SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૮-૯ ૨૬૩ તે બોટિકની (દિગંબરોની) ઉલટી પરિભાષા દેખાડિઈ છઈ - તત્વાર્થ સૂત્રો ૭ નય કહિયા છઇ. અનઈ આદેશાંતરે કહેતાં મતાંતરે, તેહથી ૫ નય કહિયા છઈ. “સત મૂન , પ રૂત્યાન્તરમ” એ સૂત્રઈ, સાંપ્રત સમભિરૂઢ એવંભૂત એ ૩ નઈ “શબ્દ” એક નામ સંગ્રહઈ, તિવારો પ્રથમ ચાર સાથિ પાંચ, ગત વ ઈકેકના ૧૦૦ ભેદ હુઈ છઇ, તિહાં પણ ૭૦૦ તથા ૫00 ભેદ ઇમ-૨ મત કહિયા છઇ. यथोक्तमावश्यके - इक्किक्को य सयविहो, सत्त सया णया हवंति एमेव ।। વિદુ માણસો; પંત સયા થા તુ | ૨ વિ. મા. મ. રર૬૪ | સમાધાન : યદ્યપિ ને... બીજાના દ્રાક્ષામંડપમાં ઘૂસીને ગધેડો એ બીજાની દ્રાક્ષ ખાઈ રહ્યો હોય તો જોનારને તો કશું નુકશાન નથી... છતાં પણ અસમંજસ આ અનુચિત થઈ રહ્યું છે એવું જોઈને એનું ચિત્ત તો પરિખેદ પામે જ છે... આવા નીતિશાસ્ત્રના વચનના અનુસાર, દિગંબરે સ્વસંપ્રદાયમાં જે કરવું હોય તે કરે. એમાં અમારે શું લાગે વળગે ? છતાં આ ઘણું અનુચિત જોઈને અમારું મન પણ ખેદ પામે છે. તે બોટિકની.. તે બોટિકની–દિગંબરોની ઉલટી પરિભાષા શું છે ? એ હવે દેખાડે છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજ નિર્મિત શ્રી તત્ત્વાર્થસૂત્ર શ્વેતાંબર અને દિગંબર બન્નેને માન્ય છે. આ તત્ત્વાર્થસૂત્રમાં ૭ ના કહ્યા છે.. આદેશાંતરે મતાંતરે, તેહથી=૭ નયને જણાવનાર મતથી અલગ પડતાં મતના અનુસારે ૫ નય કહ્યા છે. જુઓ આ સૂત્ર – સપ્તમૂનનયા:, પન્ન રૂત્યશાસ્તર... ૭ નયના પાંચ નય શી રીતે થઈ જાય ? આ રીતે - નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત આમ કુલ સાત મૂળ નયો છે... આમાંથી સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત આ ત્રણ છેલ્લા જે નયો છે એ બધાનો એક નયમાં જ સમાવેશ કરીને “શબ્દનય’ એમ એક નય જ કહેવામાં આવે તો પ્રથમના નૈગમ વગેરે ૪ + આ એક શબ્દનય... એમ કુલ પાંચ નય થાય છે. સાત નયોનો આ રીતે પાંચ નયમાં અંતર્ભાવ કરવો એ પૂર્વાચાર્યોને પણ માન્ય છે જ. એટલે જ, એક-એક મૂળનયના જે ૧૦૦-૧૦૦ અવાંતરભેદ થતા હોવાથી ૭ નયના ૭૦૦ નય થાય છે. આ ૭૦૦ નયની જ્યાં વાત કહી છે ત્યાં મતાંતરે પ00 નયની વાત પણ ભેગી કરી છે. જેમકે શ્રી આવશ્યકમાં કહ્યું છે કે “એક-એક નય 100 પ્રકારનો છે. આ રીતે સાતે નય જાણવા... અર્થાત્ ૭ નયના ૭૦૦ ભેદ જાણવા. એક બીજો પણ આદેશ-મતાંતર છે. એ મુજબ ૫OO નય થાય છે.” અહીં ૧૦૦-૧૦૦ ભેદ ગુણીને મતાંતરે પ00 નભેદ કહ્યા છે, એ જણાવે છે કે આ શાસ્ત્રકારને પણ મૂળ ૭ નય... ને મતાંતરે પાંચ નય માન્ય છે. જો આ રીતે ૯ નય પણ માન્ય હોત તો શાસ્ત્રોમાં ૯૦૦ પેટાનયની વાત પણ ક્યાંક કહી હોત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy