Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 2
________________ પૂજા-મહાપૂજાતો મહિમા –શાસ્ત્ર મૂલશુદ્ધિપ્રકરણ-ટીકા-૭૮ કર્તા - દેવચન્દ્રસૂરિજી (કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરિજીના ગુરુજી) અથ ..............શક્તિર્વાનભવતિ તતો યથા સમ્ભવમપિ પૂજાવિધીયમાના ગુણાય સમ્પદ્યતે। ♦ શક્તિ જો ન હોય તો જે રીતે શક્ય હોય તે રીતે પણ પૂજા કરાય તે લાભ કરનારી થાય છે. શ્રી ચન્દ્રકેવલી રાસ કર્તા – જ્ઞાનવિમલસૂરિજી અનુવાદક - સમ્પાદક : પંડિત કપૂરચંદ વારૈયા, વિ.સં. ૨૦૩૫ ખંડ ત્રીજો, ઢાલ-૨૨ મી ‘રાજમાન્ય ઈમ્ય થઈ પ્રાસાદે, સર્વ ઠામે ચિંતવે, તિહાં સુપેરે રાખે કિંહા વધારે મહાપૂજા રચના ઠવે.’ ♦ કોઈક વખત દેવદ્રવ્યની વૃદ્ધિ વધારે થાય તો મહાપૂજાનની રચના કરે છે. પેજ - ૪૯૦/૪૯૧ (૯૩૬ પેજ પુસ્તક) ખરે જ, જિનમંદિર વિના જિન પ્રવચનની વૃદ્ધિ નથી થતી; અને દ્રવ્ય વગર તે મંદિરની પ્રતિદિન સંભાળ કરી શકાતી નથી; તેમજ જીર્ણ, વિશીર્ણ થયેથી પુનરુદ્ધાર કરી શકાતો નથી, તથા તેના વડે શ્રાવકોથી કરાતાં પૂજા, મહોત્સવ વગેરેમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણો દીપ્યમાન થાય છે; કારણ કે અજ્ઞાનીઓ પણ પ્રશંસા કરે છે કે, ‘અહો, આ લોકોની બુદ્ધિ તત્ત્વાનુસારી છે.” પરિણામે તેઓ ક્રમે કરીને, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના લાભને મેળવનારા બને છે. —શાસ્ત્ર ઃ- દર્શનશુદ્ધિ ટીકા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20