________________
૨૬ ૨
ઢાળ-૮ : ગાથા-૮-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિષયભેદ યદ્યપિ નહી રે, ઇહાં અહ્મારઈ સ્કૂલ / ઉલટી પરિભાષા ઇસી રે, તો પણિ દાઝઈ મૂલ રે | પ્રાણીI ૮-૮ | તત્ત્વારથિ નય સાત છો જી, આદેશાંતર પંચ | અંતરભાવિત ઉદ્ધરી રે, નવનો કિસ્યો એ પ્રપંચ રે / પ્રાણી ૮-૯ .
ટબો : ઇહાં, અહ્મારઈ = શ્વેતાંબરનઈ પૂલ કહેતાં મોટો વિષયભેદ કહતાં અર્થનો ફેર નથી. તો પણિ-મૂલ કહતાં-પ્રથમથી ઉલટી = વિપરીત પરિભાષા = શૈલી કરી તે દાઝઈ છઈ = ખેદ કરછે છઈ.
यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसं तु दृष्टवा, तथापि परिखिद्यते चेतः, इति वचनात् ॥ ८-८ ॥
દિગંબર આચાર્ય શ્રીદેવસેને નયચક્ર નામના ગ્રંથમાં તથા (આલાપ પદ્ધતિમાં) કરેલું છે. ૧૧૫ //
ગાથાર્થ : જો કે આ બાબતમાં અમારે મોટો કોઈ વિષયભેદ છે નહીં. છતાં પણ મૂળ પરિભાષાથી આવી ઊલટી પરિભાષા દાઝે છે. તત્ત્વાર્થસૂત્રમાં નય સાત કહ્યા છે. આદેશાંતરથી પાંચ નય કહ્યાં છે. સાતમાં અંતર્ભાવ કરેલા બે નયને ઉદ્ધરીને = અલગા કરીને નવ નય કહેવા.... આ શો પ્રપંચ છે ? ૮-૮, ૯ ||
વિવેચન : દિગંબરાચાર્ય શ્રીદેવસેનકૃત નય-ઉપનય વગેરે દર્શાવીને હવે ગ્રન્થકાર એ નિરૂપણની પરીક્ષા કરવા ચાહે છે. એટલે એની વિચારણા હવેની ગાથાથી શરૂ થાય છે. ઈહાં અહ્મારો... ઇહાં = નવ નય વગેરેની આ દિગંબરીય પ્રરૂપણામાં જો કે અમારે = શ્વેતાંબરોને સ્થૂલ = મોટો વિષયભેદ = અર્થભેદ = અર્થફેર નથી. અર્થાત્ મોટાભાગના આ બધા અર્થો અમને માન્ય જ છે... અમે કાંઈ એમનાથી અલગ પ્રકારનો અર્થ માનતા નથી. (ગ્રન્થકારે પરીક્ષા કરવાનું કહ્યું છે... પરીક્ષા કરવાનો અર્થ એવો નથી કે બધું અસત્ય જ ઠેરવવું.. પણ એવો છે કે સત્યાંશ કેટલો અને અસત્યાંશ કેટલો એનો નિર્ણય કરવો. એમાં અમારે સ્કૂલ વિષયભેદ નથી, એમ કહેવા દ્વારા ગ્રન્થકારે ઘણુંખરું નિરૂપણ તો સત્યાંશ જ છે.. એ જણાવી દીધું... હવે અસત્યાંશ શું છે ? એ દર્શાવવા આગળ કહે છે -)
તો પણિ : તો પણ મૂલ=પ્રથમથી=પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરાથી પહેલેથી જે પરિભાષા-શૈલી ચાલી આવે છે એના કરતાં ઉલટી=વિપરીત પરિભાષા-શૈલી દેવસેનાચાર્ય જે અપનાવી છે તે દાઝે છેઃખેદ કરે છે અમને ખેદ ઉપજાવે છે.
શંકા ? એમણે એમના દિગંબર સંપ્રદાયમાં નવી શૈલી અપનાવી તો ભલે ને અપનાવી.... એમાં તમને શું તકલીફ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org