત્યાદિ વિભાગવાક્ય પણિ થાવા પામઈ. શબ્દ તો માત્ર પર્યાયવાચી શબ્દ જ બની ગયો. અને બે પર્યાયવાચી શબ્દોનો એક સાથે પ્રયોગ કરવો ઉચિત નથી, કારણ કે એક શબ્દથી જ અર્થ બોધ થઈ જવાથી બીજો વ્યર્થ બની જાય છે. માટે પ્રદેશ જેવું કાંઈ છે જ નહીં. આમ, ક્યાંક નૈગમનયનો વિષય અન્ય નયો કરતાં અલગ હોવાથી એને સ્વતંત્ર નય તરીકે કહેલ છે. પણ આ બે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય નગમાદિ ૭ નયને અભિન્નવિષય છે.. ક્યાંય જુદો વિષય એ બેનો છે નહીં. તેથી એ બેને અલગ કરીને ૯ નય શી રીતે કહી શકાય? અર્થાત્ નહીં જ કહી શકાય. | ૧૨૩ || ગાથાર્થ : આમ કરવાથી તો આ સર્વવિભક્તનો વિભાગ કરવા જેવું થશે. જીવાદિકને અલગ કરવામાં જેમ ચોક્કસ પ્રયોજન છે, એવું અહીં તો કોઈ પ્રયોજન નથી. / ૮-૧૬ || વિવેચન : સાતના નવ નય કરવામાં આવતી આપત્તિઓ ગ્રન્થકાર દર્શાવી રહ્યા છે... આ ગાથામાં પણ એક એવી નવી આપત્તિ દર્શાવી રહ્યા છે. ઇમ કરતાં... દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય સંપૂર્ણ રીતે નૈગમાદિ ૭ નયોમાં વિભક્ત થઈ ગયા છે... અર્થાત્ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનો જે જે વિષય છે એ બધો જ થોડો પણ બાકી રહ્યા વગર. સાત નયમાં વહેંચાઈ ગયો છે. હવે કોઈ વિષય બાકી રહ્યો જ નથી. તો વધારાના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય કહેવામાં એ બેમાં કયો વિષય મૂકવાનો ? જે વિષય સાત નયોમાં વહેંચાઈ ગયો છે એને જ ફરીથી આ બે નયમાં વહેંચવાનો ? એ શી રીતે શક્ય બને ? એટલે, “જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ. એમાં સંસારીના પૃથ્વીકાય વગેરે ૬ ભેદો છે. સિદ્ધના જિનસિદ્ધ વગેરે ૧૫ ભેદો છે...” આવું જેમ કહેવાય છે, એમ “નય બે પ્રકારે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.. એમાં દ્રવ્યાર્થિક ત્રણ પ્રકારે છે – નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. પર્યાયાર્થિક ચાર પ્રકારે છે - ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત....” એમ કહેવું જોઈએ.... પણ એના બદલે દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિકને પણ નૈગમાદિતુલ્ય સ્વતંત્ર-સમકક્ષ ભેદરૂપે લઈ એકસૂત્રે નવ નય કહેવા - નય નવ પ્રકારે છે- (૧) દ્રવ્યાર્થિક, (૨) પર્યાયાર્થિક, (૩) નૈગમ.. આ રીતે નવ નિયો હોવાનો નિયવિભાગ કહેવો એ સર્વથા મિથ્યા જાણવો. નહીંતર તો એ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320