SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઢાળ-૮ : ગાથા-૧૦-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એહવી શાસ્ત્રરીતિ છોડી, અંતરભાવિત-સાતમાંહિ ભૂલ્યા, જે - દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, તે ઉદ્ધરી-અલગ કાઢી, નવ નય કહીયા, તે સ્યો પ્રપંચ ? ચતુર મનુષ્ય વિચારી જોઓ. ૮-૯ પજયસ્થ દ્રવ્યારથો રે, જો તુઢ્ય અલગા દિટ્ટ | અપ્રિય ણપ્રિય ભેદથી રે, કિમ ઈગ્યાર ન ઇટ્ટ રે પ્રાણી // ૮-૧૦ સંગ્રહ વ્યવહારાદિકઈ રે, જો તુક્ષ્મ ભેલો તેહ | આદિ અંત નય થોકમાં જી, કિમ નવિ ભેલો એહ રે | પ્રાણીઓ / ૮-૧૧ ટો ઇમ છે કરતાં-પર્યાયાર્થ દ્રવ્યર્થ નય, જો તુઓ અલગા દીઠા, અનઈ ૯ નય કહિયા, તો અર્પિત અનર્પિત નય અલગા કરીનઈ ૧૧ નય કિમ ન વાંચ્યા ? || ૮-૧૦|| હિવઈ, ઈમ કહસ્યો જે - “મર્પિતાનસિક” ઈત્યાદિ તત્વાર્થ સૂત્રાદિકમાંહિ, જે અર્પિત-અનર્પિતનય કહિયા છ0-તે અર્પિત કહતાં-વિશેષ કહિછે, અનર્પિત કહતાં - સામાન્ય કહિછે, અનર્પિત સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિત વ્યવહારાદિક વિશેષનયમાંહિ ભિલઈ, તો આદિઅંત કહેતા પહિલા-પાછિલા નયના થોકડાંમાંહિ એહ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનય કિમ નથી ભેલતાં ? જિમ-સાત જ મૂલ-નય કહવાઈ છઈ, તે વચન સુબદ્ધ રહઈ. || ૮-૧૧ || એવી શાસ્ત્રરીતિ. પૂર્વશાસ્ત્રકારોની આવી શાસ્ત્રરીતિને છોડી દઈને બે નયને અલગ કરવા એ શું પ્રપંચ છે ? આશય એ છે કે પૂર્વાચાર્યોએ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને નૈગમ વગેરે ૭ વયમાં જ અંતર્ભાવિત કરીને અલગ ર્યા નથી. તો શ્રી દેવસેનાચાર્ય પણ આ જ રીતને અનુસરવી જરૂરી હતી. એના બદલે આ બે નયોને અલગ પાડીને ૯ નો કહેવા એ કેવો પ્રપંચ ? ચતુર મનુષ્યોએ આ વિચાર કરવા જેવો છે... અન્યથા વળી બીજા કોઈ નવા ગ્રન્થકાર નવી જ રીતે નિયવિભાજન કરે.. પછી નય અંગે એકસૂત્રતા જેવું કશું રહે જ નહીં.. માટે આવી નવી પ્રણાલિકા ઊભી કરવી એ ઇચ્છનીય નથી... | ૧૧૬-૧૧૭ | ગાથાર્થ : પર્યાયાર્થ અને દ્રવ્યર્થ જો તમે અલગ દેખો છો તો એ રીતે અર્પિત અને અનર્પિત નયને અલગા ભેદ કરીને અગ્યાર નય કેમ માનતા નથી ? જો આ બે નયને સંગ્રહવ્યવહાર આદિ નયમાં ભેળવી દો છો તો એહ = દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને આદિનય સમૂહમાં અને અંતિમ નય સમૂહમાં કેમ ભેળવતા નથી ? || ૮-૧૦, ૧૧ || વિવેચનઃ જો પૂર્વાચાર્યોની પરંપરાને અનુસરવાનું ન હોય અને જે કાંઈ અન્તર્ભાવ બહિર્ભાવ થઈ શકતા હોય એ કરવાના હોય.. તો ગ્રન્થકાર દિગંબરાચાર્યને નવી આપત્તિ દર્શાવે છે ઇમઈ કરતાં... પર્યાયાર્થ અને દ્રવ્યર્થ નયને સાત નય કરતાં અલગ જોઈને જો તમે ૯ નય કહો છો તો એ રીતે અર્પિતનય અને અનર્પિતનયને પણ અલગા કરીને ૧૧ નય કેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy