________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા છ
૨૬૧
યાવજ્જીવ રહઇ, તે માટેિં અનુપચરિત. અનઇ ભિન્ન વિષય, માટઇ અસદ્ભૂત જાણવો.
એ નય ઉપનય દિગંબર દેવસેનકૃત નયચક્રમાંહિં કહીયા છઇ, ૨ મૂલનય સહિત. II૮-૭।।
અલબત્ જીવ જે પુદ્ગલોને ગ્રહણ કરે છે એમાં જ આવો સ્નેહ પેદા થાય છે... અને એ ગ્રહણ થવામાં ઔદારિકશરીર નામકર્મ વગેરે કર્મ ભાગ ભજવે છે... માટે આ સંબંધનો સ્થૂળ ભાષામાં બધાને સમજાય એ માટે ગ્રન્થકારે ‘કર્મજન્ય’ તરીકે ઉલ્લેખ કર્યો છે.
એટલે નક્કી થયું કે સંશ્લેષિતયોગમાં જો બન્ને સંબંધીની પરખ હોય તો એક સંબંધીને જોવા પર બીજો સંબંધી-સંબંધ... બધું જ જણાઈ જ જાય છે... પછી એ સંબંધની કલ્પના કરવાની રહેતી નથી... પણ આવું અસંશ્લેષિતયોગમાં નથી... કારણ કે બન્ને સંબંધી અલગ-અલગ સ્થળમાં રહ્યા હોય એ પણ સંભવિત હોવાથી એક સંબંધીને જોવા માત્રથી કે ક્યારેક પોતાના દૃષ્ટિક્ષેત્રમાં અળગાઅળગા રહેલા બન્ને સંબંધીને જોવા માત્રથી પણ સંબંધ કાંઈ જણાઈ જતો નથી... માટે એની તો કલ્પના કરવાની રહે છે. એટલે એ સંબંધને કલ્પિત કહેવાય છે. વળી કલ્પિત = કલ્પના વિષય છે... એટલે કે મુખ્યતયા માનસિક છે. એટલે જ વિપરીત ભાવનાથી દૂર થઈ શકે છે... એટલે કે ધન ઊભું રહેવા છતાં (અને વ્યવહારમાં દેવદત્તનું જ કહેવાતું હોવા છતાં) ‘આ ધન-ધાન્ય-ઘર... વગેરે કશું મારું નથી...' વગેરે ભાવનાઓ દ્વારા મમત્વ સંબંધને છોડી શકાય છે અને તેથી ખરેખર ધન ચાલ્યું જાય તો પણ દેવદત્તને એની કોઈ જ અસર ન થાય એ સંભવિત બને છે...
પણ આવું સંશ્લેષિત યોગ માટે સંભવિત નથી... ટીકીટને કવર પરથી ઉખાડવા જાવ... એટલે કવરનો કાગળ પણ ફાટવા વગેરેની અસર અનુભવે જ. શરીરમાંથી પ્રાણ (આત્મા) જાય ત્યારે મૃત્યુની અપાર વેદના જીવને થાય જ.
શંકા : જે સાધકે વિપરીત ભાવના દ્વારા શરીર પરનું મમત્વ પણ ઊઠાવી લીધું છે એને શરીર ત્યાગ અવસરે પણ અપાર સમાધિ જ હોય છે, એનું શું ?
સમાધાન : એ સાધકે મમત્વરૂપ માનસિક સંબંધ ઊઠાવી લીધો છે, તેથી એને માનસિક એવી અસમાધિ નથી થતી... પણ મૃત્યુની વેદના તો હોય જ છે... એનાથી એ બચી શકતો નથી. એટલે આના પરથી માર્ગદર્શન મળે છે કે ઉપચિરત અસદ્ભૂત વ્યવહારથી જે જે શરીર ધન વગેરે સાથેનો પોતાનો મમત્વ સંબંધ ભાસતો હોય એને સાધકે વિપરીત ભાવના વડે દૂર કરવો જોઈએ... જેથી કર્મવશાત્ એમાં કાંઈપણ ફેરફાર થાય તો પણ સમાધિ અખંડ રહી શકે.
–
શ્રી જ્ઞાનસારઅષ્ટકમાં ર્મ નીવં ચ સંન્તિભ્રં સર્વવા ક્ષીરનીરવત્... આમ જે કહ્યું છે એનાથી આવો પણ ભેદ મળે છે કે- ક્ષીરનીરની જેમ એકમેક સંબંધ હોય તે સંશ્લેષિતયોગ, ને જેનો અવો એકમેક સંબંધ નથી એ અસંશ્લેષિતયોગ. તેથી જીવનું શરીર... આમાં સંશ્લેષિતયોગ છે અને જીવનું ધન આમાં અસંશ્લેષિતયોગ છે.
એ નય ઉપનય... આ નવ નયો, ત્રણ ઉપનયો તથા બે મૂળ અધ્યાત્મનયો... આ બધાનું નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org