________________
ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તે આચાર્યનઇ મતઇ ૠજુસૂત્રનય દ્રવ્યાવશ્યકનઇ વિષઇ લીન ન સંભવઇ. તથા ચ“उज्जुसूअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं पुहुत्तं णेच्छइ” इति अनुयोगद्वारसूत्रविरोधः । વર્તમાનપર્યાયાધારાંશ-દ્રવ્યાંશ, પૂર્વાપરપરિણામસાધારણ ઊર્ધ્વતા-સામાન્ય-દ્રવ્યાંશ, સાદેશ્યાસ્તિત્વરૂપ તિર્યક્સામાન્ય-દ્રવ્યાંશ, એહમાં એકઇ પર્યાયનય ન માનઇ, તો ૠજુસૂત્ર
૨૬૮
આમ, પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિક છે... અંતિમ ત્રણ નય પર્યાયાર્થિક છે... આમાં તો કોઈ મતભેદ નથી... માત્ર ઋજુસૂત્રનય અંગે મતભેદ છે... સિદ્ધાન્તવાદી આચાર્યો એને દ્રવ્યાર્થિક માને છે... તર્કવાદી આચાર્યો એને પર્યાયાર્થિક માને છે. છતાં, છેવટે બન્ને મતે આ બે નયનો સાત નયમાં સમાવેશ થઈ જ જાય છે. નથી થતો એમ નથી જ. પછી એ બેને અલગ નય તરીકે જણાવવાની કોઈ જરૂર રહેતી નથી, એ સ્પષ્ટ છે.
શંકા : ૠજુસૂત્રનય માત્ર વર્તમાનને જોનાર છે... ત્રિકાળવર્તી પદાર્થને જોનાર નથી... ને તેથી એ દ્રવ્યને જોનાર નથી... તર્કવાદી આચાર્યોની આ વાત સાચી જ જણાય છે... તો સિદ્ધાન્તવાદી આચાર્યો એને કેમ દ્રવ્યાર્થિક માને છે ?
સમાધાન ઃ કારણ કે તેઓ સિદ્ધાન્તવાદી છે, માટે ઋજુસૂત્રને દ્રવ્યાર્થિકનય માને છે. આશય એ છે કે શ્રી અનુયોગદ્વાર સૂત્ર નામના સિદ્ધાન્તગ્રન્થમાં આવું સૂત્ર આવે છે કે ૠજુસૂત્રનય મતે અનુપયુક્તપણે આવશ્યક બોલનાર એક વક્તા એ એક દ્રવ્યાવશ્યક છે... જુસૂત્રનય પૃથક્વને માનતો નથી – દ્રવ્યાવશ્યક અનેક-બહુ હોય એવું માનતો નથી.... (ૠજુસૂત્રનય માત્ર સ્વકીય હોય એ જ માને છે... માટે સ્વકીય પોતાના એક દ્રવ્યાવશ્યકને માને છે, પણ એ સિવાયના પરાયા દ્રવ્યાવશ્યકને માનતો નથી. માટે દ્રવ્યાવશ્યકનું બહુત્વ એના મતે સંભવતું નથી...) એટલે, જો ૠજુસૂત્રનય પર્યાયને જ જોનાર હોય, દ્રવ્યને જોનાર જ ન હોય તો, દ્રવ્યાવશ્યકને પણ શી રીતે જુએ ? પણ આ સિદ્ધાન્તસૂત્રમાં એને દ્રવ્યાવશ્યક માનનારો કહ્યો છે... માટે સિદ્ધાન્તવાદીઓ એમ કહે છે કે ૠજુસૂત્રનય એ દ્રવ્યાર્થિકનય છે.
=
શંકા : તો પછી તર્કવાદીઓને અનુયોગદ્વારના આ સૂત્રનો વિરોધ થશે ને ? આ જ શંકાને ગ્રન્થકારે ટબામાં તે આચાર્યનઇ... વગેરે પંક્તિ દ્વારા જણાવી છે. આ પંક્તિઓનો આશય આવો છે કે તે આચાર્યોના મતે તર્કવાદી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે આચાર્યના મતે ૠજુસૂત્રનય દ્રવ્યાવશ્યકને વિશે લીન ન સંભવે = દ્રવ્યાવશ્યકને જુએ નહીં - માને નહીં... અને જો આવું હોય તો તેઓના મતે ૩ષ્ણુસૂત્રસ્ત બેો...' વગેરે ઉપર જણાવેલ અનુયોગ દ્વારના સૂત્રનો વિરોધ થશે. એ વિરોધ આ રીતે - દ્રવ્યાંશ ત્રણ રીતે છે... (૧) વર્તમાનપર્યાયનો આધાર બનનાર દ્રવ્યાંશ, (૨) પિંડ-સ્થાસ વગેરે પૂર્વાપર પરિણામોમાં સાધારણ એવા ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યાંશ અને (૩) ક્ષેત્રભેદે રહેલા જુદા-જુદા ઘડા-પટ વગેરેમાં રહેલ સાદૃશ્યના અસ્તિત્વરૂપ જે તિર્યક્સામાન્ય હોય છે તદ્રુપ દ્રવ્યાંશ... આમ આ ત્રણ દ્રવ્યાંશ છે... પણ પર્યાયનય તો આ ત્રણમાંના એકપણ દ્રવ્યાંશને માનતો નથી... તેથી ઋજુસૂત્રને જો પર્યાયનય કહેવાનો હોય તો,
Jain Education International
-
=
For Private & Personal Use Only
www.jainelibrary.org