Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 168
________________ મહારાજા શ્રેણિક રોજ જવલા ઘડાવતા. આવા આવા દાખલાઓ મોજૂદ છે ને ? આ તમે સાંભળેલું ખરું કે નહિ ? સાંભળેલું છતાં તમારી પૂજા માટેની સામગ્રી તમારી શક્તિ અનુસાર ખરી ? આપણે ત્યાં પશ્ચાનૂપૂર્વી કમે પણ વિવેચન આવે, પૂર્વાનુપૂર્વી ક્રમે પણ વિવેચન આવે અને અનાનુપૂર્વી ક્રમે પણ વિવેચન આવે. અહીં દેવપૂજાની વાત પછીથી મૂકી અને સંવિભાગની વાતને આગળ મૂકી, તેમાં જે હેતુ છે, તે હેતુ સમજવા જેવો છે. પોતાનું છોડવાની અને તેનો સદુપયોગ કરવાની વૃત્તિ વિના પૂજા કરે, તો ય પૂજામાં કશો ભલીવાર આવે નહિ. સામાન્ય સ્થિતિનો પણ ઉદાર હૃદયનો શ્રાવક જે રીતે દેવપૂજાદિ કરી શકે, તે રીતે તો કૃપણ એવો શ્રીમંત પણ દેવપૂજાદિ કરી શકે નહિ. કેટલાક પૂજા કરનારાઓ ભગવાનને તિલક કરે છે, તેય એવા અવિવેકથી કરે છે કે જાણે પૂજાની કોઈ કાળજી જ ન હોય. ભગવાન પ્રત્યે એને કેટલું બહુમાન હશે, એવો વિચાર અને પૂજા કરતો જોઈને આવી જાય. જો ભગવાન પ્રત્યે સાચો ભક્તિભાવ હોત, “ભગવાનની પૂજા મારે મારા દ્રવ્યથી જ કરવી જોઈએ” એવો ખ્યાલ હોત અને “કમનસીબ છું કે મારા દ્રવ્યથી હું જિનપૂજા કરવા સમર્થ નથી' – એમ લાગતું હોત, તો એ કદાચ સંઘે કરેલી વ્યવસ્થાનો લાભ લઈને પૂજા કરત, તો પણ તે એવી રીતે કરત કે, એની પ્રભુભક્તિ અને ભક્તિ કરવાની મનોજાગૃતિ તરત જ જણાઈ આવત. પોતાના દ્રવ્યથી પૂજા કરનારાઓને એ હાથ જોડતો હોત અને પોતાની કાયાથી જિનમંદિરની તથા જિનમંદિરની સામગ્રીની જેટલી સારસંભાળ થઈ શકે તેમ હોય, તે કરવા એ ચૂકતો ન હોત. આજે તો આવી સામાન્ય પણ વાતો, જો સાધુઓ કહે, તોય કેટલાકોને તે ભારે લાગે છે. તમે તમારી પાસે દ્રવ્ય હોવા છતાં પણ પારકાં દ્રવ્યોથી પૂજા કરો, તો તેમાં “આજ મારું દ્રવ્યવાનપણું સાર્થક થયું' એવો ભાવ પ્રગટવા માટે કાંઈ અવકાશ છે ખરો? ખરેખર ભક્તિના ભાવમાં ખામી આવી છે, એટલે આ આજે આડા-અવળા વિચારો સૂઝે છે. જિનમંદિરમાં રાખેલી સામગ્રીથી જ પૂજાદિ કરનારાઓ વિવેકહીનપણે વર્તે છે, તેનું કારણ શું ? પોતાની સામાન્ય કિંમતની ચીજોને પણ તેઓ જેટલી સાચવે છે, તેટલી દેરાસરની ભારે કિંમતની ચીજોને પણ તેઓ સાચવતા નથી, જ્યારે ખરી રીતે તો ૧૪ર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188