________________
૨૫૮
ઢાળ-૮ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સંશ્લેષિતયોગઈ બીજો રે, જિમ આતમનો દેહ | નય ઉપનય નયચક્રમાં રે, કહિયા મલનય એહ | પ્રાણી| ૮-૭ છે.
ટબો : અસદ્દભૂત વ્યવહારના ઈમ જ ૨ (ભેદ) છઈ - એક ઉપચરિતાસભૂત વ્યવહાર, બીજો અનુપચરિતાસભૂત વ્યવહાર. પહેલો ભેદ અસંશ્લેષિત યોગઈ કલ્પિત
વિવેચન : અભૂત.. જ્યાં ભેદસંબંધ હોય ત્યાં કથંચિત્ પણ અભેદ (તાદામ્ય = ઐક્ય) સંબંધ પણ હોવો જ જોઈએ. જે બે પદાર્થો વચ્ચે આવું ઐક્ય કોઈ રીતે સંભવિત ન હોય... એ બે વચ્ચે કહેવાતો ભેદસંબંધ પણ વાસ્તવિક હોતો નથી. માટે અસભૂત હોય છે. ઐક્ય તો એના એ જ દ્રવ્યમાં હોઈ શકે. અન્ય દ્રવ્યમાં હોઈ શકે જ નહીં. તેથી પૂર્વે કહ્યું હતું કે એક દ્રવ્યાશ્રિત હોય ત્યાં સદ્ભૂત... અને પારદ્રવ્યાશ્રિત હોય ત્યાં અસદ્ભુત. આ જ કારણ છે કે “જીવનું કેવલજ્ઞાન” એવા અનુપચરિત સદ્ભુત વ્યવહારનયની સામે “જીવ કેવલજ્ઞાનરૂપ છે એવો શુદ્ધ નિશ્ચયનય છે, અને “જીવનું મતિજ્ઞાન” એવા ઉપચરિત સબૂત વ્યવહારનયની સામે જીવ મતિજ્ઞાનરૂપ છે” એવો અશુદ્ધ નિશ્ચયનય છે. પણ એ રીતે અનુપચરિત અસબૂત વ્યવહાર (જીવનું શરીર) અને ઉપચરિત અસદ્ભુત વ્યવહાર (દેવદત્તનું ધન)... આ બંને સામે નિશ્ચયનયના કોઈ પ્રકાર નથી.. આનું કારણ સ્પષ્ટ છે કે અનુપચરિત અને ઉપચરિત સબૂત વ્યવહારનય જે કેવલજ્ઞાન અને મતિજ્ઞાનના ભેદને કહે છે, તે કેવલ મતિજ્ઞાનનો જીવ સાથે અભેદ (=ઐક્ય) સંબંધ પણ છે જ જેને શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનય જુએ છે. પણ, અનુપચરિત અને ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય જે શરીર અને ધનના ભેદસંબંધને કહે છે તે શરીર અને ધનનું જીવ-દેવદત્ત સાથે ઐક્ય છે જ નહીં. જેને નિશ્ચયનય જોઈ-કહી શકે. માટે તસંલગ્ન નિશ્ચયનયના પ્રકારો છે નહીં.
શંકા - દેવદત્તનું ધન' વગેરેમાં ભેદસંબંધ પણ જો વાસ્તવિક નથી, તો એને જોનાર આ દૃષ્ટિકોણને દુર્નય જ ન કહેવો જોઈએ?
સમાધાન - વિષયભૂત પદાર્થ વાસ્તવિક (પારમાર્થિક) છે કે અવાસ્તવિક એ સુનયદુર્નયપણામાં નિયામક નથી. પણ, ઇતરાંશનો અપલાપ ન હોવો-હોવો એ જ એમાં નિયામક છે. પ્રસ્તુત માં વિષય અપારમાર્થિક છે માટે એને અસદ્ભૂત કહેલ જ છે, પછી એ કારણે એને દુર્નય ન કહી દેવાય. અથવા, શ્રીદેવસેનાચાર્યની હાલ આ અધ્યાત્મનયની પ્રરૂપણા ચાલે છે. એમાં જેનાથી આત્મોત્થાન થાય એ અધ્યાત્મનય સભૂત-વાસ્તવિક છે. જે એમાં પ્રતિબંધક બને એ અસભૂત છે.. “મારું શરીર....” “મારું ધન” વગેરે બુદ્ધિ આત્મોત્થાનમાં પ્રતિબંધક હોવી સ્પષ્ટ છે, માટે એને અસભૂતવ્યવહારનય કહેલ છે... આમ પણ વિચારી શકાય છે.
એટલે નિશ્ચિત થયું કે અસભૂત વ્યવહારનય દ્વારા જીવનમાં જે શરીર-ધન વગેરે ભાસે છે તે વાસ્તવિક રીતે જીવના છે નહીં. એ માત્ર ઉપચારથી જીવના કહેવાય છે. આ વાતને જો જીવ આત્મસાત્ કરે તો શરીર પરના મમત્વ પર ઘા પડ્યા વિના રહે નહીં. દેહાત્મભેદજ્ઞાન સરળ બન્યા વિના રહે નહીં. અને તેથી શરીર પરની મમતાના કારણે જે સુખશીલતા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org