________________
૨૭૦
ઢાળ-૮ : ગાથા-૧૪
ઇમ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ ।
પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે || પ્રાણી૦ | ૮-૧૪॥
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ટબો : ઇમ, અંતર્ભાવિત કહતાં-૭ માંહિ મેલ્યા, જે દ્રવ્યાર્થિક પર્યાયર્થિક, તેહનો અલગો ઉપદેશ કિમ કરીઓ ? જો ઇમ કહસ્યો - “મતાંતરઇ-૫ નય કહિઇ છઇ, તેહમાં ૨ નય ભલ્યા, તેહનો ૭ નય કરતાં જિમ અલગો ઉપદેશ છઇ, તિમ અહ્મારઇ દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનો અળગો ઉપદેશ હુસ્યઇ” તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનઇ જિમ વિષયભેદ
આત્મા' આવો અર્થ કરીને આત્મદ્રવ્યને જ દ્રવ્યાવશ્યકરૂપ માને છે માટે એમના મતે ૠજુસૂત્ર દ્રવ્યાર્થિક બની જશે. જ્યારે તર્કવાદી એ શબ્દના અર્થ તરીકે ‘અનુપયુક્ત અવસ્થા' પકડતો હોવાથી દ્રવ્યાવશ્યકને પર્યાયરૂપ માને છે. માટે એમના મતે ૠજુસૂત્રનય પર્યાયાર્થિક બની જશે.
આ રીતે તાર્કિક મતે પણ આ સૂત્રની સંગતિ કરવી... પણ સૂત્ર વિરોધ ન સમજવો... એમ અમે (ગ્રન્થકારે) વિચારી કાઢેલો સમાધાન માર્ગ છે.
આમ, એક મતે ૪માં દ્રવ્યાર્થિકનો ને ૩ માં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે, બીજા મતે ૩ માં દ્રવ્યાર્થિકનો ને ૪ માં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે. પણ કુલ ૭ નયમાં બન્નેનો સમાવેશ થઈ જ જાય છે, તે બેને અલગા કરીને ૯ નય કહેવા એ યોગ્ય નથી. ॥ ૧૨૦-૧૨૧|| ગાથાર્થ આમ અંતર્ભાવ પામી જતા નયોનો અલગ ઉપદેશ (= કથન) કેમ કરાય ? પાંચ નયમાંથી ૭ નય કરવામાં જેમ વિષયભેદ છે એવો અહીં તો છે નહીં... || ૮-૧૪||
વિવેચન : ઇમ અંતર્ભાવિત... આમ, નૈગમ વગેરે ૭ નયમાં જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય ભળી જાય છે એને અલગ પાડીને શી રીતે કહેવાય ?
દિગંબર : જેમ ‘મતાંતરે પાંચ નય કહેવાય છે. અર્થાત્ નય પાંચ નયમાં ભળી જ ગયેલા છે ને છતાં એ બે નયને અલગ પાડીને મતાંતરે ૫ + ૨ જ છે ને. તો એવી રીતે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકને પણ અલગ પાડીને ૭ માટે ન કહેવાય ?
૭ નય પણ કહેવાય + ૨ = ૯ નય શા
ગ્રન્થકાર : શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતને જેમ વિષયભેદ છે તેમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો... મતાંતરે પાંચ નય જે કહ્યા છે તે તો ત્રણ નયોનો એક સંજ્ઞાથી = નામથી સંગ્રહ કરીને પાંચ નય કહ્યા છે... પણ વિષય તો ત્રણેનો ભિન્ન જ છે. અહીં વિષય ભિન્ન નથી.
આશય એ છે કે પ્રથમ ચાર નય તો બન્ને મતે (૭ નયમતે અને ૫ નયમતે) સમાન જ છે. છેલ્લા ત્રણ નય માટે મતાંતર છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે નયનો વિષય અલગ-અલગ જ છે... અને તેથી એ ત્રણે સ્વતંત્ર હોવાથી એના ત્રણ અલગ-અલગ નય કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org