Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 172
________________ અબજો રૂપિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. જો આ કાર્યો દેવદ્રવ્યમાંથી કરવામાં આવે તો બેંકમાં બેલેન્સ જ ક્યાંથી થાય? સકળ શ્રીસંઘ ઉદારતા દર્શાવી બેંકોમાંથી દેવદ્રવ્ય છોડાવી જીર્ણોદ્ધારનવનિર્માણમાં તે રાશિને લગાડવામાં મદદ કરે તો વર્તમાનકાળની રાજકીય વિષમતાથી પણ આપણું દેવદ્રવ્ય બચી શકશે. નહીંતર તો સરકાર ક્યારે કાયદાકીય કલમ લગાડીને દેવદ્રવ્ય જપ્ત કરી જશે તે કહી શકાય તેમ નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “શ્રાવકનું કર્તવ્ય છે કે દેવદ્રવ્યમાં રોજ વૃદ્ધિ કરવી. દેવદ્રવ્યનો શાસ્ત્રીય વહીવટ કરવો. દેવદ્રવ્યનો એક પણ પૈસો પોતાનાં વ્યાપારના ઉપયોગમાં ન આવે તેનો ખ્યાલ રાખવો. દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર, તેનાં ભક્ષણની ઉપેક્ષા કરનાર, તેની નિંદા કરનાર, દેવદ્રવ્યની આવકને તોડનાર, દેવદ્રવ્યની બોલી બોલ્યાં પછી નહિ ભરનાર અને દેવદ્રવ્યની ઉઘરાણીમાં પ્રમાદ કરનાર શ્રાવક હોય કે સાધુ હોય તે પાપકર્મથી લેપાય છે. એવા લોકો અજ્ઞાની છે. એમણે ધર્મને જાણ્યો જ નથી. ઉપરોક્ત પાપથી તે આત્માઓ અનંત સંસારી બને છે. આ પાપ કરનાર નરકાદિ દુર્ગતિનું આયુષ્ય બાંધી દુર્ગતિમાં દુઃખ ભોગવવાં ચાલ્યાં જાય છે.” શાસ્ત્રોની આ વાત સમજનાર આત્માઓ દેવદ્રવ્યને પરમ પવિત્ર માને છે. એનો ઉપયોગ સાધર્મિક ભક્તિમાં ક્યારે પણ ન કરી શકાય. સાધર્મિક ભક્તિમાં તેનો ઉપયોગ કરવો એટલે સાધર્મિકને ભવોભવ માટે નરકાદિ સંસાર ભ્રમણમાં પાડવાનું કામ છે. પૂર્વ કર્મોથી વર્તમાનમાં દુઃખી થનાર સાધર્મિકને દેવદ્રવ્ય આપી પાપી બનાવી ભવિષ્યમાં મહાદુઃખી બનાવવા જેવું મહાપાપ છે. તે જ રીતે સર્વશ્રેષ્ઠ ધર્મદ્રવ્ય એવું આ દેવદ્રવ્ય કોઈપણ સંયોગમાં સ્કૂલકોલેજ અને હોસ્પીટલના નિર્માણ વગેરે કાર્યમાં વાપરી શકાય નહિ. સ્કૂલકોલેજ ખોલવી-ચલાવવી, હોસ્પિટલનું નિર્માણ, લગ્નની વાડી, વિવિધલક્ષી હોલ વગેરેનું નિર્માણ કરવું વગેરે સામાજિક કાર્યો છે. આ સામાજિક કાર્યો દેવદ્રવ્યમાંથી ન થઈ શકે. દેવદ્રવ્યમાંથી આ કાર્યો કરવા એટલે આખા સમાજને પાપથી લેપી દુર્ગતિમાં ભ્રમણ કરતો કરવો. આપણા શ્રી શંત્રુજય, શ્રી ગિરનાર, શ્રી સમેતશિખર વગેરે એક-એક તીર્થો પણ એટલા વિશાળ અને પ્રભાવક છે કે જો એનો જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ ૧૪૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188