________________
૦ સુરતના આગમ મંદિરના બંધારણમાં લખ્યું છે કે
ટ્રસ્ટીઓને યોગ્ય લાગે તે મુજબ તેઓ નીચે મુજબ જૈનશાસ્ત્ર અનુસાર આ સંસ્થા હસ્તકના તથા બીજા જૈન દેરાસર અંગે આ સંસ્થાના નાણાં ખરચી શકશે.
ચરિતદ્રવ્ય એટલે કલ્પિતદ્રવ્ય -આની અંદર જિનેશ્વરની ભક્તિ માટે શ્રીમંતોએ અગર અન્ય કોઈએ માલ યા દ્રવ્ય આપેલું હોય. અથવા બોલીથી યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરેલું હોય તેનો સમાવેશ થાય છે, અને તેમાંથી દેરાસરના બાંધકામ, માણસોના પગાર, પૂજાનો સામાન, જીર્ણોદ્ધાર, દેરાસરમાં વધારો કરવો કે નવું દેરાસર કરવું વગેરેનો તથા દેરાસરના તમામ વહિવટ ખર્ચ ટેકસીસ વગેરે સાથે કરી શકાય છે.
૦ આગમ જ્યોત પુસ્તક-૨, પૃ. ૨૬-૨૭ માં પૂ. સાગરનંદસૂરિજી મ. લખે છે કે-“જિનમંદિરનો પૂજારી કાંઈ ગૃહસ્થના છોકરાને તેડીને ફરવા માટે રાખ્યો નથી. જો તેને જિનભક્તિ માટે રાખવામાં આવ્યો હોય તો તેને દેવદ્રવ્ય (કલ્પિત)માંથી પગાર આપી શકાય. કેમ કે જિનભક્તિ માટે જે એકઠું કરેલું (કલ્પિત) દ્રવ્ય છે તેમાંથી જિનભક્તિ કરતા પૂજારીને પગાર આપવામાં દેવદ્રવ્યના ભક્ષણનો સવાલ આવતો જ નથી. જો જિનભક્તિ માટે બનાવતા ચૈત્યના આરસ, હીરા, મોતી, ઈંટ, ચૂનો વગેરેની ખરીદીમાં દેવદ્રવ્યની રકમ અપાય છે તો માળી, પૂજારીને કેમ ન અપાય ? આવી બાબતમાં “દેવદ્રવ્યનું તમે પૂજારીને ભક્ષણ કરાવી દો છો” એમ કહેનારા કેટલા મૃષાવાદી ગણાય ?” .
૦ વિચાર સમીક્ષા - લેખક : મુનિ રામવિજય પૃ. ૯૭ માં લખ્યું છે કે
(૧) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપોને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.
તા. ૧૪-૧૨-૩૮ ના જૈન પ્રવચનમાં કહેવાયેલું છે કે- સિદ્ધાંતની બે બાજું દરેક સિદ્ધાન્તની બે બાજુ હોય છે. સિદ્ધાન્તની એક બાજુ પકડાય નહીં.
૦ સં. ૧૯૭૬માં શ્રમણ સંમેલને દેવદ્રવ્યસંબંધી કરેલ નિર્ણય
(૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપોને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.
૦ ધર્મસંગ્રહ:- નૈવેદ્ય વગેરે ઘરમંદિરમાં પૂજામાં ચઢાવેલું જે (નિર્માલ્ય) ઉતરે, તે વસ્તુઓ ફૂલ આપનાર માળીને આપે, તો પણ તેના પગારના બદલા તરીકે નહિ, પણ ભેટ રૂપે જ આપે. કદાચ સંપત્તિની ન્યૂનતાને લીધે તેને પુષ્પોનું મૂલ્ય આપી શકાય તેવી પોતાની સ્થિતિ ન હોય, તો પહેલેથી જ તે “નિર્માલ્ય પુષ્પોના મૂલ્યમાં અથવા માસિક પગાર તરીકે આપવામાં આવે છે.' એમ કહીને આપે તો દોષ નથી.
-ધર્મસંગ્રહ (મહોપાધ્યાય શ્રી માનવિજયકૃત) ભાગ પહેલો, પેજ નં. ૩૮૨, વિભાગ-૨, ગાથા-૬૧, ભાષાન્તર કર્તા-પૂ.આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા
(16)