Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 127
________________ પ્રણાલિકા છે ? અને તે શહેરોના શ્રીસંઘ કેવી રીતે ઉપયોગ સુપનની બોલીના ઘીની ઉપજનો કરે છે ? તે માટેનો આપનો અનુભવ જણાવવા મહેરબાની કરશોજી. શ્રીસંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બોલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય તો, શ્રીસંઘ દોષિત થાય કે કેમ ? તે માટે આપશ્રીનો અભિપ્રાય જણાવશોજી. સંઘના પ્રમુખ, 45 લિ. જમનાદાસ મોરારજી ફરીથી તે વિષયનો શ્રીસંઘે લખેલ બીજો પત્ર પૂજ્યપાદ.... સવિનય લખવાનું કે અત્રેના શ્રીસંઘ સુપનાની ઘીની બોલીના રૂા.રા)નો દર ગયા વર્ષ સુધી હતો.જે આવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રીસંઘે વિચારકરી એક ઠરાવ કીધો કે, “અસલના રૂા. રા) આવે તે હંમેશની માફક દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂા. રા) વધારી જે ઉપજ આવે તે સાધારણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલો ઠરાવ શાસ્ત્રના આધારે બરાબર છે કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વગેરેના શ્રીસંઘો સુપનની બોલીની ઉપજની રકમનો કેવી રીતે ઉપયોગ કરે છે તે આપના ધ્યાનમાં હોય તે જણાવશોજી. નોંધઃ સાંતાક્રુઝ શ્રીસંઘ તરફથી લખાયેલ પત્રના ઉત્તરરૂપે પૂ.પાદ સુવિહિત શાસન માન્ય આચાર્ય ભગવંતોનાં તરફથી જે જે પ્રત્યુત્તરો શ્રીસંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે. પી. ઉપર આવેલા છે તે બધાયે પત્રો અત્રે રજુ કરેલ છે. જે ઉપરથી સ્પષ્ટ રૂપે જોઈ શકાશે કે, “સુપનની ઉપજના નામે વધારો કરીને લેવાયેલી ઉપજ પણ સાધારણ ખાતામાં ન લઈ જવાય.” તેમ સચોટ અને મક્કમપણે પૂ.પાદ શાસનમાન્ય આચાર્ય ભગવંતોએ ફરમાવેલ છે, તો આજે જેઓ સારીયે સ્વપ્નદ્રવ્યની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૦૧

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188