Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 290
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૪ ૨૭૧ છઇ, તિમ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો. ૩ નયનઇ એક સંજ્ઞાઇ સંગ્રહી પ નય કહિયા છઇ, પણિ વિષય ભિન્ન છઇ. ઇહાં વિષય ભિન્ન નથી. ૪ + ૩ જે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેખાડ્યા, તે સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિક માંહિ આવઇ. જે કુલ ૭ નય કહેવામાં આવે છે. બીજો મત આ ત્રણે નયોનો ‘શબ્દનય' એમ એક જ સંજ્ઞા હેઠળ સંગ્રહ કરીને ૪ + ૧ = પાંચ નય કહે છે... એટલે ૭ નયની પરિભાષામાં જે ‘શબ્દનય' એવું નામ છે અને પાંચ નયની પરિભાષામાં જે ‘શબ્દનય’ એવું નામ છે એ બન્નેનો અર્થ અલગ-અલગ છે. તેથી જ ૭ નયની પરિભાષામાં ‘શબ્દનય’ નું ‘સાંપ્રતનય' એવું પણ બીજું નામ છે, જે પાંચ નયની પરિભાષામાં નથી. એટલે નૈગમાદિ ચાર નય + સાંપ્રતનય આમ પાંચ જ નય કહેવામાં આવે તો સમભિરૂઢ અને એવંભૂતનય જેમ બાકી રહી જાય છે એમ, ‘સાંપ્રતનય' ના અર્થવાળો જ ‘શબ્દનય' એવો શબ્દ વાપરવામાં આવે તો પણ આ બે નયનો અર્થ બાકી રહી જ જાય છે. એટલે એનો સમાવેશ કરવા આ બે નયનો જુદો ઉલ્લેખ કરવો આવશ્યક બને જ અને તેથી કુલ ૭ નય થાય જ. - પણ તમારા ૯ નયની બાબતમાં આવું નથી. નૈગમાદિ ૭ નય કહી દીધા પછી ક્યા નયનો અર્થ બાકી રહી જાય છે ? જેનો સમાવેશ કરવા દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો જુદો ઉલ્લેખ કરવો આવશ્યક બને ? આવો કોઈ જ અર્થ બાકી રહેતો નથી... ને તેથી એ બેનો જુદો ઉલ્લેખ કરવો યોગ્ય ન હોવાથી ૯ નયની પરિભાષા બરાબર નથી... અને તેના સમર્થનમાં ૫-૭ નયના મતાંતરનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી. હા, જો પૂર્વાચાર્યોએ નૈગમાદિ ૪ + સાંપ્રત + સમભિરૂઢ + એવંભૂત ૭ નય અને આદેશાંતરે નૈગમાદિ ૪ + સાંપ્રત + સમભિરૂઢ + એવંભૂત + શબ્દનય = ૮ નય... આમ સાંપ્રતાદિ ત્રણમાં જે શબ્દનયનો સમાવેશ થઈ જ જાય છે, ને તેમ છતાં એને અલગ પાડીને કહેવો એ પણ ઉચિત છે, એમ માનીને ૭ નય અને આદેશાંતરે ૮ નય... આ પ્રમાણે કહ્યું હોત તો એને અનુસરીને તમારી ૯ નયની વાત પણ સંગત ઠરી શકત... પણ જે સમાવિષ્ટ હોય એનો ફરીથી ઉલ્લેખ કરવો યોગ્ય નથી એમ સમજીને જેમ મતાંતરે ૮ નય કહેવાયા નથી... તેમ ૯ નય પણ કહી શકાય નહીં... એ કહેવા પણ યોગ્ય નથી જ. શ્રી દેવસેનાચાર્ય ૭ ના બદલે મૂળ ૯ નયો હોવાની જે અનુચિતપ્રરૂપણા કરી છે એનું નિરસન કરીને હવે ગ્રન્થકાર દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદ સ્વતંત્ર રીતે જે દેખાડ્યા છે તેનું પણ નિરસન કરવા કહે છે - જે દ્રવ્યાર્થિકના... દ્રવ્યાર્થિકના શ્રી દેવસેનાચાર્યે જે ૧૦ ભેદ દેખાડ્યા છે તે બધાનો શુદ્ધ સંગ્રહનય, અશુદ્ધસંગ્રહનય વગેરેમાં સમાવેશ થઈ જાય છે. (સંગ્રહનય એટલે સામાન્ય ધર્મને આગળ કરીને બધાનો સંગ્રહ કરનાર નય... એટલે એ જેમ વધુ ને વધુ સામાન્ય તરફ ઢળેલો હોય... ને વિશેષને ગૌણ કરતો હોય તેમ શુદ્ધ કહેવાય... એટલે સત્તા સામાન્યને આગળ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320