Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust
Catalog link: https://jainqq.org/explore/006100/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ p®®®6. , ધર્મવ્ય વ્યવસ્થા આ રીતે થાય છે તથા Sa દેવદ્રવ્યના શાસ્ત્રપાઠો છે, - -: આધાર ગ્રંથો :| ઉપદેશપદ-સમ્બોધ પ્રકરણ-વસુદેવહિંડી દર્શનશુદ્ધિ ટીકા-વિચારસાર-ગાથા સહસ્ત્રી-મૂલશુદ્ધિ પ્રકરણ શ્રાદ્ધદિનકૃત્ય-શ્રાદ્ધવિધિ-સેનપ્રશ્ન-દ્રવ્યસપ્તતિકા વગેરે પ્રમાણભૂત શાસ્ત્રોના આધારે Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજા-મહાપૂજાતો મહિમા –શાસ્ત્ર મૂલશુદ્ધિપ્રકરણ-ટીકા-૭૮ કર્તા - દેવચન્દ્રસૂરિજી (કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરિજીના ગુરુજી) અથ ..............શક્તિર્વાનભવતિ તતો યથા સમ્ભવમપિ પૂજાવિધીયમાના ગુણાય સમ્પદ્યતે। ♦ શક્તિ જો ન હોય તો જે રીતે શક્ય હોય તે રીતે પણ પૂજા કરાય તે લાભ કરનારી થાય છે. શ્રી ચન્દ્રકેવલી રાસ કર્તા – જ્ઞાનવિમલસૂરિજી અનુવાદક - સમ્પાદક : પંડિત કપૂરચંદ વારૈયા, વિ.સં. ૨૦૩૫ ખંડ ત્રીજો, ઢાલ-૨૨ મી ‘રાજમાન્ય ઈમ્ય થઈ પ્રાસાદે, સર્વ ઠામે ચિંતવે, તિહાં સુપેરે રાખે કિંહા વધારે મહાપૂજા રચના ઠવે.’ ♦ કોઈક વખત દેવદ્રવ્યની વૃદ્ધિ વધારે થાય તો મહાપૂજાનની રચના કરે છે. પેજ - ૪૯૦/૪૯૧ (૯૩૬ પેજ પુસ્તક) ખરે જ, જિનમંદિર વિના જિન પ્રવચનની વૃદ્ધિ નથી થતી; અને દ્રવ્ય વગર તે મંદિરની પ્રતિદિન સંભાળ કરી શકાતી નથી; તેમજ જીર્ણ, વિશીર્ણ થયેથી પુનરુદ્ધાર કરી શકાતો નથી, તથા તેના વડે શ્રાવકોથી કરાતાં પૂજા, મહોત્સવ વગેરેમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણો દીપ્યમાન થાય છે; કારણ કે અજ્ઞાનીઓ પણ પ્રશંસા કરે છે કે, ‘અહો, આ લોકોની બુદ્ધિ તત્ત્વાનુસારી છે.” પરિણામે તેઓ ક્રમે કરીને, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના લાભને મેળવનારા બને છે. —શાસ્ત્ર ઃ- દર્શનશુદ્ધિ ટીકા Page #3 -------------------------------------------------------------------------- ________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિનો ઉપદેશપદ-સમ્બોધ પ્રકરણ-વસુદેવસિંડી દર્શનશુદ્ધિ ટીકા-વિચારસાર-ગાથા સહસ્રી-મૂલશુદ્ધિ પ્રકરણ શ્રાદ્ધદિનકૃત્ય-શ્રાદ્ધવિધિ-સેનપ્રશ્ન-દ્રવ્યસપ્તતિકા વગેરે પ્રમાણભૂત શાસ્ત્રોના આધારે શુદ્ધ વહીવટ (વિસ્તૃત જાણકારી માટે ધાર્મિક વહિવટ વિચાર’ લેખક - પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજય ગણિ - વાંચવી) -: લેખક : પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ સિધ્ધાંત દિવાકર ૫.આ.દેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા, . પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજા. : પ્રકાશક - પ્રાપ્તિ સ્થાન : દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી કલિકુંડ - ધોળકા - જિ. અમદાવાદ – -: મુદ્રક ઃજય જિનેન્દ્ર ગ્રાફિકસ Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૧) કલ્પિત દેવદ્રવ્ય ખાતું ઃ • ઉપધાનની-સંઘની-તીર્થ માળના ચડાવા. પ્રભુ મૂર્તિને અંજન શલાકા-પ્રતિષ્ઠાના ચડાવા. ગણધર ભગવંતોની પ્રતિમા ભરાવવાના–પ્રતિષ્ઠાના ચડાવા. વરઘોડાના રથસંબંધી ચડાવા. કુમારપાળની આરતીના ચડાવા. દેરાસરના દ્વારોદ્ઘાટનના ચડાવા. દેવદ્રવ્ય-ભંડાર ત્રિગડું / સિંહાસન (ખર્ચ બાદ કરીને) ચડાવા.” જન્મ વાંચનમાં સુપનના / પારણા વગેરેના ચડાવા. (માત્ર જન્મ વાંચન/સુપન ઉતારવા માટે જ મંડપ હોય તો તેનો ખર્ચ બાદ કરતાં વધે તે.) દેરાસરમાં કંકુથાપા કરવાનો ચઢાવો. પંચકલ્યાણક ઉજવણીના ચઢાવા. જે દેવકું સાધારણ કહેવાય છે તે પણ આ વિભાગમાં સમાઈ જાય છે. અંજનશલાકામાં ભગવાનના માતા-પિતા, કુલમહત્તરા-ઈન્દ્ર-ઈન્દ્રાણીમંત્રી