________________
૨૬૦
ઢાળ-૮ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છે જ્યારે શરીર એ પુદ્ગલદ્રવ્ય છે. માટે ભિન્ન વિષય હોવાથી=જુદા-જુદા દ્રવ્યાત્મક સંબંધીઓ વચ્ચેના સંબંધરૂપ હોવાથી અસદ્ભૂત છે.
પ્રશ્ન : આમાં સંશ્લેષિતયોગ. અસંશ્લેષિતયોગ... કલ્પિતસંબંધ.... અકલ્પિતસંબંધ.. આ બધું શું છે ? કંઈ સ્પષ્ટીકરણ નથી ?
ઉત્તર : નયચક્ર અને દ્રવ્યગુણપર્યાયનો રાસ... આ બેમાંથી તો આટલું સ્પષ્ટીકરણ મળે છે.. પણ “સંશ્લેષિત યોગ’ શબ્દનો અને બે દૃષ્ટાન્તનો વિચાર કરીએ તો એવું જણાય છે કે
સંશ્લેષિતયોગ = સંશ્લેષવાળો સંબંધ....
આમાં સંશ્લેષ એટલે આશ્લેષ-ભેટવું-ચોંટવું... એટલે આવો અર્થ મળે છે કે જ્યાં બન્ને સંબંધીઓ પરસ્પર ભેટીને-અડીને રહ્યા હોય એવા સંબંધીઓ વચ્ચેનો સંબંધ એ સંશ્લેષવાળો સંબંધ હોવાથી સંશ્લેષિત યોગ છે... એટલે આવા સંબંધથી જોડાયેલા સંબંધીઓ સર્વત્ર એકત્ર જ હોય છે... અર્થાત્ એક સંબંધી (આત્મા) અમદાવાદમાં હોય અને બીજો સંબંધી (શરીર) સુરતમાં હોય... આવું આમાં સંભવતું નથી. એક સંબંધી સ્થાનાંતર કરે તો બીજા સંબંધીનું પણ સંબંધવશાત્ સ્થાનાંતર થઈ જ જાય અને નહીંતર સંબંધ ખતમ થઈ જાય..
અસંશ્લેષિતયોગ જ્યાં હોય છે ત્યાં આવું હોતું નથી. અર્થાત્ બે સંબંધીઓ પરસ્પર અડીને રહેવા જોઈએ એવું આવશ્યક નથી... એટલે જ એક સંબંધી (દેવદત્ત) બહાર હોય ને બીજો સંબંધી (ધન) તિજોરીમાં કે બેંકમાં હોય એવું સંભવિત છે... અરે ! સેંકડો યોજન દૂર હોય એવું પણ સંભવે છે ને છતાં સંબંધ અક્ષતપણે જળવાઈ શકે છે..
સંશ્લેષિતયોગ અને અસંશ્લેષિતયોગની આવી જે વાસ્તવિકતા છે એનાથી જણાય છે કે સંશ્લેષિતયોગ સ્થળે એક સંબંધીને જુઓ એટલે સામાન્યથી બીજો સંબંધી અને સંબંધ પણ દેખાઈ જ જાય છે. (જેમકે કવર પર ગુંદરથી ચોંટાડેલી ટિકિટ... અલબત્ ભૂતલ પર રહેલા ઘડા માટે પણ આવું જ છે. પણ ત્યાં ચોંટાડનાર પદાર્થ ન હોવાથી એને શ્લેષિત યોગ કહી શકાય.... અને જયાં ગુંદર જેવી ચોંટાડનારી ચીજ દ્વારા સંબંધ થયો હોય ત્યાં સભ્યશ્લેષ = સંશ્લેષ... અને તેથી સંશ્લેષિત યોગ એમ કહી શકાય.)
પ્રશ્ન : જીવ અને શરીર વચ્ચે પણ સંશ્લેષિતયોગ કહેલો છે. ત્યાં ચોંટાડનાર તત્ત્વ (adhesive agent) કયું છે ?
ઉત્તર : કમ્મપયડી સંગ્રહણી ગ્રન્થમાં પ્રારંભે બંધનકરણમાં સ્નેહપ્રરૂપણા આવે છે. એમાં જે પ્રયોગ પ્રત્યય સ્પર્ધક પ્રરૂપણા છે, એના વિષયભૂત સ્નેહ એ આ ચોંટાડનાર તત્ત્વ છે.. આશય એ છે કે જીવ જ્યારે શરીર પુદ્ગલોને ગ્રહણ કરે છે, ત્યારનો જીવના વીર્યના = યોગના = પ્રયોગના પ્રભાવે આ ગૃહ્યમાણ પુદ્ગલોમાં એક ચોક્કસ પ્રકારનો સ્નેહ = સ્નિગ્ધતા = ચીકાશ પેદા થાય છે. આ સ્નેહ એ પુદ્ગલોને આત્મપ્રદેશો સાથે એકમેક જેવો સંબંધ કરી આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org