Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 184
________________ ધ્વજાદંડની પાટલી સાથે ‘ચાલિકેદ્રે’ બે ગરગડીઓ લગાડવાની આજ્ઞા આપેલી છે, તે મુજબ સાંપ્રત કાળમાં પણ મોટા ધ્વજદંડોની પાટલી સાથે ગરગડીઓ લગાડવામાં આવે છે અને તેમાં સાંકળ પરોવીને તે દ્વારા જે દંડીમાં ધ્વજા પરોવવામાં આવે છે તેને ઉપર ચડાવીને ધ્વજાદંડની ટલી સાથે સંલગ્ન દેવામાં આવે છે, આ સાંકળ એટલી લાંબી રાખવી જોઈએ કે તેના દ્વારા ધ્વજા પરોવવાની પિત્તળની ઠંડી જગતી એટલે ઓટલાના મથાળા સુધી નીચે ઉતારી શકાય અને તેમાં ધ્વજાને ધ્વજદંડી પાટલી સાથે સંલગ્ન કરી શકાય, ત્યાર પછી જે માણસ શિખર ઉપર ગયો હોય, તે સાંકળને ધ્વજદંડ સાથે સજ્જડ બાંધીને નીચે ઉતરી જાય, તો શ્રાવકોને શિખર ઉપર ચડવું પડે નહિ અને તેઓ ધ્વજા પોતાના હાથે ચડાવી શકે તથા પ્રદક્ષિણા પણ નિર્ધારિત પ્રદક્ષિણા માર્ગ ઉપર જ કરી શકે. સાંકળની લંબાઈ ઓછી રાખવી હોય, તો સાંકળના બંને છેડે મજબૂત સૂતરની દોરી બાંધી શકાય. ધ્વજા ઉપર ગયા પછી વધારાની દોરી છોડી લેવામાં આવે અને સાંકળને ધ્વજદંડ સાથે બાંધી દેવામાં આવે, તેમ પણ કરી શકાય. પરંતુ પાંજરાં તથા સીડીઓ કરવી તે ધર્મશાસ્ત્ર કે શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ વાજબી નથી જ. કારણ શાસ્ત્ર વિરુદ્ધનો આવો કાયમી મનસ્વી વધારો સમસ્ત પુણ્યફળનો નાશ કરનારો બને છે. (કલ્યાણ વર્ષ-૪૮ (૨૬૦) અંક-૪ જુલાઈ-૯૧માંથી સાભાર) ૧૫૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188