પુરોહિત-જયોતિષી-પ્રિયંવદાદાસી વગેરે બનવાના ચડાવા કલ્પિત દેવદ્રવ્ય બને છે. નોંધ :- જે તે ખાતાની રકમની આવક – જાવક સામ સામેના પાના ઉપર આપેલ છે. તથા ૪૦ વર્ષ જૂની પુસ્તિકા “વિજય પ્રસ્થાન' ના દેવદ્રવ્યના શાસ્ત્રપાઠો પેજ નં. ૧૬ થી આપેલા છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય પરંપરા આધારિત શુદ્ધ વહીવટ - જાવક (૧) કલ્પિત દેવદ્રવ્ય ખાતું: દૂધ-કેશર, સુખડ, ધૂપ, અંગલુછણા વગેરે પૂજન સામગ્રીનો ખર્ચ દેરાસર માટે સઝાડુ-વાંસદી વગેરે. થાળી-વાડકી-કળશ વગેરે દેરાસરના ઉપકરણોનો ખર્ચ. દેરાસરનું લાઈટબીલ, ટેકસ, દેરાસર નવનિર્માણ. અજૈન પૂજારી/વોચમેનને પગાર, બોનસ, લોન, રહેવા માટે જગ્યાનું ભાડું વગેરે. (તેની પાસે દેરાસર સિવાયનું કોઈપણ કામ-ઉપાશ્રય/પેઢી, ટ્રસ્ટીનું કે ગોચરીના ઘર બતાડવાનું ન કરાવાય, જો કરાવાય તો તેટલું સાધારણમાંથી) દેરાસર શણગાર - દેરાસર તથા તીર્થ મંદિર સંબંધી લિગલ કેસ. સુપન કે તેની ફુલ-મોતી-સોનાની માળા વગેરે ખર્ચ. માત્ર પ્રભુભક્તિ માટે-ડેકોરેશન-અજૈન સંગીતકાર-માઈક-વાજીંત્રો વગેરેનો ખર્ચ. (વ્યક્તિગત ન હોય તો.) * રથયાત્રામાં વરઘોડામાં રથ-પ્રભુજી સંબંધી ખર્ચ. દેરાસર માટે સિંહાસન, ભંડાર, ત્રિગડું, સુપનો, પારણું, સ્ટોરેજ કબાટ, અલાર્મ સિસ્ટમ, લાઈટીંગ, સી.સી.ટીવી કેમેરા. ભગવાનના આભૂષણો બનાવવા. બાર મહિને એક-બે વાર મહાપૂજા તેમજ તીર્થ રક્ષા માટે. દેરાસરમાં તીર્થપટ્ટો બનાવવા ૦ દેરાસરના જીર્ણોદ્ધાર માટે. દેરાસરમાં આરસમાં કોતરેલા પ્રભુના જીવન ચરિત્રો બનાવવા. ભગવાનની પાછળ ચાંદીના પૂંઠીયા-ચંદરવા. દેરાસર માટે જ જમીન ખરીદી. દેવકું સાધારણ દ્રવ્ય પણ આ કાર્યોમાં વપરાય છે. નવા જિનપ્રતિમા બનાવવા. અંજનશલાકા માટે ભગવાન માટેનો મંડપ-પંચકલ્યાણકની ઉજવણી મંડપ તથા ભગવાન માટેના ખર્ચા થઈ શકે. વધે તે કલ્પિત દેવદ્રવ્યમાં જમા થાય. Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૨) નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતું : ઉતારેલી આંગી/ટીકા/વરખ વગેરેની આવક. ચોખા, સાકર, બદામ, ફળ નૈવેદ્ય (વેચતા હો તો) (હકીકતમાં બદામ વગેરે દેરાસરમાંથી વેચાતી લઈને ચડાવાય નહીં. વેચાતી લઈને અનુકંપામાં ઉપયોગ કરવો.) ફળ-નૈવેદ્ય-અક્ષતાદિપૂજા શાસ્ત્રસિદ્ધ કર્તવ્ય છે. તેના બદલે તેટલા રૂપિયા ભંડારમાં નાખવા/નંખાવવા તેવું શાસ્ત્રોમાં નથી. એવી નવી પ્રથા-ફંડ ઊભા કરાવવા વગેરે વિચારણીય છે. પૂજા દેવદ્રવ્ય ખાતું : પૂજા માટે અર્પણ કરેલ સુખડ વગેરે ખર્ચનું દ્રવ્ય. આંગી ખાતાનું દ્રવ્ય. ભગવાનને ચડાવેલા સોનાચાંદીના/મુગટ-વીંટી-હાર-વાળી (ક)-કંકણ વગેરેની આવક. પૂજાના વાર્ષિક કે માસિક ચડાવા કે નકરા તથા તેનું વ્યાજ. . અષ્ટપ્રકારી પૂજા, પ્રક્ષાલ, કેસર, ફુલ, ધૂપ, અંગલુછણા વગેરેની વાર્ષિક ઉછામણી કે નકરો અથવા ક્યાંક મહિના મહિનાના નકરા હોય તો તેમ તથા તેનું વ્યાજ. પંચકલ્યાણક આદિ પૂજા, સિદ્ધચક્ર પૂજનાદિના તથા સ્નાત્રના ચડાવા કે નકરા. આંગી ખાતું : * આંગી લખાવવાથી થયેલ કે ચડાવાની આવક. આંગીનો કાયમી નકરો. જ્ઞાન ખાતું : જ્ઞાનપૂજનની આવક, જ્ઞાનોપકરણ ચડાવાની આવક. દેવવંદન/પ્રતિક્રમણ વગેરે સૂત્રો બોલવાના ચડાવાની આવક. દીક્ષામાં પોથી નવકારવાળી વહોરાવાની બોલી. જ્ઞાનની પૂજાની બોલીની આવક. કલ્પસૂત્ર-બારસાસૂત્ર-પ્રવચન ગ્રંથ વગેરે વાંચવા માટે અર્પણ કરવાનાજ્ઞાન પૂજાના-ફોટાના દર્શનના ચડાવાની આવક. જ્ઞાનપંચમી ભંડાર/નોટ-પેનાદિની આવક. • જ્ઞાનખાતેથી છપાવેલ પુસ્તકોના વેચાણની આવક. (6) Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ જાવક (૨) નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતું: ભગવાનના બાજુબંધ, મુગટ, ખોખું, હાર વગેરે તમામ આભૂષણો