Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri Publisher: Divyadarshan Trust View full book textPage 6
________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૨) નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતું : ઉતારેલી આંગી/ટીકા/વરખ વગેરેની આવક. ચોખા, સાકર, બદામ, ફળ નૈવેદ્ય (વેચતા હો તો) (હકીકતમાં બદામ વગેરે દેરાસરમાંથી વેચાતી લઈને ચડાવાય નહીં. વેચાતી લઈને અનુકંપામાં ઉપયોગ કરવો.) ફળ-નૈવેદ્ય-અક્ષતાદિપૂજા શાસ્ત્રસિદ્ધ કર્તવ્ય છે. તેના બદલે તેટલા રૂપિયા ભંડારમાં નાખવા/નંખાવવા તેવું શાસ્ત્રોમાં નથી. એવી નવી પ્રથા-ફંડ ઊભા કરાવવા વગેરે વિચારણીય છે. પૂજા દેવદ્રવ્ય ખાતું : પૂજા માટે અર્પણ કરેલ સુખડ વગેરે ખર્ચનું દ્રવ્ય. આંગી ખાતાનું દ્રવ્ય. ભગવાનને ચડાવેલા સોનાચાંદીના/મુગટ-વીંટી-હાર-વાળી (ક)-કંકણ વગેરેની આવક. પૂજાના વાર્ષિક કે માસિક ચડાવા કે નકરા તથા તેનું વ્યાજ. . અષ્ટપ્રકારી પૂજા, પ્રક્ષાલ, કેસર, ફુલ, ધૂપ, અંગલુછણા વગેરેની વાર્ષિક ઉછામણી કે નકરો અથવા ક્યાંક મહિના મહિનાના નકરા હોય તો તેમ તથા તેનું વ્યાજ. પંચકલ્યાણક આદિ પૂજા, સિદ્ધચક્ર પૂજનાદિના તથા સ્નાત્રના ચડાવા કે નકરા. આંગી ખાતું : * આંગી લખાવવાથી થયેલ કે ચડાવાની આવક. આંગીનો કાયમી નકરો. જ્ઞાન ખાતું : જ્ઞાનપૂજનની આવક, જ્ઞાનોપકરણ ચડાવાની આવક. દેવવંદન/પ્રતિક્રમણ વગેરે સૂત્રો બોલવાના ચડાવાની આવક. દીક્ષામાં પોથી નવકારવાળી વહોરાવાની બોલી. જ્ઞાનની પૂજાની બોલીની આવક. કલ્પસૂત્ર-બારસાસૂત્ર-પ્રવચન ગ્રંથ વગેરે વાંચવા માટે અર્પણ કરવાનાજ્ઞાન પૂજાના-ફોટાના દર્શનના ચડાવાની આવક. જ્ઞાનપંચમી ભંડાર/નોટ-પેનાદિની આવક. • જ્ઞાનખાતેથી છપાવેલ પુસ્તકોના વેચાણની આવક. (6)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20