________________
ઢાળ-૮ : ગાથા-૩-૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
કર્મોપાધિ રહિત,
‘જીવ, તે કેવળજ્ઞાનાદિરૂપ છઇ' ઇમ - જે નિરુપાધિ કહિ કેવળજ્ઞાનાદિ શુદ્ધ વિષય લેઇ, આત્માનઇ અભેદ દેખાડિઇ તે શુદ્ધ-નિશ્ચયનય. મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણનઈ આત્મા કહિઇ તે અશુદ્ધનિશ્ચયનય. ॥ ૮-૨ ॥
૨૫૬
દોઈ ભેદ વ્યવહારના જી, સદ્ભૂતાસત | એક વિષય સદ્ભૂત છઇજી, પરવિષયાસદ્ભૂત રે ॥ પ્રાણી૰ ॥ ૮-૩ ॥ ઉપચરતાનુપચરિતથી રે, પહિલો દોઇ પ્રકાર । સોપાધિક ગુણ-ગુણી ભેદઇ રે, જિઅની મતિ ઉપચાર રે ॥ પ્રાણી૦ | ૮-૪ ॥ નિરુપાધિક ગુણ-ગુણિ ભેદઇ રે, અનુપચિરત સદ્ભૂત કેવળજ્ઞાનાદિક ગુણો રે, આતમના અદ્ભૂત રે ॥ પ્રાણી | ૮-૫ ॥
પ્રથમ અધ્યાત્મ : અધ્યાત્મ ભાષાએ=અધ્યાત્મની પરિભાષામાં મુખ્ય બે નય કહ્યા છે. આત્માનો જે પદાર્થો સાથે અભેદ સંભવિત હોય તે પદાર્થો સાથેનો અભેદ જોના૨-કહેનાર નય એ નિશ્ચયનય છે... અને ભેદ જોનાર-કહેનાર નય એ વ્યવહારનય છે.
આમાં નિશ્ચયનય બે પ્રકારનો છે. (૧) શુદ્ધ નિશ્ચયનય : ‘જીવ કેવલજ્ઞાનરૂપ છે’ ‘જીવ કેવલદર્શનાત્મક છે’‘જીવ અનંતવીર્યાત્મક છે’... આવું બધું કથન એ શુદ્ધ નિશ્ચયનય છે. આમાં કેવલજ્ઞાન વગેરે નિરુપાધિક ગુણો છે... અર્થાત્ કર્માત્મક ઉપાધિથી રહિત-શુદ્ધ ગુણો છે... માટે આત્માનો એની સાથે અભેદ જણાવનાર આ નય એ શુદ્ધનિશ્ચયનય છે.
(૨) અશુદ્ધ નિશ્ચયનય : ‘જીવ મતિજ્ઞાનરૂપ છે'... ‘જીવ શ્રુતજ્ઞાનરૂપ છે’... ‘જીવ ચક્ષુદર્શનરૂપ છે’... આવું બધું કથન એ અશુદ્ધ નિશ્ચયનય છે. અહીં મતિજ્ઞાન વગેરે આત્મગુણો કર્મોપાધિ સહિત છે... માટે અશુદ્ધ ગુણો છે. એનો ને આત્માનો અભેદ કહેનાર હોવાથી આ અશુદ્ધ નિશ્ચયનય છે.
હે પ્રાણી ! આગમના ભાવો પરખો... અને પરખીને (= પરીક્ષા કરીને) જે યુક્તિસંગત હોય તેનું ગ્રહણ કરો. ॥ ૧૦૯-૧૧૦ ॥
ગાથાર્થ : વ્યવહારનયના બે ભેદ છે. સદ્ભૂત વ્યવહારનય અને અસદ્ભૂત વ્યવહારનય. એકવિષય સ્વવિષય અંગેનો વ્યવહા૨ એ સદ્ભૂત વ્યવહાર અને પરિવષયક જે વ્યવહાર એ અસદ્ભૂત વ્યવહારનય છે. આમાંનો પ્રથમ સદ્ભૂત વ્યવહારનય બે પ્રકારે છે... ઉપચરિત અને અનુપચરિત. સોપાધિક ગુણ અને ગુણીનો ભેદ ઉપચાર કરનાર પ્રથમ પ્રકાર છે, જેમકે ‘જીવની મતિ'. નિરુપાધિક ગુણ-ગુણીનો ભેદ દર્શાવનાર છે બીજો અનુપચિરત સદ્ભૂત વ્યવહાર. જેમકે આત્માના (સદ્ભૂત એવા) કેવલજ્ઞાનાદિ ગુણો છે. || ૮-૩, ૪, ૫ ॥
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org