બનાવવા. દેરાસરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણ. ચોખા-ફળ-નૈવેદ્ય વગેરે પૂજારી કે દેરાસરના વોચમેન વગેરેને પગારમાં આપી શકાય. આરતીની થાળીમાં પૂજારી માટે મુકાયેલા પૈસા પૂજારી લઈ શકે. દેરાસર સંબંધી કોર્ટ કેસ-તીર્થો સંબંધી કોર્ટ કેસના ખર્ચા થઈ શકે. (૩) પૂજા દેવદ્રવ્ય ખાતું : લેપ-પ-ચક્ષુ-ટીકા-કપાલી-આભૂષણો વગેરે પૂજા સામગ્રીનો ખર્ચ. (જિનપૂજા સંબંધી) કેસર, સુખડ, ધૂપ, દૂધ, વાસક્ષેપ વગેરે. ભંડાર ખરીદીનું બીલ. દેરાસરની અંદર ગુરુમૂર્તિ કે અધિષ્ઠાયક દેવ-દેવીની મૂર્તિ પધરાવેલી હોય ત્યારે અષ્ટપ્રકારી પૂજાના ચડાવામાં તે બધા શામેલ છે તેમ સમજીને ચડાવા બોલાવાય છે. એટલે ગુરુમૂર્તિ કે દેવ-દેવીની વાસક્ષેપથી પૂજા વગેરે થાય તો દોષ લાગે નહીં. (૪) આંગી ખાતું : આંગીનો ખર્ચ, આંગી માટે સામાન, ઝવેરાત વગેરે માટે. વધારો કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા કરી શકાય. જ્ઞાન ખાતું : શાસ્ત્રો લખાવવા-છપાવવા, શાસ્ત્રોને પૂંઠા ચડાવવા વગેરે. જ્ઞાનભંડાર બનાવવો (સાધુ-સાધ્વી ઉતરી ન શકે પણ ભણવાં પૂરતા બેસી શકે.) જ્ઞાન ભંડારના કબાટો વગેરે. (સાધુ-સાધ્વીજી ઉપકરણો ન મુકી શકે.) જ્ઞાન ભંડાર માટે પુસ્તકો પ્રતો વગેરે વસાવવા માટે. સાધુ-સાધ્વીજીને ભણાવતા અજૈન પંડિતોને પગાર-બોનસ વગેરે. સાધુ-સાધ્વીજીઓને ભણવા માટે પુસ્તક પ્રતો-નોટ વગેરે માટે. (સ્કૂલ/પાઠશાળાના જૈન પંડિત માટે આ જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ ન થઈ શકે.) Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૬) સાધુ-સાધ્વીજી વૈયાવચ્ચ ખાતું ઃ દિક્ષાના (પોથી-નવકારવાળી સિવાયના) ઉપકરણો વહોરાવવાના ચડાવા. દિક્ષામાં નૂતન દીક્ષિતનું નામ કરણ કરવાનો ચડાવો. વૈયાવચ્ચ માટે ભેટ મળેલી રકમ. ઉપકરણ વંદનાવલીમાં ચારિત્રના ઉપકરણના ચડાવાની આવક. (ખર્ચ બાદ કરીને.). (૭) ગુરૂપૂજન ખાતું (ગુરૂની અંગપૂજા શાસ્ત્રીય નથી.) ગુરૂપૂજનના ચડાવાની આવક. ગુરૂપૂજન વખતે મૂકેલી રકમ. કામની વહોરાવવાનો ચડાવો. સાધુ ભગવંતના તપના પારણાનો ચડાવો. ગુરૂ ભગવંતની આગળ ગહુલીની રકમ. (દરાસરમાં કે ગુરૂદ્રવ્યમાં.) મહાત્માના કાળધર્મ પછી અગ્નિસંસ્કાર વગેરેની બોલીની આવક. (૮) સ્વામી વાત્સલ્ય ખાતુંઃ સ્વામી વાત્સલ્યનો કાયમી આદેશ. સ્વામી વાત્સલ્ય માટેનું દાન. સ્વામી વાત્સલ્યનો નકરો/આની. (૯) સાધર્મિક ભક્તિ ખાતું ઃ • સાધર્મિક ભક્તિનું ફંડ. Page #9 -------------------------------------------------------------------------- ________________ જેન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ જાવક (૬) સાધુ-સાધ્વીજી વૈયાવચ્ચ ખાતું : સાધુ-સાધ્વીજી મ.સા.ની વૈયાવચ્ચ માટે જરૂરી તમામ કાર્યનો ખર્ચ વિહારધામમાં (જૈન શ્રાવકો-દીક્ષાર્થી-જૈન માણસો સિવાય) સાધુ-સાધ્વીજી માટે ગોચરી-પાણી ખર્ચ. (૭) ગુરૂપૂજન ખાતું: (સંમેલનના ઠરાવ પ્રમાણે) સાધુ-સાધ્વીના ભોજન/દવા વગેરે સિવાયના ડોળીવાળા, વ્હીલચેર વગેરે માણસનો પગાર વગેરે બાહ્ય ઉપયોગમાં (અજૈન માણસબાઈનો ખર્ચ, સામાન પહોંચાડવાનો ખર્ચ) સાધુ-સાધ્વીજી માટે ઉપકરણો. (દેરાસરના કેસર-વાસક્ષેપ વગેરેથી ગુરૂની પૂજા ના થાય.) અગ્નિ સંસ્કારની આવક ગુરુમૂર્તિ-ગુરૂમંદિર નિર્માણ, અથવા (પ્રભાવનાભોજન સિવાય) અણહિકા મહોત્સવ વગેરેમાં વપરાય. (સાધુ-સાધ્વી માટે ન વપરાય) અથવા અગ્નિસંસ્કારની આવક જીવદયા માટે વપરાય. (૮) સ્વામી વાત્સલ્ય ખાતું • સ્વામી વાત્સલ્ય માટેનો ખર્ચ. (વધારો સાધારણ ખાતે જમા થાય.) (૯) સાધર્મિક ભક્તિ ખાતું ઃ સાધર્મિકોને સહાય | ભક્તિ વગેરે. સાધર્મિક કીટ અર્પણ, ઔષધ ડૉકટર-વૈદ્ય વગેરે ખર્ચ. Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૧૦) પાઠશાળા ખાતું : પાઠશાળા માટે કાયમી દાન. પાઠશાળાના વાર્ષિક | માસિક ચડાવા. પાઠશાળામાં પ્રભાવના ફંડ. પાઠશાળા તરફથી તીર્થયાત્રા માટે દાન. પાઠશાળા જનરલ ફંડ. (૧૧) આયંબીલ ખાતું ઃ આયંબીલ ભવનની વિવિધ સ્કીમોનું દાન. આયંબીલ ખાતે મળેલ ભેટ | ફંડ. આયંબીલ કરાવવાના નકરાની આવક. આયંબીલ તિથિ યોજના. બે ઓળીના નકરાની આવક. (૧૨) પ્રભાવના ખાતું: પ્રતિક્રમણની પ્રભાવના ફંડાનકરો. પૌષધની પ્રભાવના ફંડ/નકરો. તપસ્વી પ્રભાવના ફંડ/નકરો. પૂજા પ્રભાવના ફંડ/નકરો. જન્મવાંચન દિને પ્રભાવનાનો નકરો. (તે તે ખર્ચ તે તે આવકમાંથી બાદ કરવો.). પ્રભાવના,બહુમાન તિલક-શ્રીફળ વગેરે કરવાના ચડાવાની આવક. (10) Page #11 -------------------------------------------------------------------------- ________________ જેન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ - જાવક (૧૦) પાઠશાળા ખાતુંઃ પાઠશાળા માટેનું મકાનનું બાંધકામ,રીપેરીંગ/કલરકામ/ફર્નીચર,લાઈટ મેઈન્ટેનન્સ/સાફ-સફાઈ ખર્ચ વગેરે. પાઠશાળાના મકાનનું ભાડું. ધાર્મિક શિક્ષકોને પગાર લોન વગેરે. ધાર્મિક પુસ્તક/સાપડા વગેરે વસાવવા. યાત્રા પ્રવાસ ખર્ચ. પાઠશાળામાં પ્રભાવના/અલ્પાહાર. બાળકોનું સમૂહસામાયિક/શિબિરો. પાઠશાળા માટે તકતી છાપકામ વગેરે કામ. (૧૧) આયંબીલ ખાતું: આયંબીલ ભવન બાંધકામનો/તકતીનો ખર્ચ/ભાડું/રીપેરીંગ/મેઈન્ટેનન્સ હાઉસટેકસ-વાસણ-ગેસ વગેરે. આયંબીલ ખાતાની લાઈટ/રસોઈયા-માણસોનો, મહેતાજીનો પગાર વગેરે. આયંબીલ માટે અનાજ વગેરે ખરીદીનો ખર્ચ. ઓળીના પારણાનો ખર્ચ. (૧૨) પ્રભાવના ખાતું : પ્રતિક્રમણ પ્રભાવના ખર્ચ. પૌષધ પ્રભાવના ખર્ચ. તપસ્વી પ્રભાવના ખર્ચ. પૂજા પ્રભાવના ખર્ચ. જન્મવાંચન પ્રભાવના ખર્ચ. બહુમાનના શ્રીફળ/હાર-શાલ વગેરે ખર્ચ. (11) Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૧૩) દેવ-દેવી ખાતું: દેવ-દેવીની મૂર્તિ ભરાવવાની બોલીની અથવા નકરાની આવક. દેવ-દેવીની દેરી બનાવવાની બોલીની અથવા નકરાની આવક દેવ-દેવીની પ્રતિષ્ઠાની બોલીની અથવા નકરાની આવક.. દેવ-દેવીના ભંડારની અથવા નકરાની આવક. દેવ-દેવીને ખેષ-ચૂંદડીની અથવા નકરાની આવક. સુખડી-શ્રીફળના તોરણની અથવા નકરાની આવક. દેવ-દેવી પૂજન/હોમ વગેરેની અથવા નકરાની આવક. દેવ-દેવીની આંગી/આરતીના ચડાવા. (૧૪) પૌષધશાળા (ઉપાશ્રય) ખાતુંઃ પૌષધશાળા (ઉપાશ્રય) બાંધકામની વિવિધ સ્કીમો તકતીઓ દ્વારા દાન. પૌષધશાળા ફંડ. ગુરૂકૂંછણાનું દ્રવ્ય. જીવદયાનું ખાતું : જીવદયાની ટીપ. જીવદયા ખાતે થયેલી આવક. મહાત્મા કાળધર્મ પછીની અગ્નિસંસ્કાર વગેરેની બોલીની આવક. (૧૬) અનુકંપા ખાતું : અનુકંપા ફંડ/આવક. ખીચડી ઘરની આવક. ગરીબોદ્ધાર ફંડ. ભૂખ્યાને ભોજન ફંડ. (૧૭) સર્વ-સાધારણ-શુભ ખાતુંઃ (ધાર્મિક) શાલિભદ્ર, પુણીયો શ્રાવક, ૧૬ ઉદ્ધારક, કનકશ્રી વગેરેના બહુમાનાદિ ચડાવાની આવક. વર્તમાન સંઘપ્રમુખને તિલક કરવાની ચડાવાની આવક. (12) Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ જાવક (૧૩) દેવ-દેવી ખાતું : દેવ-દેવી મૂર્તિ દેરી બનાવવાનો ખર્ચ. દેવ-દેવી પ્રતિષ્ઠાદિ સામગ્રી/મહોત્સવ ખર્ચ. ......... દેવ-દેવીનો ભંડા૨/ચુંદડી/સુખડી આંગી-પૂજારી વગેરે ખર્ચ. (જો દેરાસરમાં દેવ-દેવીનો ગોખલો હોય તો તેની જગ્યા-બાંધકામ વગેરે બધો ખર્ચ બાદ કર્યા પછી વધેલી રકમ દેરાસરના તમામ કાર્યોમાં વાપરી શકાય.) પ્રભાવના કે જમવામાં નહીં, તે સિવાય સાધારણ ખાતામાંથી થતાં બધા કાર્યોમાં સદુપયોગ થઈ શકે. (૧૪) પૌષધશાળા (ઉપાશ્રય) ખાતું : પૌષધશાળા, જૈન આરાધના ભુવન બાંધકામ ખર્ચભાડું. પ્રવચન મંડપ ખર્ચ. દાતાની તકતી ખર્ચ. મેઈન્ટેનન્સ, ટેકસ, રીપેરીંગ, પાટ-પાટલા-કબાટ-સાફ સફાઈ વગેરે. (૧૫) જીવદયાનું ખાતું : જીવોને છોડાવવા, નિભાવવાના ખર્ચ. ઘાસચારો/પાણી/હવાડા • જીવદયા સિવાય બીજા કોઈપણ કાર્યમાં ન ખર્ચાય. • પાંજરાપોળ. જીવો બચાવવાની ઝુંબેશમાં કોર્ટમાં જીવો