________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૧૪
૨૭૧
છઇ, તિમ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો. ૩ નયનઇ એક સંજ્ઞાઇ સંગ્રહી પ નય કહિયા છઇ, પણિ વિષય ભિન્ન છઇ. ઇહાં વિષય ભિન્ન નથી.
૪ + ૩
જે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેખાડ્યા, તે સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિક માંહિ આવઇ. જે કુલ ૭ નય કહેવામાં આવે છે. બીજો મત આ ત્રણે નયોનો ‘શબ્દનય' એમ એક જ સંજ્ઞા હેઠળ સંગ્રહ કરીને ૪ + ૧ = પાંચ નય કહે છે... એટલે ૭ નયની પરિભાષામાં જે ‘શબ્દનય' એવું નામ છે અને પાંચ નયની પરિભાષામાં જે ‘શબ્દનય’ એવું નામ છે એ બન્નેનો અર્થ અલગ-અલગ છે. તેથી જ ૭ નયની પરિભાષામાં ‘શબ્દનય’ નું ‘સાંપ્રતનય' એવું પણ બીજું નામ છે, જે પાંચ નયની પરિભાષામાં નથી. એટલે નૈગમાદિ ચાર નય + સાંપ્રતનય આમ પાંચ જ નય કહેવામાં આવે તો સમભિરૂઢ અને એવંભૂતનય જેમ બાકી રહી જાય છે એમ, ‘સાંપ્રતનય' ના અર્થવાળો જ ‘શબ્દનય' એવો શબ્દ વાપરવામાં આવે તો પણ આ બે નયનો અર્થ બાકી રહી જ જાય છે. એટલે એનો સમાવેશ કરવા આ બે નયનો જુદો ઉલ્લેખ કરવો આવશ્યક બને જ અને તેથી કુલ ૭ નય થાય જ.
-
પણ તમારા ૯ નયની બાબતમાં આવું નથી. નૈગમાદિ ૭ નય કહી દીધા પછી ક્યા નયનો અર્થ બાકી રહી જાય છે ? જેનો સમાવેશ કરવા દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો જુદો ઉલ્લેખ કરવો આવશ્યક બને ? આવો કોઈ જ અર્થ બાકી રહેતો નથી... ને તેથી એ બેનો જુદો ઉલ્લેખ કરવો યોગ્ય ન હોવાથી ૯ નયની પરિભાષા બરાબર નથી... અને તેના સમર્થનમાં ૫-૭ નયના મતાંતરનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી.
હા, જો પૂર્વાચાર્યોએ નૈગમાદિ ૪ + સાંપ્રત + સમભિરૂઢ + એવંભૂત ૭ નય અને આદેશાંતરે નૈગમાદિ ૪ + સાંપ્રત + સમભિરૂઢ + એવંભૂત + શબ્દનય = ૮ નય... આમ સાંપ્રતાદિ ત્રણમાં જે શબ્દનયનો સમાવેશ થઈ જ જાય છે, ને તેમ છતાં એને અલગ પાડીને કહેવો એ પણ ઉચિત છે, એમ માનીને ૭ નય અને આદેશાંતરે ૮ નય... આ પ્રમાણે કહ્યું હોત તો એને અનુસરીને તમારી ૯ નયની વાત પણ સંગત ઠરી શકત... પણ જે સમાવિષ્ટ હોય એનો ફરીથી ઉલ્લેખ કરવો યોગ્ય નથી એમ સમજીને જેમ મતાંતરે ૮ નય કહેવાયા નથી... તેમ ૯ નય પણ કહી શકાય નહીં... એ કહેવા પણ યોગ્ય નથી જ.
શ્રી દેવસેનાચાર્ય ૭ ના બદલે મૂળ ૯ નયો હોવાની જે અનુચિતપ્રરૂપણા કરી છે એનું નિરસન કરીને હવે ગ્રન્થકાર દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદ સ્વતંત્ર રીતે જે દેખાડ્યા છે તેનું પણ નિરસન કરવા કહે છે
-
જે દ્રવ્યાર્થિકના... દ્રવ્યાર્થિકના શ્રી દેવસેનાચાર્યે જે ૧૦ ભેદ દેખાડ્યા છે તે બધાનો શુદ્ધ સંગ્રહનય, અશુદ્ધસંગ્રહનય વગેરેમાં સમાવેશ થઈ જાય છે. (સંગ્રહનય એટલે સામાન્ય ધર્મને આગળ કરીને બધાનો સંગ્રહ કરનાર નય... એટલે એ જેમ વધુ ને વધુ સામાન્ય તરફ ઢળેલો હોય... ને વિશેષને ગૌણ કરતો હોય તેમ શુદ્ધ કહેવાય... એટલે સત્તા સામાન્યને આગળ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org