Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 18
________________ સંગથી વિમુક્ત એવા દેવોને દ્રવ્ય હોવાનું કોઈ પણ રીતે યુક્ત નથી; પરન્તુ નિજ સેવક બુદ્ધિથી જે કલ્પિત કરેલ છે, તે દેવદ્રવ્ય છે. —શાસ્ત્ર સંબોધપ્રકરણ. ચૈત્ય દ્રવ્ય તે ચાંદી, સુવર્ણ, ધન વગેરે તથા કાષ્ટ, ઈંટ્, પાષાણ, લેપ, તેની પીઠ, ફલક (બાજોઠ, પાટીયું વિ.), ચંદરવો, વાસણ, પેટી, દીપ વગેરે સર્વ ઉપકરણો ચૈત્ય દ્રવ્ય કહેવાય છે. —શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. ચૈત્ય દ્રવ્ય બે પ્રકારનું છે; એમાં પૂજા અને નિર્માલ્ય એ બે ભેદ છે. આદાનાદિ દ્રવ્ય પૂજા માટેનું જાણવું, તથા આક્ષત, ફલ, બલિ, વસ્ત્ર વગેરે સંબંધી જે દ્રવ્ય છે તે નિર્માલ્ય કહેવાય છે. તે જિનચૈત્યના કાર્યમાં ઉપયોગી છે. –શાસ્ત્ર વિચારસાર પ્રકરણ. ચૈત્ય દ્રવ્ય બે પ્રકારનું છે; એમાં પૂજા અને નિર્માલ્ય એ બે ભેદ છે. આદાનાદિ દ્રવ્ય પૂજા માટેનું જાણવું, તથા અક્ષત, ફલ, બલિ, વસ્ત્ર વગેરે સંબંધી જે દ્રવ્ય છે તે નિર્માલ્ય કહેવાય છે. તે જિનચૈત્યના કાર્યમાં ઉપયોગી છે. —શાસ્ત્ર વિચારસાર પ્રકરણ ચૈત્યદ્રવ્ય બે પ્રકારનું છે; એમાં પૂજા અને નિર્માલ્ય, તે બે ભેદ છે. આદાન વગેરે દ્રવ્ય પૂજા માટે જાણવું. –શાસ્ત્ર ગાથાસાહસી-૩૦૧. ચૈત્ય દ્રવ્ય ત્રણ પ્રકારનું છે; પૂજા, નિર્માલ્ય અને કલ્પિત. તેમાં આદાન વગેરે પૂજાદ્રવ્ય જિનેશ્વરના દેહના પરિભોગવાળું છે. અક્ષત, ફળ, બલિ, વસ્ત્ર વગેરે સંબંધી જે કંઈ દ્રવ્યસંચય થયો હોય તે નિર્માલ્ય કહેવાય છે. તે જિનચૈત્યના કાર્યમાં ઉપયોગી છે. નિર્માલ્ય પણ જે વિભૂષણો દ્વારા દ્રવ્યાંત૨માં નિર્મિત થાય તે જિનપ્રતિમા માટે વાપરી શકાય છે. પરંતુ અન્ય નિર્માલ્ય જિનઅંગી નથી બની શકતું, માટે નિર્માલ્યમાં ભજના છે. (એટલે કે અમુક નિર્માલ્ય જિન પ્રતિમા માટે ઉપયોગી છે અને અમુક નથી.) ઋદ્ધિયુક્ત શ્રાવકો એકત્ર મળીને અથવા સ્વયં પોતે જિન ભક્તિ નિમિત્તે જે દ્રવ્ય આચરેલ છે તે (આચરત) દ્રવ્ય સર્વોપયોગી છે. —શાસ્ત્ર સંબોધપ્રકરણ-ગાથા ૧૬૩-૧૬૬. (18)

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20