બચાવવાના કેસ માટેનો ખર્ચ. (૧૬) અનુકંપા ખાતું : અજૈન માણસોની અનુકંપા. ૦ ગરીબોને સારવારનો ખર્ચ. સદાવ્રત/ખીચડી ઘર ખર્ચ. ગરીબોને અનિંદ્ય પ્રકારની સહાય. ગરીબોને ઔષધ વગેરેની સહાય. (જૈનો માટે ચાલે નહીં.) (૧૭) સર્વ-સાધારણ ખર્ચ : સંઘની પેઢીનું મકાન બાંધકામ ભાડું/ટેકસ/મેઈન્ટેનન્સ/ફર્નીચર લાઈટબીલ/સાફ સફાઈ ખર્ચ. (13) Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ (૧૭ નંબરનું ચાલુ) આવક સંઘપતિને તિલકનો ચડાવો. જન્મવાંચન દિવસે સંઘના મહેતાજી બનવાનો ચડાવો. કંકોત્રીમાં લિખિતંગનો ચડાવો. બેસતા વર્ષે પેઢી ખોલવાનો/સંઘના મુનિમ બનવાનું પહેલી પહોંચ ફાડવાની/સંઘને ગુલાબજળ દ્વારા અમી છાંટણાની બોલીની આવક. શાલિભદ્રનો ભંડા૨/૯૯ પેટીની આવક. જન્મવાંચન દિને સકલ સંઘને ગુલાબજળ દ્વારા અમી છાંટણા કરવાનો વધાવવાનો ચડાવો. કુમારપાળ બનવાનો ચડાવો. (આરતીનો અલગ હોય તો) જન્મવાંચન દિને શાલિભદ્ર વગેરેને તિલક કરવાનોં ચડાવો. કોઈપણ ચડાવો લેનારનું બહુમાન કરવાના ચડાવાની આવક. સંઘ સદસ્ય/મેમ્બર શીપનો નકરો. દીક્ષાર્થીનું બહુમાન/વધામણા/વિદાય તિલકનો ચડાવો. તપના બિયાસણા-પારણા-અત્તરપારણા કે તપસ્વીઓના બહુમાનના ચડાવા કે નકરા. સર્વ-સાધારણ ફંડ/ટીપ ફોટા-તકતી વગેરે સ્કીમોથી આવક. પેઢીનું મકાન/ગેટ વગેરે ઉપર નામના ચડાવા વગેરેની આવક. ઉપાશ્રયમાં કંકુથાપા કરવાનો ચડાવો. ધાર્મિક મહોત્સવમાં સાધર્મિક ભક્તિ કે નવકારશી જમણ વગેરેના નકરા કે ચડાવો. ફુલે ચુંદડીની આવક. ઉપાશ્રયમાં પાણીની પરબની નામકરણની આવક. ચોમાસા પ્રવેશ વખતે ૧૨ કે ૪ મહિના માટે ઉપાશ્રય દ્વારોદ્દઘાટનનો ચડાવો. વ્યાખ્યાન મંડપ ઉપર નામકરણનો ચડાવો. ચડાવાઓ લેનારને તિલક, શ્રીફળ-હારના ચડાવા. ધાર્મિક મહોત્સવ માટે મંડપ ઉપર નામકરણના ચડાવા. તપના ઉજમણારૂપે તપસ્વીના સામુદાયિક વરઘોડામાં બગી વગેરેના ચડાવા કે નકરાની આવક. નૂતન દીક્ષાર્થીનું ગુરુજીએ પાડેલું નામ, સમસ્ત શ્રી સંઘ સમક્ષ ઘોષિત કરવાનો ચડાવો. (14) Page #15 -------------------------------------------------------------------------- ________________ જાવક 0 જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ (૧૭ નંબરનું ચાલુ) કુમારપાળનો ડ્રેસ વરઘોડા વગેરેનો ખર્ચ. માણસો-મુનિમજીને પગાર, લોન, બોનસ વગેરે. બીલબુક વાઉચર/સ્ટેશનરી-ઝેરોક્ષ-ટેલીફોન વગેરે જનરલ ખર્ચ. બ્લેક બોર્ડ રીપેરીંગ-પેઈન્ટીંગ ખર્ચ. તકતીઓ/કંકોત્રીઓ/ફોટાઓ વગેરે ખર્ચ અમીછાંટણાનો/બહુમાન સામગ્રીનો ખર્ચ. શિબિર, મહોત્સવ વગેરેમાં પ્રભાવના સાધર્મિકભક્તિ વગેરેનો ખર્ચ. તપના બીયાસણા/અત્તરવાયણા/પારણા ખર્ચ. ગુરૂમહારાજના સામૈયાનો ખર્ચ (ચોમાસુ પ્રવેશ) વરઘોડાનો ખર્ચ બેન્ડ, મંડળ, મંડળીઓ, ઝાંકીઓ. પ્રવચન, શિબિરાદિ માટે મંડપ વગેરે ખર્ચ. દેરાસર તથા જ્ઞાન ખાતા ઉપરાંત જે કાંઈ ધર્મખાતાનો ખર્ચ હોય તે તમામ. દેરાસરનું પાણી બીલ, મેઈન્ટેનન્સ બીલ. સુખડ અને કેસરનું ખર્ચ, પગલુંછણીયું. નવકારશી જમણ કે સ્વામિવાત્સલ્યના ખર્ચમાં. ફલે ચુંદડીનો ખર્ચ. ધાર્મિક મહોત્સવના મંડપ વગેરે માટે ખર્ચ નોંધ :- સિદ્ધચક્ર પૂજનાદિ મહોત્સવો, અંજનશલાકા પ્રતિષ્ઠાદિ મહોત્સવો જિનભક્તિ અનુષ્ઠાનો વગેરેમાં સિદ્ધચક્ર પૂજન વગેરેના પેકેજમાં જો પ્રભાવના, સાધર્મિકભક્તિ વગેરેથી યુક્ત નકરા/બોલીથી આદેશ અપાયો હોય તો તે રકમમાંથી સામગ્રી/સંગીતકાર/માઈક/ડકોરેશન/પ્રભાવના સાધર્મિકભક્તિ વગેરે બધો ખર્ચ બાદ કરીને બાકીની રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા કરી શકાય. જો પ્રભાવના કે સાધર્મિકભક્તિથી મુક્ત નકરા કર્યા હોય તો તે રકમમાંથી પ્રભાવના કે સાધર્મિકભક્તિનો ખર્ચ બાદ ન કરી શકાય. ખાસ નોંધઃ-જ્ઞાનદ્રવ્ય-ગુરુદ્રવ્ય-સાધારણદ્રવ્ય, જે ખાતાની આવક જે તે ખાતામાં વપરાય તેની ઉપરના ખાતામાં