________________
જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ
આવક
(૬) સાધુ-સાધ્વીજી વૈયાવચ્ચ ખાતું ઃ
દિક્ષાના (પોથી-નવકારવાળી સિવાયના) ઉપકરણો વહોરાવવાના ચડાવા. દિક્ષામાં નૂતન દીક્ષિતનું નામ કરણ કરવાનો ચડાવો. વૈયાવચ્ચ માટે ભેટ મળેલી રકમ. ઉપકરણ વંદનાવલીમાં ચારિત્રના ઉપકરણના ચડાવાની આવક.
(ખર્ચ બાદ કરીને.). (૭) ગુરૂપૂજન ખાતું (ગુરૂની અંગપૂજા શાસ્ત્રીય નથી.)
ગુરૂપૂજનના ચડાવાની આવક. ગુરૂપૂજન વખતે મૂકેલી રકમ. કામની વહોરાવવાનો ચડાવો. સાધુ ભગવંતના તપના પારણાનો ચડાવો. ગુરૂ ભગવંતની આગળ ગહુલીની રકમ. (દરાસરમાં કે ગુરૂદ્રવ્યમાં.) મહાત્માના કાળધર્મ પછી અગ્નિસંસ્કાર વગેરેની બોલીની આવક.
(૮) સ્વામી વાત્સલ્ય ખાતુંઃ
સ્વામી વાત્સલ્યનો કાયમી આદેશ. સ્વામી વાત્સલ્ય માટેનું દાન.
સ્વામી વાત્સલ્યનો નકરો/આની. (૯) સાધર્મિક ભક્તિ ખાતું ઃ • સાધર્મિક ભક્તિનું ફંડ.