Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 179
________________ ૪. ટ્રસ્ટ સ્થાપના કરવાથી સંઘનાં સાતે ક્ષેત્રોના દ્રવ્ય સંચાલનની પારદર્શિતા ઉભી થાય છે. ધર્મ દ્રવ્યની આવક અને વ્યયના દરેક શ્રોત, દાતા માટે પારદર્શક બને છે. જેના પરિણામે દાતાનો સંસ્થા ઉપર વિશ્વાસ મજબૂત બને છે, ભવિષ્યમાં દાનનો ભાવ અને પ્રવાહ વધે છે. ૫. કાયદેસર ટ્રસ્ટ હોવાથી ધર્માદા કરનાર વ્યક્તિને ક૨ રાહત અને ક૨ મુક્તિ મળે છે. ૬. ટ્રસ્ટની સ્થાપના કરવાથી ટ્રસ્ટના નામે બેંકમાં ખાતુ કાયદેસર દરજ્જાને પામે છે. ટ્રસ્ટના નામે શાસ્ત્રીય મર્યાદા મુજબ સાતે ક્ષેત્રનાં અલગ-અલગ ખાતાં ખોલાવીને જો વહીવટ કરાય તો જે તે ખાતાનું દ્રવ્ય જે તે ખાતામાં વપરાઈ જવાની શક્યતા રહેતી નથી. ૭. ધર્મદ્રવ્યની આવકનું શાસ્ત્રીય પદ્ધતિ મુજબ સાતક્ષેત્રાદિમાં વિભાગીકરણ કરી તે - તે ક્ષેત્રની ૨કમનું વ્યાજ ઉપજાવી, તે - તે ક્ષેત્રનાં દ્રવ્યની વૃદ્ધિ પણ કરવી જોઈએ. ૮. ધર્મદ્રવ્યની આવક, ટ્રસ્ટના નામે રસીદ આપીને કાયદેસર જમા કરી શકાય છે. બેંક આદિમાં એફ.ડી. (F.D.) આદિની રસીદ પણ મેળવી શકાય છે. = ૯. તે - તે ક્ષેત્રના ખાતાની ૨કમનું વ્યાજ પણ તે - તે ખાતામાં જમા કરવું સ૨ળ બને છે. નિશ્ચિત અમુક જ ખાતાં હોય તો પણ, તે – તે ક્ષેત્રની ૨કમની ટકાવારી મુજબ તેનું વ્યાજ પણ ફાળવી શકાય છે. ૧૦. નોંધણી કરેલ ટ્રસ્ટ હોવાથી બેંકમાં લોકર-સેફની પણ સગવડ મળે છે. જ્યાં નોંધણી કરેલા પરમાત્માના દાગીના, અગત્યના દસ્તાવેજોની સુરક્ષા થઈ શકે છે. ૧૧. ધર્મદ્રવ્યનો શાસ્ત્રીય વ્યય પણ રસીદ લઈને ક૨વાનો હોવાથી અને રસીદના આધારે જ ચોપડે તે વ્યય ઉધારવાનો હોવાથી વહીવટની સ્પષ્ટતા પારદર્શક બને છે. ૧૨. સંસ્થાના મુનિમ કે સ્ટાફને પણ કાયદેસર મસ્ટર રોલ ઉપર લઈ શકાય છે. તેના પગાર આદિને ખર્ચ પેટે ચોપડામાં બતાવી શકાય છે. ૧૩. એક જ ઉદ્દેશથી સ્થપાયેલા અન્ય ટ્રસ્ટને ભેટ કે લોન આપવી અથવા લેવી હોય તો તે આપી અને લઈ શકાય છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫૩

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188