Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 166
________________ એવા છે કે, જેમની પાસે એવી સગવડ નથી. તેવાઓ પણ જિનપૂજાના લાભથી વંચિત ન રહી જાય, તો સારું.’તો એ તમને શોભતું જ ગણાય, પણ એમ થવાની સાથે જ એમ પણ થવું જોઈએ કે પોતાના દ્રવ્યથી જિનપૂજા કરવાની જેઓની પાસે સગવડ નથી, તેઓને અમારા દ્રવ્યથી સગવડ કરી આપવી જોઈએ. આવું મનમાં આવતાં, “જેઓની પાસે પૂજા કરવાની સગવડ નથી, તેઓ પણ પૂજા કરનારા બને એ માટે પણ અમારે અમારા દ્રવ્યનો વ્યય કરવો' – આવો નિર્ણય જો તમે કરો, તો તે તમારે માટે લાભનું કારણ છે, પણ જિનપૂજા કરનારનો પોતાનો મનોભાવ કેવો હોય, એની આ વાત ચાલી રહી છે. સભા : બીજાના દ્રવ્યથી પૂજા કરનારને સારો ભાવ આવે જ નહિ ? બીજાના દ્રવ્યથી જિનપૂજા કરનારને માટે સારો ભાવ આવવાનું કારણ કયું ? પોતાની પાસે જિનપૂજા માટે ખર્ચી શકાય, એ પ્રમાણેનું દ્રવ્ય નથી અને જિનપૂજાથી વંચિત રહેવું, એ ગમતું નથી, એ માટે જો એ પારકા દ્રવ્યથી જિનપૂજા કરતો હોય, તો એને ‘પૂજામાં પારકું દ્રવ્ય વાપરવું પડે છે અને પોતાનું દ્રવ્ય વાપરી શકતો નથી' – એ ખટકે છે, એમ નક્કી થાય છે, એટલે એની ઈચ્છા તો પોતાના દ્રવ્યથી જ પૂજા કરવાની થઈને ? શક્તિ નથી, એ પૂરતો જ એ પારકા દ્રવ્યથી પૂજા કરે છે ને ? તક મળે, તો પોતાના જ દ્રવ્યથી પૂજા કરવાનું, એ ચૂકે નહિ ને ? આવી મનોવૃત્તિ હોય તો સારો ભાવ આવી શકે, કારણ કે જેને પરિગ્રહની મૂચ્છ ઉતારીને પૂજાનું સાધન આપ્યું, તેની એ અનુમોદના કરતો જ હોય. પણ વિચારવા જેવી વાત એ છે કે, આજે જે લોકો પોતાના દ્રવ્યનો વ્યય કર્યા વિના જ પૂજા કરે છે, તેઓ શું એવા ગરીબડા છે કે, પૂજા માટે કાંઈ ખર્ચ કરી શકે જ નહિ ? જે શ્રાવકો ધનહીન હોયતેઓને માટે તો શાસ્ત્ર કહ્યું છે કે, એવા શ્રાવકોએ ઘેર સામાયિક લેવું. પછી જો કોઈનું એવું દેવું ન હોય કે, જે દેવાને કારણે ધર્મની લઘુતા થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તેવું હોય, તો એ શ્રાવક સામાયિકમાં રહીને અને ઈર્યાસમિતિ આદિના ઉપયોગવાળો બનીને જિનમંદિરે જાય. ત્યાં જઈને એ શ્રાવક જુએ કે “અહીં મારી કાયાથી બની શકે, એવું કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય છે ખરું ?” જેમ કે કોઈ ધનવાન શ્રાવકે પ્રભુપૂજા માટે પુષ્પો મેળવ્યાં હોય અને તે પુષ્પોની ગૂંથણી કરવાની હોય. આવું કોઈ કાર્ય હોય, તો ૧૪૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188