SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૪ નય-નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર લક્ષણ, તે દ્રવ્યાર્થિકનય કહિઇ, ઈમ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સિદ્ધાન્તવાદી આચાર્ય કહો છો. મહાભાષ્ય કહતાં વિશેષાવશ્યક, તે મધ્ય નિર્ધારd. | ૮-૧૨ હિવઈ, સિદ્ધસેનદિવાકર-મલવાદી પ્રમુખ તર્કવાદી આચાર્ય ઇમ કહો છો જે પ્રથમ ૩ નય ૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર લક્ષણ, તે દ્રવ્યનય કહિછે. ઋજુસૂત્ર ૧, શબ્દ ૨, સમભિરૂઢ ૩, એવંભૂત ૪ એ ૪ નય પર્યાયાર્થિક કહિઈ. द्रव्यार्थिकमते सर्वे, पर्यायाः खलु कल्पिताः । तेष्वन्वयि च सद् द्रव्यं, कुण्डलादिषु हेमवत् ।। १ ।। વિવેચન : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય આદિમ અને અંતિમ નય સમૂહમાં ભળી જાય છે એવું ગ્રન્થકારે પૂર્વગાથાઓમાં કહેલું. એ કઈ રીતે ભળે છે ? એ અંગે શ્વેતાંબર પરંપરામાં બે મત પ્રવર્તે છે, એટલે આ બે ગાથામાં ગ્રન્થકાર એ બન્ને રીતના સમાવેશને સમજાવે છે - ૭ નય મળે... દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય કઈ રીતે ૭ નયમાં ભળે છે એ અંગે આચાર્ય = પૂર્વાચાર્યોની મત પ્રક્રિયા દેખાડવામાં આવે છે. અંતિમ = છેલ્લા ૭ નયમાંના છેલ્લા જે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નયો છે તેને પર્યાયનય કહીએ.... અર્થાત્ પર્યાયનયનો એ ત્રણમાં અંતર્ભાવ છે. અને પ્રથમ ૪ નય = નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર આ ચાર નયને દ્રવ્યાર્થિકનય કહીએ... અર્થાત્ દ્રવ્યાર્થિકનો આ ચારમાં અન્તર્ભાવ છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, વિશેષણવતિ વગેરે ગ્રન્થોના રચયિતા અને સિદ્ધાન્તવાદી તરીકે પ્રસિદ્ધ એવા શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણે આ વાતનો નિશ્ચય મહાભાષ્યમાં = વિશેષાવશ્યક ભાષ્યમાં આપેલો છે. - હિવઈ... શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ, શ્રીમલ્લવાદીજી વગેરે તર્કવાદી આચાર્યભગવંતો શ્રી સમ્મતિતર્ક પ્રકરણ વગેરેમાં આ રીતે અન્તર્ભાવ કરી દેખાડે છે કે જે પ્રથમ ત્રણ - નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય છે તે દ્રવ્યાર્થિકનય છે. અને છેલ્લા ચાર - જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય છે એ પર્યાયાર્થિક નય છે. આ તર્કવાદીઓનો આશય એવો છે કે – દ્રવ્યાર્થિક નયમતે બધા પર્યાયો ખરેખર કલ્પિત છે = કાલ્પનિક છે. આ કલ્પના કરાયેલા પર્યાયોમાં અન્વય પામનાર દ્રવ્ય જે હોય છે તે જ વાસ્તવિક સંપદાર્થ છે જેમકે કુંડલ-કેયુર વગેરેમાં અન્વયે પામનાર સુવર્ણ. પર્યાયાર્થમતે પર્યાયો જ વાસ્તવિક છે. પર્યાયથી પૃથર્ = ભિન્ન કોઈ દ્રવ્ય છે નહીં. (પર્યાયોને જ માનવાના.. ને દ્રવ્યને નહીં માનવાનું આવું શા માટે ? એટલા માટે કે જે અર્થક્રિયાકારી હોય છે એ જ સત્ હોય છે... જે અર્થક્રિયાકારી નથી હોતું તે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy