________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-દ
ટબો : નિશ્ચયનય અભેદ દેખાડઇ, વ્યવહારનય તે ભેદ દેખાડઇ છઇ. વ્યવહારનયના ૨ ભેદ કહ્યાં છઇ-એક-સદ્ભૂત વ્યવહાર, બીજો અસદ્ભૂત વ્યવહાર. તે એક વિષય કહતાં એકદ્રવ્યાશ્રિત તે સદ્ભૂત વ્યવહાર, પવિષય તે અસદ્ભૂત વ્યવહાર. ॥ ૮-૩ |
=
પહેલો જે સદ્ભૂતવ્યવહાર તે ૨ પ્રકાäિ છઇ - એક ઉપચરિત સદ્ભૂત વ્યવહાર, બીજો અનુપચિરત સદ્ભૂત વ્યવહાર. સોપાધિક ગુણ-ગુણિભેદ દેખાડિઇ, તિહાં પ્રથમભેદ જિમ “નીવસ્ય મતિજ્ઞાનમ્ ” ઉપાધિ તેહ જ ઇહાં ઉપચાર. ॥ ૮-૪ ॥
૨૫૭
નિરુપાધિક ગુણ-ગુણિ ભેદઇ બીજો ભેદ. યથા “ઝીવસ્વ જૈવલજ્ઞાનમ્' ઇહાં ઉપાધિરહિતપણું તેહ જ નિરુપચારપણું જાણવું. ॥ ૮-૫ || અસદ્ભૂત વ્યવહારના જી, ઇમ જ ભેદ છઇ દોઇ । પ્રથમઅસંશ્લેષિતયોગઇ જી, દેવદત્ત ધન જોઈ રે ! પ્રાણી | ૮-૬ |
=
=
વિવેચન : નિશ્ચયનય... ગુણ-ગુણી વચ્ચે ભેદ પણ હોય છે ને અભેદ પણ હોય છે. આ વાત આગળ આવી ગઈ છે... આમાંથી નિશ્ચયનય અભેદને જુએ છે અને દેખાડે છે કહે છે. વ્યવહારનય ભેદને જુએ છે અને દેખાડે છે વચનપ્રયોગ દ્વારા કહે છે. આ ભેદને કહેનાર વ્યવહારનયના વળી બે ભેદ છે... સદ્ભૂત વ્યવહારનય અને અસદ્ભૂત વ્યવહારનય. એમાં, એક વિષય એક દ્રવ્યાશ્રિત તે સદ્ભૂત વ્યવહારનય છે... અર્થાત્ ગુણવાનૢ જે દ્રવ્ય છે તે જ દ્રવ્યમાં આશ્રિત પદાર્થનો ભેદસંબંધ જોનાર-કહેનાર જે છે તે સદ્ભૂત વ્યવહારનય છે. જેમકે ઝીવસ્ય મતિજ્ઞાનમ્...નીવસ્ય જૈવલજ્ઞાનમ્... અહીં મતિજ્ઞાન કે કેવલજ્ઞાન જીવદ્રવ્યમાં જ આશ્રિત છે... માટે એના ભેદસંબંધને કહેનાર વ્યવહારનય એ સદ્ભૂત વ્યવહારનય છે.
=
પવિષય તે અસદ્ભૂત વ્યવહારનય છે... અર્થાત્ જીવ કરતાં ભિન્ન (= અજીવ) એ અહીં ‘પર' છે... તદ્વિષયક ભેદસંબંધ દર્શાવનાર વ્યવહારનય એ અસદ્ભૂત વ્યવહારનય છે... જેમકે ‘જીવનું શરીર’... ‘દેવદત્તનું ધન...'
આમાં પહેલો જે સદ્ભૂત વ્યવહારનય છે એના પાછા બે પ્રકાર છે.
(૧) ઉપચિરત સદ્ભૂત વ્યવહારનય : કર્મરૂપ ઉપાધિથી સહિત જે ગુણ (જેમકે મતિજ્ઞાન વગેરે), આવા સોપાધિક ગુણનો ગુણી સાથેનો ભેદ દર્શાવનાર નય એ ઉપચિરત સદ્ભૂત વ્યવહાર છે. જેમકે ઝીવસ્ય મતિજ્ઞાનમ્... અહીં ઉપાધિ એ જ ઉપચાર છે...
(૨) અનુપચિરત સદ્ભૂત વ્યવહારનય ઃ કર્મરૂપ ઉપાધિથી રહિત એવા ગુણ-ગુણીનો ભેદ દર્શાવનાર નય એ અનુપચિરત સદ્ભૂત વ્યવહાર છે. જેમ કે ઝીવસ્ય વતજ્ઞાનમ્... અહીં ઉપાધિ રહિતપણું એ જ નિરુપચારપણું જાણવું. ॥ ૧૧૧-૧૧૨-૧૧૩ |
ગાથાર્થ : અસદ્ભૂત વ્યવહારના પણ એ જ રીતે બે ભેદ છે. એમાં પ્રથમ અસંશ્લેષિતયોગે હોય છે... જેમકે ‘દેવદત્તનું ધન...' અને બીજો સંશ્લેષિતયોગે ભેદ જોનાર છે... જેમકે ‘આત્માનો દેહ.' નયચક્રગ્રન્થમાં આ નય, ઉપનય અને મૂળનય કહ્યા છે. || ૮-૬, ૭ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org