Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 188
________________ આ પુસ્તકમાં શું વાંચશો ? 1 જિનાજ્ઞાનુસાર ધર્મદ્રવ્યની આવક અને જાવકનું શાસ્ત્રીય માર્ગદર્શન. 2 દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય અને આયંબિલ, ઉપાશ્રય, સાધર્મિક, પાઠશાળા, જીવદયા, અનુકંપા ઈત્યાદિ બધા ખાતાઓના વહીવટ માટેનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન. - નૂતન દીક્ષા પ્રસંગ, આચાર્ય આદિ પદપ્રદાન પ્રસંગ, ઉદ્યાપન-ઉજમણા પ્રસંગ, પૂજ્ય સાધુ-સાધ્વીજીના * કાળધર્મ બાદ શરીરના અગ્નિ સંસ્કાર-અંતિમ યાત્રા નિમિત્તે બોલાતા ચડાવા અને તેની આવક કયા ખાતામાં લેવી અને તેનો ઉપયોગ કયાં કરી શકાય વગેરે જિનશાસનનાં બધા અનુષ્ઠાનો માટેનું શાસ્ત્રીય માર્ગદર્શન. 4 દેવદ્રવ્યમાંથી પૂજારી વર્ગને પગાર આપી શકાય ? નહિ તો કેમ નહિ? | 5 પ્રભુની આરતી-મંગળદીવામાં મૂકવામાં આવતા રૂપિયાના માલિક કોણ ? પૂજારી કે પરમાત્મા? 9 દેવદ્રવ્યના ચઢાવા પર સાધારણ આદિનો સરચાર્જ (વૃદ્ધિ-દર) કેમ ન લગાવી શકાય ? 7 સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. આ શાસ્ત્રીય સત્યને પુષ્ટ કરતા, વિવિધ સમુદાયોના મુખ્ય આચાર્યોનાં પત્ર... 8 પ્રભુ પૂજા શ્રાવકનું વ્યક્તિગત કર્તવ્ય છે. તેથી પ્રભુ પૂજા દેવદ્રવ્યમાંથી ન કરતા સ્વ-દ્રવ્યથી કરવી જોઈએ. 9 દેવદ્રવ્ય કે ધર્મદ્રવ્યનો ઉપયોગ, હોસ્પિટલો, સ્કૂલો-કોલેજોના નિર્માણ જેવા સમાજ સેવાના કાર્યોમાં કે જીવદયા-અનુકંપા જેવા વ્યક્તિગત કાર્યોમાં કરી શકાય ? કદાપિ નહિ. 10 સાધારણ દ્રવ્યોની વૃદ્ધિ શાસ્ત્રીય રીતે કેવી રીતે કરવી ? 11 ગુરુપૂજનના ચઢાવાની આવક અથવા સોના-ચાંદીના સિક્કા કે રૂપિયા દ્વારા કરેલી ગુરુપૂજાની રકમ, સાધુ- | સાધ્વીજીના વૈયાવચ્ચ માટે ઉપયોગમાં ન લઈ શકાય. 12 સાતક્ષેત્ર દ્રવ્યનો ઉપયોગ જીવદયા અને અનુકંપાના કાર્યોમાં ન કરી શકાય. 13 ઉપાશ્રયની જમીન માટે તથા તેને બનાવવા માટે જ્ઞાનદ્રવ્ય, વૈયાવચ્ચ દ્રવ્ય, દેવદ્રવ્ય આદિનો ઉપયોગ ન કરી શકાય તેમજ આ દ્રવ્યોમાંથી વ્યાજી કે બિન-વ્યાજી લોન પણ ન લઈ શકાય. 14 ઉપાશ્રયના મકાન કે જમીનનો ઉપયોગ સામાજીક કે લગ્ન આદિ કાર્યો માટે ભાડુ આપીને પણ ન કરી શકાય. 15 સાતક્ષેત્ર, જીવદયા, સાધાર્મિક ભક્તિ, પાઠશાળા તથા સાધારણ દ્રવ્યની પેટી-ભંડાર, જિનમંદિરનાં અંદરના ભાગમાં ન રાખી શકાય. તેને ઉપાશ્રયમાં, પેઢીમાં કે જિનમંદિરની બહાર સુરક્ષિત, સુયોગ્ય સ્થાનમાં જ રાખી શકાય.' આવૃત્તિ : દ્વિતીય મૂલ્ય : સઉપયોગ Gaitam uide જિનાજ્ઞાનુસાર સાતક્ષેત્ર દ્રવ્ય વહીવટ અભિયાન Email : Contact@dharm-dhwaj.org, Web : www.dharm-dhwaj.org

Loading...

Page Navigation
1 ... 186 187 188