Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 162
________________ આ રીતે આજથી ૪૯ વર્ષ પૂર્વે થયેલું આ પ્રવચન, વર્તમાન પરિસ્થિતિમાં આજે પણ એટલું જ માર્ગદર્શક, ઉપકારક બને તેવું છે. જે પણ વાચક પૂર્વગ્રહનો સર્વથા ત્યાગ કરીને મુક્ત મને સત્યને પામવાની ભાવનાથી આ પ્રવચન વાંચશે, તેને પૂજ્યપાદ આ. શ્રી વિજય પ્રેમ સૂ.મ.સા.ના આ વિષયમાં શું વિચારો હતા, તેનો પણ સાચો ખ્યાલ આવશે અને સત્યમાર્ગ જરૂર લાધશે, એવો વિશ્વાસ જરાય અસ્થાને નહિ જ ગણાય. પૂજ્યપાદ આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલ પ્રવચનને રજૂ કરતા આ પુસ્તકના કેટલાક મનનીય મુદ્દા * આજે દેવની પૂજા કોણ કરે અને દેવની પૂજા શામાંથી કરવી ? તેની પણ ચિંતા ઉભી થવા માંડી છે. જ ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઈએ તે ક્યાંથી લાવવું ? પોતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ દેવદ્રવ્યનો ઉપયોગ શા માટે ન થાય ? એવા પ્રશ્નો ઉઠવા માંડ્યા છે. જ આજે એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે કે, ભગવાનની પૂજામાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવા માંડો ! કોઈ કોઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણો થવા લાગ્યાં છે કે, મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી. જ આવું વાંચીએ, સાંભળીએ ત્યારે થાય કે દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે કે, દેવદ્રવ્ય ઉપર જૈનોની દાનત બગડી છે ? જ દેવદ્રવ્યની વાત તો દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે તો જૈનો કહેતા કે, એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, એમાં અમને શો લાભ ? છે. શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે ? આરંભ અને પરિગ્રહમાં ગ્રસ્ત જો છતી શક્તિએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તો તે પૂજા વાંઝણી ગણાય. ૧૩૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188