________________
૨૭૨
ઢાળ-૮ : ગાથા-૧૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૬ ભેદ પર્યાયાર્થિકના દેખાડ્યા, તે સર્વ ઉપચરિતાનુપચરિત વ્યવહાર, શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રાદિકમાંહિં આવશે. “જોનિવ” ન્યાયઈ વિષયભેદઈ ભિન્નનય કહિછે, તો “ચાલવ નાચેવ” ઇત્યાદિ સપ્તભંગી મળે કોટિપ્રકારો અર્પિતાનર્પિત સત્તાસત્ત્વગ્રાહક નયપ્રક્રિયા ભાજઇ. એ પંડિતઈ વિચારવું. ૮-૧૪ ! બધા જ દ્રવ્યોનો સંગ્રહ કરનાર કોઈ જ વિશેષ ન જોનાર સંગ્રહનય એ શુદ્ધ સંગ્રહનય.... ગ્રન્થકારે બીજી ઢાળની ચોથી ગાથાના ટબામાં આ વાત “શુદ્ધ સંગ્રહનયનઈ મતઈ તો સદદ્વત વાદએક જ દ્રવ્ય આવછે તે જાણવું.' આવી પંક્તિ દ્વારા જણાવેલી છે. શ્રી દેવસેનાચાર્ય અને ઓઘ (સામાન્ય) સંગ્રહ એવું નામ આપ્યું છે, એ જાણવું.)
એટલે, ઉત્પાદ-વ્યય ગૌણત્વેન સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક.. આવો દ્રવ્યાર્થિકનો બીજો ભેદ જે છે તે જ્યારે સત્તા સ્વરૂપે સર્વદ્રવ્યોનો ગ્રાહક હોય ત્યારે શુદ્ધ સંગ્રહનયમાં, અને જીવાદિ દ્રવ્યોની સત્તાને અલગ-અલગ જોતો હોય ત્યારે અશુદ્ધ-સંગ્રહનયમાં સમાવેશ પામે એ જાણવું... એમ કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય એવો દ્રવ્યાર્થિકનો જે પ્રથમ ભેદ છે તે સર્વજીવોનો જ સિદ્ધ સ્વરૂપે સંગ્રહ કરતો હોવાથી અશુદ્ધ સંગ્રહનયમાં (જેને દેવસેનાચાર્યે વિશેષ સંગ્રહ' નામ આપ્યું છે, એમાં) સમાવેશ પામે છે, કારણ કે નવા સર્વેડવિરોધન: આવા ઉદાહરણને બીજા વિશેષ સંગ્રહભેદમાં આપવામાં આપ્યું છે. આમ યથાયોગ્ય બધાનો અન્તર્ભાવ વિચારવો.
પર્યાયાર્થિકના જે ૬ ભેદ દેખાડ્યા છે એનો સમાવેશ ઉપચરિત વ્યવહાર, અનુપચરિત વ્યવહાર, શુદ્ધ ઋજુસૂત્ર, અશુદ્ધઋજુસૂત્ર વગેરેમાં જાણવો. અહીં પણ ઋજુસૂત્ર માત્ર વર્તમાનગ્રાહી છે.... સ્વરૂપથી વર્તમાનકાળ માત્ર એક સમયરૂપ હોવાથી માત્ર સમયસ્થિતિક (ક્ષણિક) પર્યાયગ્રાહી ઋજુસૂત્ર એ શુદ્ધ ઋજુસૂત્ર નય છે. આને શ્રી દેવસેનાચાર્યે સૂક્ષ્મઋજુસૂત્ર એવું નામ આપ્યું છે... અને જે, તે તે દીર્ઘકાલીન વર્તમાનપર્યાયને જોનાર ઋજુસૂત્રનય છે. એ અશુદ્ધ ઋજુસૂત્ર છે, આને શ્રી દેવસેનાચાર્યે સ્થૂલ ઋજુસૂત્ર એવું નામ આપ્યું છે. પર્યાયાર્થિકનો ત્રીજો અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નયનો શુદ્ધ ઋજુસૂત્રમાં સમાવેશ થાય છે... વગેરે અહીં યથાયોગ્ય સમજવું.
આમ દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદોનો સંગ્રહાદિનયોમાં સમાવેશ થઈ જતો હોવાથી એ બધાનો અલગ ઉલ્લેખ કરવો યોગ્ય નથી.
શંકા : એક ગોવરનીવર્ક ન્યાય છે. એનો અર્થ આવો છે - સંસ્કૃત ભાષામાં ગો શબ્દ ગાય અને બળદ બન્નેને જણાવે છે. પણ જ્યારે બળદને જણાવનાર નીવર્ડ શબ્દ અલગથી ઉલ્લેખ પામ્યો હોય ત્યારે ગો શબ્દ માત્ર ગાયને જણાવે છે. એમ પ્રસ્તુતમાં સંગ્રહ વગેરે નયનો વિષય વ્યાપક છે. પણ જ્યારે, ઉત્પાદવ્યયગૌણત્વેન શુદ્ધ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનય અલગ કહ્યો હોય ત્યારે સંગ્રહનય તરીકે, આ દ્રવ્યાર્થિકનયનો જે વિષય હોય એ વિષયને બાદ કરીને બાકીના વિષયનું ગ્રહણ કરનાર નય જ લેવાનો હોય છે.
એટલે આ શુદ્ધ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયનો વિષય અને સંગ્રહનયનો વિષય અલગ-અલગ બની જવાથી સમાવેશ શક્ય નથી. ને તેથી આ રીતે વિભાજન અનુચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org