Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 154
________________ પરિશિષ્ટદેવદ્રવ્યની રક્ષા તથા તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? દેવદ્રવ્યની રકમ જેન શ્રાવકોને વ્યાજ લઈને આપી શકાય કે નહિ? ગુરુદ્રવ્ય તથા ગુરુપૂજન વિશે શાસ્ત્રીય ખુલાસા - સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. તે હકીક્ત આ પુસ્તિકામાં તદ્દન સ્પષ્ટ અને સચોટ રીતે શાસ્ત્રાનુસારી પરંપરા જે સુવિહિત પાપભીરૂ મહાપુરુષો દ્વારા વિહિત કરાયેલ છે - તે દ્વારા સાબિત થયા બાદ હવે પ્રશ્ન એ રીતનો થાય છે કે, દેવદ્રવ્યની વ્યવસ્થા તથા તેની રક્ષા કઈ રીતે કરવી ? તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? આને અંગે પૂ. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે શ્રી “સેનપ્રશ્ન ગ્રંથમાં જે ફરમાવેલ છે; તેના પ્રમાણો દ્વારા અત્રે એ વિષયની સ્પષ્ટતા કરવાની આવશ્યકતા લાગવાથી તેના પ્રમાણો રજૂ થાય છે. સેનપ્રશ્નઃ ઉલ્લાસ બીજો પં. શ્રી કનકવિજયજી ગણિત પ્રશ્નોત્તર : જેમાં ૩૭મો પ્રશ્ન છે કે, “જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં કામ લાગે કે નહિ ? જો દેવકાર્યમાં ઉપયોગ થતો હોય તો દેવપૂજામાં ઉપયોગ થાય કે પ્રાસાદ વગેરેમાં થાય?’ આ પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય, અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય, સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રમાં કામ આવે એમ જેન સિદ્ધાંત છે.” (સેન પ્રશ્ન-પુસ્તક-પેજ ૮૭-૮૮) ૧૨૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188