Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 175
________________ કરાવવાના, પૂજા, ચૂંદડી, ખેસ ચઢાવવાના, એની સમક્ષ રહેલા ભંડારની આવક વગેરે પણ સાત ક્ષેત્ર સાધારણની આવક ગણાય છે. - કોઈ પ્રભાવક સુશ્રાવક-શ્રાવિકાની પ્રતિમા કે પ્રતિકૃતિ (ફોટા)નું ઉદ્ઘાટન વગેરે કરવાનો લાભ. - સંઘના પ્રત્યેક ઘર, પ્રત્યેક રસોડા, પ્રત્યેક ચૂલા દીઠ નક્કી કરેલા લાગા - સંઘના સભ્ય બનવા માટે નક્કી કરેલો નકરો. - સાધારણ ખાતાની મિલકત - ફર્નિચર વેચવાથી થયેલી આવક - શ્રાવકો દ્વારા સાધારણ ખાતામાં આપેલ રોકડ રકમ - સંઘના સાધારણ ખાતાના ઘર-દુકાન-ખેતર-જમીન વગેરેની આવક. - સાધારણ ખાતાની F.D.ની આવકનું વ્યાજ. - સાધારણ ખાતાની રાશિમાંથી થયેલ વ્યાપારનો નફો. આ રીતે અન્ય પણ ઘણા માર્ગોથી સાધારણ ખાતામાં વૃદ્ધિ કરી શકાય છે. પરંતુ એટલું જરૂર યાદ રાખવું કે - દેવદ્રવ્ય, સ્વપ્નનાં ચઢાવા વગેરે કોઈપણ અન્ય પૂજ્ય પવિત્ર ખાતાઓનાં લાભની સાથે સાધારણનો ચાર્જ લગાડી સાધારણ ખાતું બનાવવું નહિ. દેવદ્રવ્ય પર ટેક્સ, ચાર્જ વગેરે લગાડી સાધારણ દ્રવ્ય એકઠું કરવું એ મહાપાપ છે. એ સાધારણ દ્રવ્ય નહિ પરંતુ એક પ્રકારનું દેવદ્રવ્ય જ બને છે. આથી એવી ભૂલ ક્યારેય નહિ કરવી. સ્વપ્ન દ્રવ્ય પણ દેવદ્રવ્ય જ છે. એને ૧૦૦% અથવા ૬૦%, ૫૦%, ૪૦% વગેરે કોઈપણ શરતે સાધારણમાં લઈ જઈ શકાય નહિ. એ ૧૦૦% દેવદ્રવ્ય જ છે. તેને દેવદ્રવ્યમાં જ લઈ જવું જોઈએ. પ્રશ્ન-૩ ચડાવા આદિ દ્વારા ભેગું થયેલું ધર્મદ્રવ્ય ભવિષ્યમાં કામ લાગશે એમ વિચારી પોતાના સંઘમાં રાખવું કે અન્ય સંઘમાં જરૂરિયાત મુજબ આપવું જોઈએ ? ધર્મદ્રવ્ય લોન તરીકે અન્ય સંઘમાં આપી શકાય કે નહિ ? દેવદ્રવ્ય આપીને સામે સાધારણ દ્રવ્ય લઈ શકાય કે નહિ ? ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૯

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188