________________
૨૫૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૭
સંબંધઇ હોઇ, જિમ “દેવદત્તનું ધન” ઇહાં ધન દેવદત્તનઇ સંબંધ સ્વસ્વામિભાવરૂપ કલ્પિત છઇ, તે માટિં ઉપચાર. દેવદત્ત નઇ ધન એક દ્રવ્ય નહીં, તે માટિં અસદ્ભૂત. એમ ભાવના કરવી. ॥ ૮-૬ ||
બીજો ભેદ - સંશ્લેષિતયોગઇ - કર્મજ સંબંધઇ જાણવો. જિમ “આત્માનું શરીર” આત્મા-દેહનો સંબંધ ધનસંબંધની પરિ કલ્પિત નથી. વિપરીત ભાવનાઇ નિવર્તઇ નહીં. કષ્ટભીરુતા-રોગપ્રતિકાર આદિની લાગણીઓ નિર્માણ થયેલી છે ને એ લાગણીવશાત્ જાતજાતના સંક્લેશ-આર્તધ્યાન તથા પાપ સાહજિક બની ગયા છે... આ બધાથી પરામ્મુખ બની શરીરને સાધનામાર્ગે જોડવું... પરાયા શરીર દ્વારા પણ આત્મકમાણી કરી લેવી... આ બધું શક્ય બનવા માંડે છે. આવું જ ધન પરની ગાઢ મૂર્છા-તજન્ય સંક્લેશો- માનવ હત્યા સુધીના પાપો-સગા બાપ-ભાઈઓ વગેરે સાથેના પણ ભયંકર યાવજ્જીવ અને ભવાંતરમાં પણ સાથે ચાલે એવા વૈરસંબંધો - આવું બધું દુનિયામાં દૃષ્ટિગોચર થાય છે... તેનાથી પણ પર રહેવું અને સંતોષને પરમ સુખ માનવું... ધનલોભ ઘટાડીને ધન દ્વારા પણ સુકૃતો કરી આત્મકમાણી સાધી લેવી... સાધક માટે શક્ય બનતું જાય છે. માટે, ‘મારું શરીર', ‘મારું ધન’, ‘મારું ઘર' વગેરે જે મમત્વ બુદ્ધિઓ અનાદિકાલીન છે... તે બધી ‘અસદ્ભૂત વ્યવહાર છે' આ વાતને વારંવાર ઘુંટવી જોઈએ અને આ બુદ્ધિઓનો ભોગ આપીને મારું જ્ઞાન-મારું દર્શન-મારું ચારિત્ર-મારો તપ-મારી ક્ષમા... આવી બધી સદ્ભૂત વ્યવહાર માન્ય બુદ્ધિઓને પ્રાધાન્ય આપી એ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. મારું શરીર-ધન વગેરે બધું તો અસદ્ભુત છે-પરાયું છે... મારું સમ્યજ્ઞાન વગેરે તો સદ્ભુત છે-મારાં છે... પરાયાના ભોગે મારાનું સમર્થન-પોષણ થતું હોય તો એના જેવું રૂડું શું?” આવી બધી બુદ્ધિ ઉક્ત પ્રયત્ન કરાવે જ... અસ્તુ...
આ અસદ્ભૂત વ્યવહારનયના પણ ઇમ જ=એમ જ=સદ્ભૂત વ્યવહારનયના જેમ ઉપચિરત અને અનુપચિરત એમ બે ભેદ છે એમ જ ઉપચિરત-અનુપચિરત બે ભેદ છે.
(૧) ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર... જ્યાં અસંશ્લેષિતયોગે કલ્પિત ભેદસંબંધ હોય ત્યાં આ પ્રથમ ભેદ જાણવો. જેમકે ‘દેવદત્તનું ધન' આવો વાક્યપ્રયોગ. આમાં ધન અને દેવદત્ત વચ્ચે જે સ્વ-સ્વામિભાવ સંબંધ છે તે કલ્પિત છે. તેથી અહીં ઉપચાર છે... વળી દેવદત્ત અને ધન એ બે કાંઈ એક દ્રવ્ય નથી... અલગ-અલગ દ્રવ્ય છે... માટે અસદ્ભૂત છે... અને ભેદને જોવામાં - કહેવામાં આવી રહ્યો છે... માટે વ્યવહારનય છે... આ રીતે આ ઉપચરત અસદ્ભૂત વ્યવહારનય છે એની ભાવના કરવી.
(૨) અનુપચિરત અસદ્ભૂત વ્યવહારનય... જ્યાં સંશ્લેષિતયોગે કર્મજ=કર્મજન્ય સંબંધ હોય છે ત્યાં આ બીજો ભેદ જાણવો. જેમકે ‘આત્માનું શરીર’... આત્મા અને દેહનો સંબંધ ધનના સંબંધની જેમ કલ્પિત નથી. અને તેથી વિપરીત ભાવનાથી નિવર્તતો નથી=સંબંધ દૂર થઈ જતો નથી. યાવજ્જીવ રહે છે. તેથી કલ્પિત ન હોવાથી અનુપરિત છે... અને આત્મા તો આત્મદ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org