________________
૪૦ વર્ષ પહેલાની પુસ્તિકા વિજય પ્રસ્થાનની દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના
બીજી આવૃત્તિ પ્રગટ કરવાની માંગણીઓ વર્ષોથી આવતી. પરંતુ સમયના અભાવે, ઘણો સમય એમને એમ વહી ગયો.
જિનદ્રવ્ય અંગે થોડા શાસ્ત્રપાઠો, મરણ સમાધિ વિચાર' તથા શ્રી જિનહર્ષસૂરી રચિત ‘શીલની નવવાડની સજ્ઝાય' આ આવૃત્તિમાં ઉમેરવામાં આવેલ છે.
જિનદ્રવ્ય અંગેના શાસ્ત્રપાઠો તથા તેનો અનુવાદ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને તેઓશ્રીના શિષ્ય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જોઈ આપેલ છે તે બદલુ હું તેઓશ્રીનો અત્યંત ઋણી છું.
સ્વ. શ્રીમતી છબલબેન ઉજમશી ચત્રભુજની પુણ્યસ્મૃતિ નિમિત્તે તેમના સુપુત્રોએ આ બીજી આવૃત્તિના પ્રકાશનનો આર્થિક લાભ લીધો છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
૧-૧-૧૯૭૪
વિજય પ્રસ્થાન’દેવ દ્રવ્યના પાઠો
ચૈત્યની નિશ્રાનું દ્રવ્ય તે દેવદ્રવ્ય.
ન. અ. કપાસી
—શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. જિનદ્રવ્ય શું છે ? કહ્યું છે કે—જિનેશ્વરની પ્રતિમાનું દ્રવ્ય તે જિનદ્રવ્ય છે. તે પૂજાર્થ, નિર્માલ્ય અને અક્ષય નિધિ સ્વરૂપ છે.
—શાસ્ર દર્શનશુદ્ધિ ટીકા. અવધારણ બુદ્ધિ વડે ધનધાન્ય વગેરે જે દ્રવ્ય, જ્યારે દેવ વગેરે માટે પ્રકલ્પિત કરાય, ત્યારે તે દ્રવ્ય દેવાદિ દ્રવ્ય જાણવું.
—શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા-ગાથા-૨ ઉત્તમ ગુર્ણ અને હર્ષને ઉત્પન્ન કરનાર જે દ્રવ્ય, એક અથવા અનેક પ્રધાન પુરુષો વડે એકત્ર કરાયું છે, તેને ધીર પુરુષો દેવદ્રવ્ય કહે છે. –શાસ્ર સંબોધપ્રકરણ-ગાથા-૯૫
(17)