Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 182
________________ ધર્મશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર જેને દેવસ્વરૂપ માનેલ છે, તેવાં જૈન મંદિરોનાં શિખરો ઉપર હાલમાં ધાતુની સીડીઓ અને શિખરના ઉપરના ભાગે પ્રદક્ષિણા ફરી શકાય, તેવા ધાતુના પાંજરાઓ બનાવવાનો નવો રિવાજ પ્રચલિત થયો છે. કોઈપણ કલાપ્રિય કે ધર્મપ્રિય મનુષ્ય મંદિરોના ઉપરના ભાગે આવું પાંજરું બનાવેલું જુએ, ત્યારે તેને આઘાત અને ગ્લાનિ થયા વિના રહે નહિ. આવા પાંજરાઓ બનાવવાનું જો જરૂરી હોત, તો શિલ્પશાસ્ત્રની રચના કરનારે તેનો વિધિ જરૂર બતાવ્યો હોત, પરંતુ શિલ્પશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રના કોઈ ગ્રંથમાં તેનો ઉલ્લેખ સરખો નથી. શિલ્પશાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, શાસ્ત્રના માર્ગનો ત્યાગ કરીને પોતાની બુદ્ધિ મુજબ કોઈપણ નવો રિવાજ કરવામાં આવે છે, ત્યારે સમસ્ત ફળનો નાશ થાય છે. હજારો વર્ષથી આ દેશમાં મંદિરો બંધાય છે અને તે બધાની ધ્વજાઓ દર વર્ષે વર્ષગાંઠે બદલવામાં આવે છે. છેલ્લા દશક પહેલાં ધ્વજા બદલવા માટે સીડી અને પાંજરા નહોતાં, ત્યારે પણ ધ્વજા બદલાતી હતી. હજી પણ શત્રુંજય, તારંગા, ગિરનાર, રાણકપુર વગેરે જગ્યાએ સીડી અને પાંજરા વિના જ ધ્વજા બદલવામાં આવે છે. ધ્વજા બદલવા માટે શ્રાવકોએ મંદિર ઉપર ચડવું જ જોઈએ, એવો કોઈ ધાર્મિક નિયમ હોય, તેવું જાણવામાં નથી. જે તરફથી ધ્વજા ચડાવવાની હોય, તેની પાસેથી જે માણસ શિખર ઉપર ચડી શકે તેમ હોય, તે ધ્વજા લઈને ઉપર જાય અને ધ્વજા બદલવાનું કામ કરે તેવી પદ્ધતિ હજારો વર્ષથી ચાલી આવે છે અને તે જ વધુ યોગ્ય છે. શ્રાવકોમાં એવી માન્યતા છે કે, નીચે પ્રતિમાજી હોય તો તેના ઉપરના ભાગમાં ચાલવું કે ઊભા રહેવું જોઈએ નહિ, કારણ કે તેમ કરવાથી દોષ લાગે છે. આ માન્યતા મુજબ તો અનિવાર્ય જરૂરત ન હોય, ત્યાં સુધી શ્રાવકોએ મંદિરના શિખર ઉપર ચડવું જોઈએ નહિ, કારણ કે મંદિરના પાછળના ભાગે પાંજરાના જે ભાગમાં શ્રાવકો ઊભા રહે છે, ત્યાં જ નીચે પ્રતિમાજી હોય છે. એટલે પોતે ચડવા કરતાં માણસ દ્વારા ધ્વજા ચડાવવી તે વધુ યોગ્ય છે. તેમ છતાં પોતાના હાથે જ ધ્વજા ચડાવવી તેઓ આગ્રહ હોય, તો તેના માટે નીચે ઊભા ૧૫૬ ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188