________________
૨૬૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ પજ્જવનય તિઅ અંતિમા રે, પ્રથમ દ્રવ્યનય ચાર | જિનભદ્રાદિક ભાસિઆ રે, મહાભાષ્ય સુવિચાર રે / પ્રાણી | ૮-૧૨ સિદ્ધસેન મુખ ઇમ કહઈ રે, પ્રથમ દ્રવ્યનય તીન / તસ ઋજુસૂત્ર ન સંભવઈ રે, દ્રવ્યાવશ્યક લીન રે // પ્રાણી || ૮-૧૩ //
ટબો : ૭ નયમબે, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ભૂલ્યાની આચાર્યમત પ્રક્રિયા દેખાડઈ છઈ - અંતિમા કહેતાં છેલ્લા જે ૩ ભેદ શબ્દ-સમભિરૂઢ-એવંભૂત રૂપ તે પર્યાયનય કહિછે. પ્રથમ
નથી કહેતાં ? કારણ કે શ્રીતત્ત્વાર્થ સૂત્રમાં અર્પિતાનતિસિદ્ધ સૂત્ર દ્વારા એ બે નય પણ કહ્યા તો છે જ.
હિવઈ, ઈમ કહસ્યો.. દિગંબર : શ્રી તત્ત્વાર્થસૂત્રમાં ર્ષિતાનતિસિદ્ધ સૂત્રમાં અર્પિતઅનર્મિતનય જે કહ્યા છે તેમાં અર્પિત = વિશેષ અને અનર્પિત = સામાન્ય. એવો અર્થ છે. એટલે અનર્મિતનયનો સંગ્રહમાં અંતર્ભાવ છે અને અર્પિતનયનો વિશેષ માનનારા વ્યવહાર વગેરે નયમાં અન્તર્ભાવ છે. એટલે આમ, અન્યાચનયમાં અન્તર્ભાવ થઈ જતો હોવાથી એ બેને અમે અલગ પાડતા નથી. (કોઈપણ પદાર્થ જેમ દ્રવ્ય-પર્યાયાત્મક છે એમ સામાન્ય-વિશેષાત્મક છે... એમાંથી વિશેષને જ્યારે ગૌણ કરવામાં આવે છે - અનર્પિત કરવામાં આવે છે ત્યારે પદાર્થ માત્ર સામાન્યરૂપે ભાસે છે. એટલે પદાર્થને સામાન્યરૂપે જોનાર નયને અનર્મિતનય કહેવાય છે અને વિશેષની જયારે અર્પણ કરવામાં આવે છે ત્યારે પદાર્થ વિશેષમય ભાસે છે. માટે અર્પિતનય પદાર્થને વિશેષરૂપે દેખે છે.)
શ્વેતાંબર (ગ્રન્થકાર) : અર્પિત-અનર્પિતનયનો આ રીતે સંગ્રહ-વ્યવહારાદિમાં અન્તર્ભાવ થઈ જતો હોવાથી જો એને અલગ-સ્વતંત્ર નયપ્રકારરૂપે કહેતાં નથી તો એ રીતે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો પણ સાત નયમાંના પ્રથમ નયસમૂહ અને અંતિમ નય સમૂહમાં સમાવેશ થઈ જ જાય છે, તો એ બેને પણ એમાં કેમ ભેળવી દેતા નથી ? એ બેને પણ અલગ પાડવાની શી જરૂર છે ? માટે, એ બેનો પણ એ રીતે સાત નયમાં જ અન્તર્ભાવ કરી દેવો જોઈએ જેથી સાત જ મૂળનય કહેવાની પૂર્વાચાર્યોની જે પ્રણાલિકા છે-તે સુબદ્ધ રહે = તૂટી ન જાય અને ઉપરથી પુષ્ટ થાય. | ૧૧૮-૧૧૯ |
ગાથાર્થ : પર્યાયના અંતિમ ત્રણ નયમાં અને દ્રવ્યનય પ્રથમ ચાર નયમાં સમાવેશ પામી જાય છે એવો સુવિચાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરેએ મહાભાષ્યમાં = શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યો છે. જ્યારે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે એમ કહે છે કે દ્રવ્યનય પ્રથમ ત્રણ નયામાં સમાવેશ પામે છે. એમના મતે ઋજુસૂત્રનય (ચોથો હોવાથી પર્યાયાર્થિકરૂપ બની જતો હોવાના કારણે) દ્રવ્યાવશ્યકને માને એ સંભવતું નથી. / ૮-૧૨, ૧૩ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org