________________
જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ
જાવક
(૧૩) દેવ-દેવી ખાતું :
દેવ-દેવી મૂર્તિ દેરી બનાવવાનો ખર્ચ. દેવ-દેવી પ્રતિષ્ઠાદિ સામગ્રી/મહોત્સવ ખર્ચ.
.........
દેવ-દેવીનો ભંડા૨/ચુંદડી/સુખડી આંગી-પૂજારી વગેરે ખર્ચ. (જો દેરાસરમાં દેવ-દેવીનો ગોખલો હોય તો તેની જગ્યા-બાંધકામ વગેરે બધો ખર્ચ બાદ કર્યા પછી વધેલી રકમ દેરાસરના તમામ કાર્યોમાં વાપરી શકાય.) પ્રભાવના કે જમવામાં નહીં, તે સિવાય સાધારણ ખાતામાંથી થતાં બધા કાર્યોમાં સદુપયોગ થઈ શકે.
(૧૪) પૌષધશાળા (ઉપાશ્રય) ખાતું :
પૌષધશાળા, જૈન આરાધના ભુવન બાંધકામ ખર્ચભાડું.
પ્રવચન મંડપ ખર્ચ.
દાતાની તકતી ખર્ચ.
મેઈન્ટેનન્સ, ટેકસ, રીપેરીંગ, પાટ-પાટલા-કબાટ-સાફ સફાઈ વગેરે. (૧૫) જીવદયાનું ખાતું :
જીવોને છોડાવવા, નિભાવવાના ખર્ચ.
ઘાસચારો/પાણી/હવાડા • જીવદયા સિવાય બીજા કોઈપણ કાર્યમાં ન ખર્ચાય. • પાંજરાપોળ.
જીવો બચાવવાની ઝુંબેશમાં કોર્ટમાં જીવો બચાવવાના કેસ માટેનો ખર્ચ. (૧૬) અનુકંપા ખાતું :
અજૈન માણસોની અનુકંપા. ૦ ગરીબોને સારવારનો ખર્ચ. સદાવ્રત/ખીચડી ઘર ખર્ચ.
ગરીબોને અનિંદ્ય પ્રકારની સહાય.
ગરીબોને ઔષધ વગેરેની સહાય. (જૈનો માટે ચાલે નહીં.)
(૧૭) સર્વ-સાધારણ ખર્ચ :
સંઘની પેઢીનું મકાન બાંધકામ ભાડું/ટેકસ/મેઈન્ટેનન્સ/ફર્નીચર લાઈટબીલ/સાફ સફાઈ ખર્ચ.
(13)