વપરાય, પણ નીચેના ખાતામાં ના વપરાય. ભગવાનનો ન હોય તેવા વરઘોડામાં પણ બગી વગેરે કે બીજી રચનાઓના ખર્ચ થઈ શકે. (વધારો સર્વ-સાધારણ ખાતે જમા). (15) 0 C Page #16 -------------------------------------------------------------------------- ________________ ૦ સુરતના આગમ મંદિરના બંધારણમાં લખ્યું છે કે ટ્રસ્ટીઓને યોગ્ય લાગે તે મુજબ તેઓ નીચે મુજબ જૈનશાસ્ત્ર અનુસાર આ સંસ્થા હસ્તકના તથા બીજા જૈન દેરાસર અંગે આ સંસ્થાના નાણાં ખરચી શકશે. ચરિતદ્રવ્ય એટલે કલ્પિતદ્રવ્ય -આની અંદર જિનેશ્વરની ભક્તિ માટે શ્રીમંતોએ અગર અન્ય કોઈએ માલ યા દ્રવ્ય આપેલું હોય. અથવા બોલીથી યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરેલું હોય તેનો સમાવેશ થાય છે, અને તેમાંથી દેરાસરના બાંધકામ, માણસોના પગાર, પૂજાનો સામાન, જીર્ણોદ્ધાર, દેરાસરમાં વધારો કરવો કે નવું દેરાસર કરવું વગેરેનો તથા દેરાસરના તમામ વહિવટ ખર્ચ ટેકસીસ વગેરે સાથે કરી શકાય છે. ૦ આગમ જ્યોત પુસ્તક-૨, પૃ. ૨૬-૨૭ માં પૂ. સાગરનંદસૂરિજી મ. લખે છે કે-“જિનમંદિરનો પૂજારી કાંઈ ગૃહસ્થના છોકરાને તેડીને ફરવા માટે રાખ્યો નથી. જો તેને જિનભક્તિ માટે રાખવામાં આવ્યો હોય તો તેને દેવદ્રવ્ય (કલ્પિત)માંથી પગાર આપી શકાય. કેમ કે જિનભક્તિ માટે જે એકઠું કરેલું (કલ્પિત) દ્રવ્ય છે તેમાંથી જિનભક્તિ કરતા પૂજારીને પગાર આપવામાં દેવદ્રવ્યના ભક્ષણનો સવાલ આવતો જ નથી. જો જિનભક્તિ માટે બનાવતા ચૈત્યના આરસ, હીરા, મોતી, ઈંટ, ચૂનો વગેરેની ખરીદીમાં દેવદ્રવ્યની રકમ અપાય છે તો માળી, પૂજારીને કેમ ન અપાય ? આવી બાબતમાં “દેવદ્રવ્યનું તમે પૂજારીને ભક્ષણ કરાવી દો છો” એમ કહેનારા કેટલા મૃષાવાદી ગણાય ?” . ૦ વિચાર સમીક્ષા - લેખક : મુનિ રામવિજય પૃ. ૯૭ માં લખ્યું છે કે (૧) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપોને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. તા. ૧૪-૧૨-૩૮ ના જૈન પ્રવચનમાં કહેવાયેલું છે કે- સિદ્ધાંતની બે બાજું દરેક સિદ્ધાન્તની બે બાજુ હોય છે. સિદ્ધાન્તની એક બાજુ પકડાય નહીં. ૦ સં. ૧૯૭૬માં શ્રમણ સંમેલને દેવદ્રવ્યસંબંધી કરેલ નિર્ણય (૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપોને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. ૦ ધર્મસંગ્રહ:- નૈવેદ્ય વગેરે ઘરમંદિરમાં પૂજામાં ચઢાવેલું જે (નિર્માલ્ય) ઉતરે, તે વસ્તુઓ ફૂલ આપનાર માળીને આપે, તો પણ તેના પગારના બદલા તરીકે નહિ, પણ ભેટ રૂપે જ આપે. કદાચ સંપત્તિની ન્યૂનતાને લીધે તેને પુષ્પોનું મૂલ્ય આપી શકાય તેવી પોતાની સ્થિતિ ન હોય, તો પહેલેથી જ તે “નિર્માલ્ય પુષ્પોના મૂલ્યમાં અથવા માસિક પગાર તરીકે આપવામાં આવે છે.' એમ કહીને આપે તો દોષ નથી. -ધર્મસંગ્રહ (મહોપાધ્યાય શ્રી માનવિજયકૃત) ભાગ પહેલો, પેજ નં. ૩૮૨, વિભાગ-૨, ગાથા-૬૧, ભાષાન્તર કર્તા-પૂ.આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા (16) Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વર્ષ પહેલાની પુસ્તિકા વિજય પ્રસ્થાનની દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના બીજી આવૃત્તિ પ્રગટ કરવાની માંગણીઓ વર્ષોથી આવતી. પરંતુ સમયના અભાવે, ઘણો સમય એમને એમ વહી ગયો. જિનદ્રવ્ય અંગે થોડા શાસ્ત્રપાઠો, મરણ સમાધિ વિચાર' તથા શ્રી જિનહર્ષસૂરી રચિત ‘શીલની નવવાડની સજ્ઝાય' આ આવૃત્તિમાં ઉમેરવામાં આવેલ છે. જિનદ્રવ્ય અંગેના શાસ્ત્રપાઠો તથા તેનો અનુવાદ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને તેઓશ્રીના શિષ્ય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જોઈ આપેલ છે તે બદલુ હું તેઓશ્રીનો અત્યંત ઋણી છું. સ્વ. શ્રીમતી છબલબેન ઉજમશી ચત્રભુજની પુણ્યસ્મૃતિ નિમિત્તે તેમના