________________
૨૭૪
ઢાળ-૮ : ગાથા-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શિષ્યની આવી શંકા ટાળવા માટે ગ્રન્થકારે પ્રસ્તુત ગાથા કહી છે. ને એના દ્વારા આ પ્રમાણે સમાધાન આપ્યું છે કે – પદાર્થ સામાન્યાત્મક છે કે વિશેષાત્મક છે ? આની જ્યારે વિચારણા ચાલે છે ત્યારે તો નૈગમનય સંગ્રહ અને વ્યવહારમાં ભળી જ જાય છે.... છતાં, ક્યાંક પ્રદેશાદિ દૃષ્ટાન્ત સ્થળે, નૈગમનયનો વિષય આ બન્ને નયથી અલગ હોય છે. અર્થાત્ એનો આ બેમાંથી એકેયમાં સમાવેશ થઈ શકતો નથી... માટે તૈગમનયને અલગ પાડવો આવશ્યક છે. પ્રદેશ દદાત્ત અંગે શાસ્ત્રમાં નીચે મુજબ કહ્યું છે -
ગાથાર્થ : છ ના પ્રદેશ હોય છે. પાંચના પ્રદેશ હોય છે. પંચવિધ હોય છે. ભજના છે. તfH-થને પાસે સે પાસે લખે, સ પ્રવેશશ, પ્રદેશ જેવું કાંઈ છે જ નહીં. આવી પ્રદેશ અંગે સાત નયની પ્રરૂપણા છે.
આશય એ છે કે, સાતે નયની પ્રદેશ અંગે જુદી જુદી દૃષ્ટિ છે. તે નીચે મુજબ છે
નૈગમનય : ધર્મ, અધર્મ, આકાશ, જીવ, સ્કંધ (પુદ્ગલ) આ પાંચનો તેમજ આ બધાના જે દેશ હોય તેનો (દેશનો)... એમ છનો પ્રદેશ હોય છે.
સંગ્રહનય : ધર્મ વગેરેનો દેશ કોઈ ધર્મ વગેરેથી જુદો નથી. એટલે એનો પ્રદેશ અલગ ન કહેવાનો હોય. માટે પાંચનો પ્રદેશ એમ જ કહેવું જોઈએ.
વ્યવહારનય : પાંચ જણની ભેગી દુકાન હોય તો પાંચની દુકાન કહેવાય. એમ પાંચનો કોમન એક પ્રદેશ હોય તો પાંચનો પ્રદેશ કહેવાય. પણ એવું છે નહીં. માટે પાંચનો પ્રદેશ એમ નહીં, પણ પંચવિધ-પાંચ પ્રકારનો પ્રદેશ છે એમ કહેવું જોઈએ.
28જુસૂત્રનય : આમ કહેવામાં તો ધર્મ વગેરે દરેકનો પ્રદેશ પાંચ-પાંચ પ્રકારનો થવાથી ૨૫ પ્રકારનો થઈ જાય.. માટે પંચવિધ એમ ન કહેવું. પ્રદેશ ભાજ્ય છે, એમ કહેવું જોઈએ. અર્થાત્ પ્રદેશમાં વિકલ્પ છે. એ ધર્મનો હોય શકે અથવા અધર્મનો હોય શકે. અથવા આકાશનો હોય શકે... વગેરે કહેવું જોઈએ.
શબ્દનય : આ રીતે તો એકનો એક પ્રદેશ ક્યારેક ધર્મનો હોય ક્યારેક અધર્મનો હોય વગેરે આપત્તિ આવશે. માટે એવું ન કહેવાય.. પણ ધર્માત્મક પ્રદેશ છે કે પ્રદેશાત્મક ધર્મ છે, એમ કહેવું જોઈએ.
સમભિરૂઢનય : ધન્ને પક્ષે એમ કહેવામાં સપ્તમી તપુરુષ પણ થઈ શકે જે અનિષ્ટ છે. માટે કર્મધારય સમાસ સમજી ધર્મશાસૌ પ્રશ0 આવો સમાસ કહેવો જોઈએ.
એવંભૂતનય : દેશ-પ્રદેશ જેવી કોઈ વસ્તુ જ નથી. જે ધર્માસ્તિકાય છે તે આખું એક જ નિરંશ દેશ-પ્રદેશાદિકલ્પનાશૂન્ય દ્રવ્ય છે. કારણ કે જો પ્રદેશો હોય તો એ પ્રદેશી એવા ધર્મ વગેરે દ્રવ્યથી ભિન્ન હોય કે અભિન્ન ? પ્રથમ પક્ષ તો કહેવાય એમ નથી. કારણ કે કયારેય પણ ભિન્ન પ્રદેશો જોવા મળતા નથી. જો અભિન્ન છે, તો એ ધર્મ દ્રવ્યરૂપ જ છે. તેથી પ્રદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org