Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 180
________________ ૧૪. ટ્રસ્ટ ન કરવામાં આવે તો આજની કાયદાકીય પરિસ્થિતિ મુજબ દાતાએ આપેલ રકમ સંઘમાં જમા ન થતાં ગેરવહીવટ થવાની સંભાવના રહે છે. દાતા તરફથી થયેલ રોકડ ચૂકવણી પણ જો ટ્રસ્ટનું કાયદેસર લેટરપેડ ન હોય તો અયોગ્ય માર્ગે જાય તેવી સંભાવના છે, જ્યારે ટ્રસ્ટ હોય તો તેવું બનવું શક્ય નથી ૧૫. સંસ્થાની કોઈપણ મિલકતનું ખરીદ-વેચાણ ટ્રસ્ટના નામે થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં હકદાવાનો પ્રશ્ન ક્યારેય ઉભો થતો નથી. તે મિલકતના ખરીદ-વેચાણમાં થયેલ નફો-નુકશાની પણ ચોપડે નોંધી શકાય છે. ૧૬. દાતાને રજીસ્ટર ટ્રસ્ટની રસીદ મળવાથી દાનમાં વિશ્વાસ ઉભો થાય છે. આથી અત્યારની કાયદાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટ્રસ્ટ કરવું અનિવાર્ય બન્યું છે. ૧૫૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188