સુપુત્રોએ આ બીજી આવૃત્તિના પ્રકાશનનો આર્થિક લાભ લીધો છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. ૧-૧-૧૯૭૪ વિજય પ્રસ્થાન’દેવ દ્રવ્યના પાઠો ચૈત્યની નિશ્રાનું દ્રવ્ય તે દેવદ્રવ્ય. ન. અ. કપાસી —શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. જિનદ્રવ્ય શું છે ? કહ્યું છે કે—જિનેશ્વરની પ્રતિમાનું દ્રવ્ય તે જિનદ્રવ્ય છે. તે પૂજાર્થ, નિર્માલ્ય અને અક્ષય નિધિ સ્વરૂપ છે. —શાસ્ર દર્શનશુદ્ધિ ટીકા. અવધારણ બુદ્ધિ વડે ધનધાન્ય વગેરે જે દ્રવ્ય, જ્યારે દેવ વગેરે માટે પ્રકલ્પિત કરાય, ત્યારે તે દ્રવ્ય દેવાદિ દ્રવ્ય જાણવું. —શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા-ગાથા-૨ ઉત્તમ ગુર્ણ અને હર્ષને ઉત્પન્ન કરનાર જે દ્રવ્ય, એક અથવા અનેક પ્રધાન પુરુષો વડે એકત્ર કરાયું છે, તેને ધીર પુરુષો દેવદ્રવ્ય કહે છે. –શાસ્ર સંબોધપ્રકરણ-ગાથા-૯૫ (17) Page #18 -------------------------------------------------------------------------- ________________ સંગથી વિમુક્ત એવા દેવોને દ્રવ્ય હોવાનું કોઈ પણ રીતે યુક્ત નથી; પરન્તુ નિજ સેવક બુદ્ધિથી જે કલ્પિત કરેલ છે, તે દેવદ્રવ્ય છે. —શાસ્ત્ર સંબોધપ્રકરણ. ચૈત્ય દ્રવ્ય તે ચાંદી, સુવર્ણ, ધન વગેરે તથા કાષ્ટ, ઈંટ્, પાષાણ, લેપ, તેની પીઠ, ફલક (બાજોઠ, પાટીયું વિ.), ચંદરવો, વાસણ, પેટી, દીપ વગેરે સર્વ ઉપકરણો ચૈત્ય દ્રવ્ય કહેવાય છે. —શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. ચૈત્ય દ્રવ્ય બે પ્રકારનું છે; એમાં પૂજા અને નિર્માલ્ય એ બે ભેદ છે. આદાનાદિ દ્રવ્ય પૂજા માટેનું જાણવું, તથા આક્ષત, ફલ, બલિ, વસ્ત્ર વગેરે સંબંધી જે દ્રવ્ય છે તે નિર્માલ્ય કહેવાય છે. તે જિનચૈત્યના કાર્યમાં ઉપયોગી છે. –શાસ્ત્ર વિચારસાર પ્રકરણ. ચૈત્ય દ્રવ્ય બે પ્રકારનું છે; એમાં પૂજા અને નિર્માલ્ય એ બે ભેદ છે. આદાનાદિ દ્રવ્ય પૂજા માટેનું જાણવું, તથા અક્ષત, ફલ, બલિ, વસ્ત્ર વગેરે સંબંધી જે દ્રવ્ય છે તે નિર્માલ્ય કહેવાય છે. તે જિનચૈત્યના કાર્યમાં ઉપયોગી છે. —શાસ્ત્ર વિચારસાર પ્રકરણ ચૈત્યદ્રવ્ય બે પ્રકારનું છે; એમાં પૂજા અને નિર્માલ્ય, તે બે ભેદ છે. આદાન વગેરે દ્રવ્ય પૂજા માટે જાણવું. –શાસ્ત્ર ગાથાસાહસી-૩૦૧. ચૈત્ય દ્રવ્ય ત્રણ પ્રકારનું છે; પૂજા, નિર્માલ્ય અને કલ્પિત. તેમાં આદાન વગેરે પૂજાદ્રવ્ય જિનેશ્વરના દેહના પરિભોગવાળું છે. અક્ષત, ફળ, બલિ, વસ્ત્ર વગેરે સંબંધી જે કંઈ દ્રવ્યસંચય થયો હોય તે નિર્માલ્ય કહેવાય છે. તે જિનચૈત્યના કાર્યમાં ઉપયોગી છે. નિર્માલ્ય પણ જે વિભૂષણો દ્વારા દ્રવ્યાંત૨માં નિર્મિત થાય તે જિનપ્રતિમા માટે વાપરી શકાય છે. પરંતુ અન્ય નિર્માલ્ય જિનઅંગી નથી બની શકતું, માટે નિર્માલ્યમાં ભજના છે. (એટલે કે અમુક નિર્માલ્ય જિન પ્રતિમા માટે ઉપયોગી છે અને અમુક નથી.) ઋદ્ધિયુક્ત શ્રાવકો એકત્ર મળીને અથવા સ્વયં પોતે જિન ભક્તિ નિમિત્તે જે દ્રવ્ય આચરેલ છે તે (આચરત) દ્રવ્ય સર્વોપયોગી છે. —શાસ્ત્ર સંબોધપ્રકરણ-ગાથા ૧૬૩-૧૬૬. (18) Page #19 -------------------------------------------------------------------------- ________________ ♦ જ્યાં ગામવગેરેમાં આદાન વગેરે દ્રવ્યની આવક માટે ઉપાય નથી, ત્યાં અક્ષત, બલિ વગેરે દ્રવ્યથી જ પ્રતિમાઓની પૂજા થાય છે. —શાસ્ત્ર શ્રાદ્ધવિધિ ટીકા. • પ્રશ્ન :- જિનાલયમાં ધોતી ધરે છે તે કયા સૂત્ર કે પ્રકરણમાં છે ? તથા કુમતિઓ એમકહે છે કે ધરવામાં આવેલું ધોતી દેવનિર્માલ્ય બને છે તો તેનાં ફૂલ વગેરે લાવી કેમચડાવે છે? આ પ્રશ્ન છે. તેનો ઉત્તર ઃ ઉત્તર :- ધોતી ધરવાની પરંપરા જણાય છે તથા તે નિર્માલ્ય નથી કહેવાતું; કારણ કે શ્રાદ્ધવિધિ ટીકામાં કહ્યું છે કે ભોગથી વિનષ્ટ થયેલ દ્રવ્યને ગીતાર્થો નિર્માલ્ય