Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 187
________________ જિનાજ્ઞાથી વિપરીત રીતે કરાતા ધર્મદ્રવ્યોના વહીવટથી લાગતા દોષો અને દુર્ગતિનું થતું નિર્માણ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ જૈન સંઘ અને દાતાઓનો વિશ્વાસઘાત કલ્યાણકારી મોક્ષમાર્ગનો વિધ્વંશ (નાશ) કરવાનું પાપ. ધાર્મિક દાન-ગંગા સુકવવાથી કર્મબંધ. ખોટી અને જિનાજ્ઞાથી વિપરીત પરંપરાના નિર્માણ દ્વારા અનવસ્થા. ઉપરોક્ત દોષ લાગવાથી અનંતભવ સુધી દુઃખ, દારિદ્રય અને દુર્ગતિનું નિર્માણ થાય છે. શ્રી જૈન સંઘોના વહીવટકર્તાઓએ વિમાનચાલક (પાયલોટ)ની જેમ હંમેશા સજાગ અને સાવધાન રહેવું આવશ્યક છે. વિમાન ચાલક જો તેને આપેલી આજ્ઞા અને અનુશાસનનું પાલન ન કરે અને પોતાની મરજી અનુસાર વિમાન ચલાવે તો મોટી દુર્ઘટના ઘટવી નિશ્ચિત છે તેવી જ રીતે સંઘના વહીવટકર્તાઓ દ્વારા જિનાજ્ઞા અને જિનશાસ્ત્રો વિરુદ્ધ આચરણ થાય તો એક નહિ પણ ભવોભવ માટે દુર્ગતિનું નિર્માણ નિશ્ચિત છે. દુર્ગતિથી સ્વયં બચવું અને જૈન સંઘોને બચાવવાનો ઉપાય આપણા હાથમાં છે.

Loading...

Page Navigation
1 ... 185 186 187 188