Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 176
________________ ઉત્તર-૩ સંઘમાં જિનમંદિરનું નવનિર્માણ કે પ્રાચીન જિનમંદિરનો જીર્ણોદ્ધાર, જ્ઞાનભંડાર નિર્માણ આદિ કોઈપણ કાર્ય શ્રાવક સંઘે પોતાના સ્વદ્રવ્યથી જ કરવાં જોઈએ. જ્યારે સંઘ સ્વદ્રવ્યથી કરવા સક્ષમ ન હોય ત્યારે જ, દેવદ્રવ્ય - જ્ઞાનદ્રવ્ય આદિની ઉપજમાંથી તે - તે દ્રવ્યમાંથી તે - તે ક્ષેત્ર માટે થઈ શકતાં એવાં સ્થાનિક સંઘનાં કાર્યો કરવા જોઈએ. પોતાના સંઘનાં કાર્યો ભક્તિસભર ઉદારદિલ શ્રાવકોએ સ્વયં કરીને ચડાવા આદિની ઉપજો અન્ય સંઘોમાં આપવી જોઈએ. જેથી બે લાભ પ્રાપ્ત થાય છે. (૧) શક્તિમાન શ્રાવકોને સ્વદ્રવ્યથી જિનભક્તિ-ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિ આદિનો લાભ થાય અને (૨) પરગામાદિના અસમર્થ સંઘોમાં દ્રવ્યના અભાવથી અધૂરાં રહેલાં જિનમંદિરાદિનાં કાર્યો પૂર્ણ કરવાનો લાભ મળે. સ્થાનિક સંઘની દ્રવ્ય ખર્ચવાની ક્ષમતા ન હોય અને કાર્યોની અનિવાર્યતા હોય તો સંઘમાં થયેલ તે - તે ખાતાની ઉપજની રકમ સ્થાનિક સંઘના જ, તે – તે ખાતામાં શાસ્ત્રનીતિથી વાપરવાનો નિષેધ નથી. નજીકના ભવિષ્યમાં કાર્યો કરવાની ગણતરી હોય તો પણ તે દ્રવ્ય સ્થાનિક સંઘમાં રાખવાનો ય નિષેધ નથી. પરંતુ જો તેવું કાર્ય ન હોય તો ચોક્કસ બીજા સંઘોનાં, તે - તે વિષયક અધૂરાં કાર્યો પૂરાં કરવા માટે તે દ્રવ્ય આપવું જ જોઈએ. કારણ કે સરવાળે તો દરેક સંઘો, જૈનશાસન નામની મુખ્ય સંસ્થાની પેટા સંસ્થાઓ જ છે. દરેક સંઘમાં થયેલી ઉપજ પણ જૈન શાસનની જ ઉપજ છે. પેટા શાખામાં થયેલી આવક જેમ મુખ્ય શાખા, પોતાની બીજી કોઈપણ જરૂરિયાતવાળી પેટા શાખામાં આપીને તે શાખાને મજબૂત બનાવે છે. તેમ આમાં પણ સમજવું. બીજી વાત એ કે ધર્મદ્રવ્યની રાશિ ‘લોન” તરીકે અપાય કે નહિ ? આ બાબતમાં જો પોતાનો શ્રીસંઘ સક્ષમ હોય તો તેવું કરવાની જરૂર જણાતી નથી. અત્યારે એક સંઘ, સારી ભાવનાથી ઉદારતાપૂર્વક રકમ અન્યત્ર આપશે તો કાલે અન્ય સંઘો પણ જરૂ૨ તેવી ઉદારતા દાખવશે. પણ જ્યારે સ્થાનિક સંઘમાં ભવિષ્યમાં કરવા યોગ્ય કાર્યો આંખ સામે હોય તો અલ્પકાળ માટે અન્ય સંઘને લોન તરીકે રકમ આપવી જોઈએ. તે સંઘમાં કાર્ય પૂર્ણ થયે અનુકૂળતા મુજબ પરત લઈ શકાય છે. જૈન શાસનરૂપ મુખ્ય સંસ્થાની પેટા શાખાઓ આ રીતે એક - બીજાને સહાય કરે તે ઉત્તમ માર્ગ છે. અજ્ઞાનતા વશ કે મમત્વને વશ થઈ ઉપજની રકમો ભેગી જ કરવી અને જરૂરિયાત મુજબ ન વાપરવી કે ન આપવી તે દોષનું કારણ છે. ૧૫o ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188