કહે છે. –શાસ્ર સેનપ્રશ્ન. મંગલ દ્રવ્ય, નિધિ દ્રવ્ય અને શાશ્વત દ્રવ્ય એ સર્વ શબ્દો એકાર્થવાચી છે; તે દ્રવ્ય, આશાતનાના ત્યાગપૂર્વક, યતના વડે, સ્થાપવું. –શાસ્ત્ર સંબોધપ્રકરણ-ગાથા-૯૬ જિન ભવન, જિન બિમ્બ, જિન યાત્રા તથા જિનેશ્વરના સ્નાત્ર વગેરે પ્રવૃત્તિના હેતુરૂપ, હિરણ્ય વગેરે રૂપ ચૈત્ય દ્રવ્યની વૃદ્ધિ એટલે કે ઉપચય કરવાનું ઉચિત છે. –શાસ્ત્ર ઉપદેશપદ. • પંદર કર્માદાન તથા કુંવ્યાપાર વર્જીને સદ્-વ્યવહારથી વિધિ મુજબ જ તેની વૃદ્ધિ કરવી. –શાસ્ત્ર શ્રાદ્ધવિધિ. • જે અજ્ઞાની અને મોહમૂઢ મનુષ્યો શ્રી જિનેશ્વરની આણા રહિતપણે જિનદ્રવ્યની વૃદ્ધિ કરે છે તે ભવસમુદ્રમાં ડૂબે છે. –શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. • જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યને વધારનાર આત્મા તીર્થંકર પણું પામે છે. જિનપ્રવચન વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યનું રક્ષણ કરનાર પરિમિત સંસારી બને છે. —શાસ્ત્ર સપ્તતિકા ગાથા ૨૩-૨૪ ♦ દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન ચૈત્યનું સમારચન, મહાપૂજા તથા સત્કાર સંભવે છે અને ત્યાં પ્રાયઃ યતિજનોનું આગમન થાય છે; તેમના વ્યાખ્યાન શ્રવણ વગેરેથી જિન પ્રવચનની વૃદ્ધિ થાય છે. અને એ રીતે જ્ઞાન વગેરે ગુણોની પ્રભાવના થાય છે તે તાત્પર્ય. –શાસ્ત્ર શ્રાદ્ધવિધિ. Page #20 -------------------------------------------------------------------------- ________________ * દેવાધિદ્રવ્ય હોય તો પ્રતિદિન ચૈત્ય વગેરેનું સમારચન, મહાપૂજા, સત્કાર, સન્માન, અવખંભ વગેરે સંભવે છે અને ત્યાં પ્રાયઃ યતિજનોનું આગમન હોય છે. –શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. દેવદ્રવ્ય હોય તો જિન મંદિરમાં પ્રતિદિન પૂજા અને સત્કારનો સંભવ છે. ત્યાં પ્રાય: યતિજનોનું આગમન હોય છે. –શાસ્ત્ર શ્રાદ્ધદિનકૃત્ય-ગાથા-૧૪૨ * ઉદાયને મૂલપ્રતિમાજીની પૂજા માટે બાર હજાર ગામઆપ્યાં; ત્યાર પછી તેણે પ્રભાવતી દેવીની આજ્ઞાથી નૂતનપ્રતિમાજીની પૂજા કરી. –શાસ્ત્ર શ્રી પર્યુષણા અષ્ટાલિકા વ્યાખ્યાન : શ્રી વિજયલક્ષ્મી સૂરિ. જે શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે અથવા તેની ઉપેક્ષા કરે છે તે પ્રજ્ઞાહીન બને છે અને પાપકર્મથી લેપાય છે. –શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા-ગાથા-૧૩. તેનો (ચૈત્યદ્રવ્યનો) વિનાશ કરવાથી બોધિવૃક્ષના મૂળમાં અગ્નિ મુકાય છે. તેમથવાથી પાછું તે નવું નથી બનતું એમઅર્થ છે. અહીં રહસ્ય આ છે : ચૈત્યાદિ દ્રવ્યનો વિનાશ થતાં પૂજા વિ.નો લોપ થાય છે. પરિણામે તેનાથી થતાં પ્રમોદ, પ્રભાવના તથા પ્રવચન-વૃદ્ધિનો અભાવ થાય છે; તેથી ગુણશુદ્ધિ વધતી અટકે છે. તેથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થાય છે; કેમકે કારણના અભાવમાં કાર્યન થઈ શકે. –શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. છે જેના વડે ચૈત્ય દ્રવ્યનો વિનાશ થયો છે, તેના વડે જિનબિમ્બની પૂજા અને દર્શનથી આનંદિત થતાં ભવસિદ્ધિઆત્માઓના સમ્યગ્દર્શન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન તથા નિર્વાણના લાભોનો પ્રતિષેધ કરાયો. –શાસ્ત્ર વસુદેવહિંડી. પ્રશ્ન :- જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં ઉપયોગી હોઈ શકે કે નહિ? જો હોઈ શકે તો દેવપૂજામાં કે દેવમંદિર વગેરેમાં? ઉત્તર :-દેવદ્રવ્ય એક જ ક્ષેત્રમાં, જ્ઞાનદ્રવ્ય બે જ ક્ષેત્રમાં અને સાધારણ) દ્રવ્ય સાત ક્ષેત્રમાં જ વાપરી શકાય એમશ્રી જૈન સિદ્ધાંત છે. એ મુજબનું કથન કરતો શ્લોક ઉપદેશ સતિકાના અંતભાગમાં છે. તે અનુસાર જ્ઞાનદ્રવ્ય દેવપૂજામાં અને (વૃદ્ધ પણ્ડિત કનકવિજયગણિ કૃત પ્રશ્નો) Tગઃ જય જિનેન્દ્ર અમદાવાદ મો-૯૮૨૫૦ 24204