________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩
पर्यायार्थमते द्रव्यं, पर्यायेभ्योऽस्ति नो पृथक् ।
યન્ને થયિા તૂટ્ટા, નિત્યં ત્રોપમુખ્યતે ।। ૨ ।।
इति द्रव्यार्थपर्यायार्थनयलक्षणात् अतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं
मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ? इत्येतेषामाशयः ।
શશશૃંગની જેમ અસત્ હોય છે... અને) અર્થ ક્રિયા તો તૈઃ પર્યાયોથી જ થતી દેખાય છે... નિત્ય (= દ્રવ્ય) તો ક્યાં ઉપયોગી હોય છે ? અર્થાત્ એનાથી કોઈ અર્થક્રિયા થતી દેખાતી નથી, માટે એ સત્ નથી. (દ્રવ્યાર્થિકનય, આવાવને ત્ર યનાસ્તિ વર્તમાનેઽપ તત્તથા ન્યાયને અનુસરીને કહે છે કે ધારોકે સોનાના કડામાંથી કુંડલ બનાવ્યા... ને પછી કાળાન્તરે કુંડલમાંથી કેયુર બનાવ્યા... તો આદૌ = કડાવસ્થામાં અને અન્ને કેયુર અવસ્થામાં કુંડલ છે જ નહીં... માટે વર્તમાનમાં પણ જ્યારે કુંડલાકાર દેખાઈ રહ્યો છે ત્યારે પણ કુંડલ વાસ્તવિક રીતે છે નહીં. આ બાબતનો વિસ્તાર પૂર્વે બીજી ઢાળની નવમી ગાથાના વિવેચનમાં આવી ગયો છે. (જુઓ પૃષ્ઠાંક ૬૬). માટે કુંડલાદિપર્યાય માત્ર આભાસ છે. વાસ્તવિક નથી. પણ પૂર્વે પણ જે સુવર્ણદ્રવ્ય હતું ને પાછળથી પણ જે સુવર્ણદ્રવ્ય રહેવાનું છે એ જ વસ્તુતઃ સત્ છે. પર્યાયાર્થિક નય કહે છે કે શરીરશોભા માટે પહેરવાનું હોય ત્યારે કુંડલ-કેયુર વગેરે પર્યાયો જ કામ લાગે છે. સુવર્ણદ્રવ્યને કોણ પહેરે છે ? સુવર્ણદ્રવ્ય શું શરીરશોભા કરી શકે છે ? એટલે અર્થક્રિયાકારિત્વ પર્યાયોમાં જ છે, નિત્ય એવા દ્રવ્યમાં નથી... માટે એ વાસ્તવિક સત્ નથી.
=
=
શંકા : સુવર્ણદ્રવ્ય કુંડલ-કેયુર વગેરેને ઉત્પન્ન કરે જ છે ને ! માટે એમાં અર્થક્રિયાકારિત્વ નથી એમ કેમ કહેવાય ?
છે...
૨૬૭
=
સમાધાન : કુંડલાદિ પર્યાયરૂપે પરિણમવું એ તો સુવર્ણાદિ દ્રવ્યનું સ્વરૂપ જ છે... પ્રવૃતિ તાંસ્તાનું પર્યાયાત્ ગચ્છતીતિ દ્રવ્યમ્... (જળાહરણ... પાણીને ઠંડુ કરવું... આવું કોઈ પ્રયોજન મૃદ્રવ્યથી સરતું નથી... ઘડારૂપ પર્યાયથી જ સરે છે... આ પ્રસિદ્ધ જ છે...)
Jain Education International
ટૂંકમાં, આૌ, અન્તે અને વર્તમાનમાં (અર્થાત્ ત્રણેય કાળમાં) જે હોય તે જ સત્ છે એવું દ્રવ્યાર્થિકનય માને છે... અને જે અર્થક્રિયાકારી છે એ જ સત્ છે એવું પર્યાયાર્થિકનય માને છે... માટે દ્રવ્યાર્થિકનય દ્રવ્યને અને પર્યાયાર્થિકનય પર્યાયને માનનાર છે. દ્રવ્યાર્થ-પર્યાયાર્થના આવા લક્ષણથી જણાય છે કે જે આદિ = અતીત અને અંત = અનાગત અવસ્થાઓને પર્યાયોને માનનારો નથી=પ્રતિક્ષેપ કરનારો છે એવો ૠજુસૂત્રનય તો માત્ર વર્તમાનકાલીન શુદ્ધ અર્થપર્યાયને જ માને છે. ત્રિકાળવર્તી પદાર્થને માનતો જ નથી... માટે એ દ્રવ્યાર્થિક શી રીતે હોઈ શકે ?
=
આવા અભિપ્રાયથી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે ઋજુસૂત્રને પર્યાયાર્થિક નયરૂપે કહે
For Private & Personal Use Only
www.jainelibrary.org