Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 173
________________ કરવામાં આવે તો ઘણા વર્ષો સુધી એ કાર્ય ચાલે, અબજો રૂપિયાનો એમાં વ્યય થઈ શકે. દેવદ્રવ્ય વધારે છે જ ક્યાં ? કે તેના ઉપર નજર બગાડવી પડે. એક મહાપુરુષે ભારપૂર્વક કહ્યું છે કે, પુણ્યશાળીઓ ! દેવદ્રવ્ય આપણી સગી “મા” જેવી છે. એના ઉપર કયારેય ખરાબ નજર ન કરો. તેથી આપણા વ્યક્તિગત કે સામાજિક કાર્યોમાં તેનો ઉપયોગ ન કરો. દેવદ્રવ્યનો સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવો તે મહાપાપ છે. આ મહાપાપ કરનાર અને તેના વારસદારો જન્મો જનમ સુધી દુઃખી મહાદુઃખી બનતા હોય છે. વિશેષમાં દેવદ્રવ્યની રાશિ દાતાના જિનભક્તિના ઉદ્દેશથી ભેગી થાય છે. દાતા એક માત્ર જિન પ્રત્યેનાં ભક્તિ ભાવથી આ રાશિ આપે છે. એ રાશિને બીજે વાપરવાથી દાતાના વિશ્વાસનો ભંગ થાય છે. વિશ્વાસઘાત એ સૌથી મોટું પાપ છે. આથી શક્ય હોય તો દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, ન થઈ શકે તો એનાં વહીવટમાં ભોગ આપવો, પુણ્ય અનુસાર તેનું રક્ષણ કરવું. પરંતુ એનો દુરુપયોગ, નાશ કે ઉપભોગ તો ક્યારેય ન કરવો. અસ્તુ. પ્રશ્ન-૨ સાધારણ ખાતું સાતે ક્ષેત્રના કાર્યોમાં ઉપયોગી બને છે. આ ખાતામાં મોટેભાગે રકમ ઓછી આવે છે તો તેને વધારવાનાં શાસ્ત્રસાપેક્ષ ઉપાયો બતાવવા કૃપા કરશો. ઉત્તર-૨ સાધારણ ખાતાનું દ્રવ્ય ૧-જિનપ્રતિમા, ર-જિનમંદિર, ૩-જિનાગમ, ૪-જિનના સાધુ, પ-જિનના સાધ્વી, જિનના શ્રાવક, ૭જિનની શ્રાવિકા – એ જૈન ધર્મનાં પ્રસિદ્ધ સાતક્ષેત્રમાં જ્યાં પણ આવશ્યકતા હોય ત્યાં જરૂર મુજબ વાપરી શકાય છે. આ સાતક્ષેત્રોમાંના ઉપરના પાંચ ક્ષેત્રોનું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં ક્યારે પણ લઈ જઈ શકાય નહિ. જરૂરિયાત પડે તો નીચેના ક્ષેત્રની રાશિ ઉપરના ક્ષેત્રમાં વાપરી શકાય છે. શ્રાવક અને શ્રાવિકા : આ બે ક્ષેત્રો સાત ક્ષેત્રોની ધનરાશિની આવકનાં મુખ્ય માર્ગ છે. એ બંને ક્ષેત્રો ગંગોત્રી જેવા છે. આ બે ક્ષેત્રોનાં નિમિત્તે જે પણ બોલીઉછામણી કે ચઢાવો થાય તે સાત ક્ષેત્ર સાધારણમાં જમા થાય છે. એમાંથી સાતે - ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૭

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188