SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૫ સંગ્રહ નઈ વ્યવહારથી રે, મૈગમ કિહાંઇક ભિન્ન .. તિણ તે અલગો તેહથી રે, એ તો દોઇ અભિન્ન રે ! પ્રાણી, I૮-૧૫ | ટબો: “જો” વિષયભેદઈ નયભેદ કહસ્યો “તો સામાન્ય નૈગમ સંગ્રહમાં, વિશેષતૈગમ વ્યવહારનયમાં ભેલતાં ૬ જ નય થઈ જામ્યU” એહવી શિષ્યની શંકા ટાલવાનાં અર્થિ કહઈ છ0 યદ્યપિ સંગ્રહનય- વ્યવહારનયમાંહિં જ સામાન્ય વિશેષ ચર્ચાઈ નૈગમનય ભલઈ છઇ, તો પણિ કિહાંઈક પ્રદેશાદિ દૃષ્ટાન્તસ્થાનાં ભિન થાઈ છઇ. छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो । तम्मि य सो य पएसो, सो चेव ण चेव सत्तण्हं ।। इत्यादि ।। તે માર્ટિ-કિહાંઈક ભિન્ન વિષયપણાથી નૈગમન ભિન્ન કહિએ, એ તો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નૈગમાદિકનયથી અભિન્ન વિષય છઇ, તો તે અલગા કરિનાં નવ ભેદ નયના કિમ કહિએ ? | ૮-૧૫ . સમાધાન : જો આ રીતે ગોબલીવદંન્યાયે વિષયભેદ કરી ભિન્ન ભિન્ન નય કહેવાના હોય તો વચ્ચેવ – નાયૅવ વગેરે સપ્તભંગીમાં નયની પ્રક્રિયા પડી ભાંગશે. આશય એ છે કે સ્વદ્રવ્યગ્રાહકનય જુદો... એના કરતાં પરદ્રવ્ય એ ભિન્ન વિષય હોવાથી એનો ગ્રાહકનય જુદો... વળી સ્વક્ષેત્ર એ પણ ભિન્ન વિષય હોવાથી એ નય પણ જુદો.. આમ પરક્ષેત્રાદિના ગ્રાહક નય જુદા. આમ ઢગલાબંધ નય થશે. એમ, દ્રવ્યાદિ તરીકે વ્યાપ્ય-વ્યાપક દ્રવ્યાદિ લેવામાં આવે તો સ્વ-પરદ્રવ્ય બદલાવાથી નયભેદ થઈ જશે. એમાં વળી ક્યારેક સ્વદ્રવ્યાદિને અર્પિત કરવાના... ક્યારેક પરદ્રવ્યાદિને.. એટલે સત્તાસત્ત્વ ગ્રાહક નય કોટિ પ્રકારે મળવાથી સાતનયની કે સાત ભંગની પ્રક્રિયા જ શી રીતે ઊભી રહે ? એ પંડિતે વિચારવું. માટે ગોબલીવદંન્યાયે વિષયભેદ કરી નયભેદ કહેવા એ પણ ઉચિત નથી. | ૧૨૨ | ગાથાર્થ : સંગ્રહ અને વ્યવહારનયથી નૈગમનય ક્યાંક ભિન્ન છે. તેથી તેનો અલગભેદ કરવામાં આવ્યો છે. પણ એ બે તો અભિન્ન છે = ક્યાંય ભિન્ન નથી. (માટે અલગભેદ કરવા યોગ્ય નથી.) | ૮-૧૫ II | વિવેચન : અહીં શિષ્ય શંકા કરી રહ્યો છે કે – તમારા કહેવાનો સાર એ છે કે જો ખરેખર વિષયભેદ થતો હોય તો નયભેદ કરી શકાય. પણ જો વિષયભેદ ન હોય તો નયભેદ કરી શકાય નહીં. પણ જો આ જ સાર છે તો નૈગમનયને પણ અલગ કહેવો ન જોઈએ, કારણ કે જે સામાન્યગ્રાહી નૈગમ છે તેનો સંગ્રહમાં સમાવેશ થઈ જાય છે અને જે વિશેષગ્રાહી નૈગમનાય છે એનો વ્યવહારમાં સમાવેશ થઈ જાય છે. આ બે સિવાય નૈગમનો ભિન્ન કોઈ વિષય છે નહીં. માટે, નૈગમનો પણ જુદો ઉલ્લેખ કરવો ન જોઈએ. ને તેથી ૬ જ નય કહેવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy